Abtak Media Google News

ટાઇપ વન ડાયાબિટિક બાળકોને દિવ્યાંગ શ્રેણીમાં સમાવવા

1પ00થી વધુ ડાયાબિટિક બાળકોના વાલી બની ખુબ જ ખર્ચાળ સારવારનો  કરાતો સેવા યજ્ઞ

રાજકોટ સૌરાષ્ટ્રના અંદાજે 1પ00થી વધુ ટાઇપ વન ડાયાબિટિક બાળકોના વાલી બને તેમને સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોની સતત દેખરેખ હેઠળની

સારવાર અને ખર્ચાળ સાધનો અને તપાસ કીટ સહિતની સેવા પુરી પાડતાં જુવેનાઇલ ડાયાબિટિસ ફાઉન્ડેશનના ફાઉન્ડર ટ્રસ્ટી અપુલ દોશી સહિતના ટ્રસ્ટીઓ કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવિયાને મળ્યા હતાં. તેમણે જણાવ્યુ હતું કે ટાઇપ વન ડાયાબિટિસ ધરાવતાં બાળકોને દિવ્યાંગ બાળકોની વ્યાખ્યા હેઠળ આવરી લેવા જોઇએ. કારણ કે જે રીતે થેલેસેમિયા,હિમોફિલિયા વગેરે બાળ વયે જ શારિરિક અક્ષમતાને કારણે થતી બિમારી છે એ જ રીતે પેનક્રિયાસમાં ઇન્સયુલીન બનતું બંધ થઇ જવાથી ટાઇપ વન ડાયાબિટિસ થાય છે. આ રોગની સારવાર ખુબ ખર્ચાળ હોવાથી તેની રાજરોગ કહેવાય છે. કમનસીબે 1પ00 જેટલા રાજકોટ સૌરાષ્ટ્રના જુવેનાઇલ ડાયાબિટિક

બાળકો છે.

જેના વાલીઓને આ ખર્ચાળ સારવાર પરવડતી ન હોવાથી જુવેનાઇલ ડાયાબિટિસ ફાઉન્ડેશન તેમના વાલી બની આ બાળકોનો ન માત્ર આર્થિક ખર્ચ ઉઠાવે છે. પરંતુ સ્પેશિયાલિસ્ટ,સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોની સતત દેખરેખ અને માર્ગર્શન હેઠળ આ બાળકોનું રોજીંદુ પડકાર ભર્યુ જીવન સરળ બનાવવા સેવા યજ્ઞ ચલાવવામાં આવે છે.

કેન્દ્રિય આરોગ્ય મંત્રીને જુવેનાઇલ ડાયાબિટિસ ફાઉન્ડેશનના અપુલ દોશી દ્વારા જણાવવામાં આવ્યુ હતું કે, જુવેનાઇલ ડાયાબિટિક બાળકોને આપવામાં આવતી સારવાર,ઇન્સયુલીન અને જુદી જુદી ટેસ્ટીંગ કીટ તથા રોજીંદી સિરિઝ સહિતના તબીબી સાધનો ખુબ જ મોંઘા છે. ટાઇપ વન  જુવેનાઇલ ડાયાબિટિસ ધરાવતાં તમામ બાળકોને આર.એસ.કે. અથવા એન.સી.ડી. પ્રોગ્રામ હેઠળ આવરી લઇ ફ્રિ સારવા મળે તેવી માગણી કરી હતી.

કેન્દ્રિય આરોગ્ય મંત્રી સમક્ષ આ રજૂઆત માટે ખુબ જ સહકાર આપનાર ડો.વાસુદેવ જે. રાવલ ચેરીટેબલ ટ્રસ્ટના ડો.સ્મીતાબેન જોશીનો ખાસ આભાર માન્યો હતો. જુવેનાઇલ ડાયાબિટિસ દર્દીઓ પ્રત્યે વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી,આરોગ્ય મંત્રી  મનસુખભાઇ માંડવિયા સહાનુભૂતિ પૂર્વક સહાય કરશે તેવો વિશ્વાસ અંતમાં અપુલ દોશીએ વ્યકત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.