Abtak Media Google News

વિટ્રીફાઇડ ડિવિઝનનાં પ્રમુખ પદે મુકેશભાઈ કુંડારીયા,ફ્લોર ટાઇલ્સ ડિવિઝનના પ્રમુખપદે વિનોદભાઇ ભાડજાની વરણી કરવામાં આવી જ્યારે વોલ ટાઇલ્સ એસોસિએશનના પ્રમુખ પદે નિલેશભાઈ જેતપરિયા યથાવત  મોરબી સિરામિક એસોસિએશનના અલગ-અલગ ત્રણ ડિવિઝનમાં પ્રમુખ પદની મુદત પૂર્ણ થતાં નવા પ્રમુખની વરણી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં વોલ ટાઇલ્સ એસોસિએશનના પ્રમુખ પદે નિલેશભાઈ જેતપરિયા સર્વાનુમતે રિપીટ થયા છે, તો વિટ્રીફાઇડ ડિવિઝનના પ્રમુખ પદે મુકેશભાઈ કુંડારિયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. જયારે ફ્લોર ટાઇલ્સ ડિવિઝનના પ્રમુખપદે વિનોદભાઇ ભાડજાની વરણી થતા ત્રણેય પ્રમુખોને ચોમેરથી શુભકામનાઓ મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.