Abtak Media Google News

મહામુહિમ રામનાથ કોવિંદ ૪ દિવસ દિવની મુલાકાતે,  દિવમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઉષ્માભેર સ્વાગત

ભારત દેશના પ્રથમ નાગરીક એવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ૪ દિવસ દિવની મુલાકાલે પધાર્યા છે. આ દરમિયાન તેઓએ રાજકોટ એરપોર્ટમાં ૧૦ મિનિટનું ટૂંકું રોકાણ કર્યું હતું. બાદમાં તેઓએ દિવ પહોંચી સૌ પ્રથમ જલંધર બીચ ઉપર સરકીટ હાઉસનું ઉદઘાટન કર્યું હતું.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ આજે રાજકોટ એરપોર્ટ પર આવી પહોચ્યા હતા. ટૂંકી મુલાકાત બાદ દીવ જવા રવાના થયા હતા. દીવમાં ત્રણ દિવસના રોકાણ દરમિયાન તેઓ અનેકવિધ કાર્યક્રમોમાં સામેલ થવાના છે. જેમાં અનેક લોકાર્પણ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો હશે. રાષ્ટ્રપતિના આ કાર્યક્રમને લઈને રાજકોટ અને દિવમાં તંત્ર એલર્ટ મોડ ઉપર હતું. તમામ રિહર્સલ પણ કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિના કાફલાએ બન્ને સ્થળોએ અગાઉથી જ પડાવ નાખી દીધો હતો. તેઓએ રાજકોટમાં માત્ર ૧૦ મિનિટનું જ રોકાણ કર્યું હતું. પણ આ દરમિયાન જિલ્લા કલેકટર, પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ પ્રોટોકોલ અન્વયે હાજર રહ્યા હતા અને તેઓનું સ્વાગત કર્યું હતું. આ સાથે ભાજપ અગ્રણીઓ પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

રાષ્ટ્રપતિનો કાર્યક્રમ

૨૫/૧૨/૨૦૨૦

  • દિલ્હીથી ૧૦-૨૫ વાગ્યે રવાના
  • રાજકોટ એરપોર્ટ પર ૧૨.૧૦ મીનીટે આગમન-સ્વાગત
  • ૧૨-૨૦ રાજકોટથી દિવ જવા રવાના
  • ૧.૨૫ મીનીટે દિવમાં આગમન
  • ૧.૫૫ જલંધર બીચે સરકિટ હાઉસનું ઉદઘાટન

૨૬-૧૨-૨૦૨૦

  • ૧૦-૩૫ સવારે ગંગેશ્ર્વર મહાદેવ મંદિરે પૂજા
  • ૧૧-૩૦ થી ૧૨-૩૦ દિવમાં જુદા-જુદા કામોનું ખાતમુર્હુત
  • ૬-૨૦ ફૂડકોર્ટ-સ્ટોલનું ઉદઘાટન
  • આઈએનએસ ખુકરી મેમોરિયલનુ્ંં ઉદઘાટન, કલ્ચરલ પ્રોગ્રામ-ભોજન સમારોહ

૨૭-૧૨-૨૦૨૦

  • સાંજ ૪થી ૫ ઘોઘલા બીચની મુલાકાતે
  • ૬-૫૫ થી ૭-૪૦ દિવ કિલ્લાની મુલાકાત અને ફોર્ટમાં લાઈટ એન્ડ સાઉન્ડ-શોનું આયોજન
  • ૭-૪૦ થી ૮-૨૦ સાંસ્કૃતિક કાર્યક્રમ

૨૮-૧૨-૨૦૨૦

  • સવારે ૧૦-૩૦ વાગ્યે દિવથી રાજકોટ આવવા રવાના
  • ૧૧-૩૫ રાજકોટ એરપોર્ટ પર સ્વાગત-અભિવાદન
  • ૧૧-૪૫ રાજકોટ એરપોર્ટથી દિલ્હી જવા રવાના
  • ૧-૩૦ વાગ્યે દિલ્હી પહોંચશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.