Abtak Media Google News

એલન કરિયર ઈન્સ્ટિટયુટના ધો.૧૧ના વિદ્યાર્થી નિશાંત અભાંગીને બાળ દિવસ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા નેશનલ ચાઈલ્ડ એવોર્ડ અપાયો હતો. નિશાંતને રજત પદક તેની અભૂતપૂર્વ પ્રતિભા, શૈક્ષણીક યોગ્યતાઓ તેમજ ઉપલબ્ધીઓના આધારે રાષ્ટ્રપતિ દ્વારા અપાયો.આ એવોર્ડ ભારત સરકારના મહિલા તેમજ બાલ વિકાસ વિભાગ દ્વારા અપાય છે.નિશાંતે ૧૩ માં ઈન્ટરનેશનલ જૂનીયર સાઈન્સ ઓલિમ્પિયાડમાં ભારત માટે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. તે ઉપરાંત નિશાંતે નેશનલ સ્ટાંડર્ડ એકઝામીનેશન એસ્ટ્રોનોમીમાં પણ ક્રમ મેળવ્યો છે.નિશાંતે રાષ્ટ્રીય સ્તરે હોમીભાભા સેન્ટર ઓફ સાયન્સ એન્ડ એજયુકેશન દ્વારા આયોજીત થયેલા એસ્ટ્રોફીસિકસ ઓલિપિયાડમાં જીત મેળવી અને આંતરરાષ્ટ્રીયસ્તરે ધ ઓસ્ટ્રેલીયન નેશનલ મેમિસ્ટ્રી કિવઝમાં એવોર્ડ ઓફ એકસીલેન્સ પ્રાપ્ત કયો છે.નિશાંતે ગયા વર્ષે ૨૦૧૬માં આઈઆઈટી ગુવાહાટી દ્વારા આયોજીત ટેકનીશ પરીક્ષામાં પણ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.