Abtak Media Google News

ધોરાજીના વાડોદર ગામની સાત વર્ષની હરમીત ડાંગરનું નાની વયે મોટું કાર્ય

ધોરાજીના વાડોદર ગામની વતની હરમીત જયેશભાઈ ડાંગરે પોતાના 7માં જન્મ દિવસ નિમિત્તે પોતાના વતન વાડોદર ગામની સરકારી પ્રાથમિક શાળાને આધુનિક બનાવવા માટે જેમ કે સ્માર્ટ કલાસ, શુધ્ધ પીવાનું પાણી, એર કંડીશનર કલાસ જેવી સગવડતા ઉભી કરવા 5100/- રૂ.નો ચેક વાડોદર સરકારી શાળાને અર્પણ કરેલ છે, હરમીત પોતાના 6 જન્મદિવસે કોરોના કાળમા મુખ્યમંત્રી રાહત નિધિમાં 5100/-ચેક અર્પણ કારેલ હતો અને સાતમ જન્મદિવસ પોતાના વતનની સરકારી શાળાને આધુનિક બનાવવા 5100/-રૂ નો ચેક અર્પણ કરેલ છે, આ રીતે પોતાનો જન્મદિવસ કઈક અલગ રીતે ઉજવણી કરેલ છે.

આપણે સ્મશાન, મંદિર, ગૌ શાળા અન્ય ધાર્મિક કાર્યમાં ખૂબ ફંડ ફાળો આપીએ છીએ, પણ નિશાળની વાત આવે તો કોઈ રસ ના લે, પણ શાળા એજ સાચું મંદિર છે,

એમાં ભણતા વિદ્યાર્થીઓ જ સાચા ભગવાન છે, ગામની સરકારી પ્રાથમિક શાળામાં સારું શિક્ષણ હશે તો ગરીબ વિદ્યાર્થીઓ પણ ભણી ગણીને સમાજમાં આગવું સ્થાન લાઇ શકશે, શિક્ષણનું  દાન એજ શ્રેષ્ઠ દાન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.