Abtak Media Google News

નવી ચલણી નોટની વહેંચણી અંગે

સૌરાષ્ટ્ર ઝોનમાં આવેલી કરન્સી ચેસ બેન્કો દ્વારા છેલ્લા નોટ બદલીના સમય પછીથી દિવાળી સમયે કે સમગ્ર વર્ષ દરમ્યાન નવી નોટો ફાળવણી કરવામાં આવતી નથી. જયારે બેન્કો સમક્ષ રજુઆત કરતા જાણવા મળેલ છે કે, સમગ્ર સૌરાષ્ટ્રની કરન્સી ચેસધારક બેન્કો પાસે જુની અનશોર્ટેડ નોટોનો ભરાવો થયેલ છે. અને શોર્ટીગ કર્યા વગર રીર્ઝવ બેન્ક રોકડ સ્વીકારતી નથી. તેથી રીર્ઝવ બેન્ક તરફથી નવી નોટની ફાળવણી થઇ શકતી નથી. જો કે, કરન્સી ચેસધારક બેન્કો પાસે નોટ શોર્ટીગ કરવાના જુના સમયના મશીનો આવેલા છે.

નોટબદલીના સમયે સમગ્ર પ્રકારની નાની તથા મોટી નોટની સાઇઝ તથા ડિઝાઇનોમાં ફેરફાર થતા આ મશીનો દ્વારા આ રદી નોટો શોર્ટીગ થઇ શકતી નથી અને મેન્યુઅલ પણ માણસોનો સ્ટાફ ઘટી જતા આ કામ થતું નથી. તેથી તેમજ રીર્ઝવ બેન્ક દ્વારા રૂપીયા 5, 10 તથા 20 ના સિક્કા બહાર પાડેલ હોય, રીર્ઝવ બેન્ક આ સિક્કાના ચલણને વધુ ચલાવવા પ્રમાણસર નોટ ઇસ્યુ કરતા નથી. જયારે સૌરાષ્ટ્ર વિસ્તારના પરચુરણ ગ્રાહકોની માનસીકતા સિક્કા ચલાવવાની ન હોવાથી સિક્કાનું ચલણ ચાલી શકતું નથી. આમ રીર્ઝવ બેન્ક સૌરાષ્ટ્રની કરન્સી ચેસધારક બેન્કોને નવી નોટની ફાળવણી જરૂરીયાત મુજબ કરતી ન હોવાને કારણે તહેવારોના સમયે નવી નોટની અછત સર્જાતી હોય છે.

કેટલીક બેન્કોને વર્ષ દરમ્યાન ટુંકા જથ્થામાં પણ નવી નોટોની ફાળવણી કરવામાં આવેલ હોય છે. કેટલાક ધાર્મિક કે રાજકીય આયોજનમાં કલાકારોની કદરરૂપે નોટ વરસાવવામાં આવતી હોય છે. આવી નોટો છેલ્લે તો કોઇ બેન્કો અને રીર્ઝવ બેન્ક દ્વારા જ આપવામાં આવતી હોય છે. જે કેટલે અંશે વ્યાજબી ગણી શકાય? આ અંગે ગ્રેટર રાજકોટ ચેમ્બર દ્વારા અવારનવાર રીર્ઝવ બેન્ક ઓફ ઇન્ડિયાના ડાયરેકટર ગુજરાત રાજ્ય તથા જનરલ મેનેજર કરન્સી ઇસ્યુ ડિપાર્ટમેન્ટ સમક્ષ રજુઆત કરવામાં આવેલ છે અને તેની જાણ કેન્દ્રના નાણામંત્રી શ્રીમતિ નિર્મલા સીતારામન સમક્ષ પણ કરવામાં આવેલ છે. આમ એક અખબારી યાદીમાં ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ રાજીવભાઇ દોશી દ્વારા જણાવવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.