Abtak Media Google News

 

15માં નાણાપંચના બીજા હપ્તાના કામોના આયોજન બાબતે માર્ગદર્શન પૂરું પાડ્યું

 

રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદરની એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે  રાજ્યમાં તાજેતરમાં જ સંપન્ન થયેલ વિધાનસભાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિને પ્રચંડ જનસમર્થન મળ્યું છે ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના માર્ગદર્શન હેઠળ નવ નિયુક્ત મંત્રી મંડળે રાજ્યને વિકાસ તરફ અગ્રેસર કરતી કામગીરી આરંભી દીધેલ છે ત્યારે રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદરની અધ્યક્ષતામાં સંકલનની બેઠક મળી આ બેઠકમાં રાજકોટ જિલ્લામાં ગુજરાત સરકારના 15માં નાણા પચના  મંજૂર કરાયેલા કામો ઝડપી પૂર્ણ થાય અને કામગીરી વેગવંતી બને તેમજ 15માં નાણાપંચના બીજા હપ્તાના કામોના આયોજન બાબતે ચર્ચા વિચારણા હાથ ધરાઈ હતી.

આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદરએ તમામ સમિતિઓના ચેરમેન ઑને  પોતાના વિભાગ હસ્તકના તમામ કામો અંગે શાખા અધિકારીઓ સાથે સંકલન કરી કામો ઝડપી પૂર્ણ થાય તે અંગે સૂચના આપવા માટે માર્ગદર્શન આપેલું હતું. આ તકે  રાજકોટ જિલ્લા પંચાયત ખાતે શુભેચ્છા મુલાકાતે પધારેલા ધોરાજી ઉપલેટા વિસ્તારના નવ નિયુક્તધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા જિલ્લા પંચાયતની સંકલન બેઠકમાં હાજર રહી જરૂરી માર્ગદર્શન પૂરું પાડયું હતું. આ સંકલન બેઠકમાં ઉપપ્રમુખ સવિતાબેન વાસાણી, કારોબારી ચેરમેન  સહદેવસિંહ જાડેજા,બાંધકામ સમિતિ ચેરમેન  પી જી કિયાડા, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન મોહનભાઈ દાફડા, સિંચાઈ સમિતિ ચેરમેન જયંતીભાઈ બરોચીયા,શાસકપક્ષ નેતા વિરલભાઈ પનારા,રાજુભાઈ ડાંગર સવિતાબેન ગોહેલ, સુમાબેન લુણાગરિયા, જયંતીભાઈ પાનસુરીયા , મુકેશભાઈ તોગડીયા, જનકભાઈ ડોબરીયા,ખીમજીભાઈ બગડા, લીલાબેન ઠુંમર ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ભૂપતભાઈ બોદર સહિતના પદાધિકારીઓએ  નવું નિયુક્ત ધોરાજી ઉપલેટા મતવિસ્તારના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા ને શુભેચ્છા પાઠવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.