Abtak Media Google News

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો બારાઈ પરિવાર સાથે ધનિષ્ઠ નાતો

કોવિંદજી ભાજપના દ્વારિકા ઓખાના પ્રભારી હતા ત્યારે મનસુખભાઇ બારાઇ સાથેનો પરિચય ગાઢ મિત્રતામાં પરિવર્તિત થયો હતો: સ્વ . મનસુખભાઇના પરિવારને રાષ્ટ્રપતિ ભવનના મહેમાન બનાવી ત્રણ દિવસ વીવીઆઈપી ટ્રીટમેન્ટ આપી રાજનૈતિક વ્યકિત્વનો સુખદ અનુભવ ,   રામનાથ કોવિંદજીએ સ્વ . મનસુખભાઇ બારાઇ સાથેની દોસ્તી વર્ષો બાદ પણ જાળવી રાખી.

રાષ્ટ્રપતિ પદ જેવા સર્વોચ્ચ સ્થાને પહોંચ્યા બાદ પણ જૂના દોસ્તોને યાદ કરવા એ રામનાથ કોવિંદજીની વિશેષતા છે. આ વિશેષતાનો અનુભવ તાજેતરમાં એક રઘુવંશી પરિવારને થયો હતો મુળ દ્વારિકા , હાલ રાજકોટના બારાઇ પરિવારને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ આમંત્રણ આપીને રાષ્ટ્રપતિ ભવનના મહેમાન બનાવ્યા હતાં . બારાઇ પરિવારે ત્રણ દિવસ દિલ્હીની વીવીઆઇપી મહેમાનગતી માણી હતી . મુળ દ્વારિકા – ઓખા પંથકના હાલ રાજકોટ સ્થાયી થયેલા ભરતભાઇ બારાઇ તથા તેમના પુત્ર આલાપભાઇ અને સંગીતાબેન તથા ડો . માધવીબેને રાષ્ટ્રપતિ ભવનની મહેમાનગતી માણી હતી .Dsc 2296

આ અકલ્પનીય અવસર અંગે ભરતભાઇ બારાઇએ જણાવ્યું હતું કે , મારા પિતા સ્વ . મનસુખભાઇ બારાઇ અને  રામનાથજી કોવિંદ વચ્ચે વર્ષોથી ગાઢ મિત્રતા હતી . એ સમયે બારાઇ પરિવાર દ્વારિકામાં સ્થાયી હતો . રામનાથ કોવિંદજી ભાજપની વિવિધ જવાબદારીઓના ભાગરૂપે ઓખા – દ્વારિકા આવે ત્યારે પિતાની મુલાકાત થતી હતી . આ ઓળખ ધીમે – ધીમે મિત્રતામાં પલટાઇ ગઇ . ભરતભાઇએ જણાવ્યું હતું કે , 2001 ની સાલમાં  રામનાથ કોવિંદજી ભાજપના ઓખા – દ્વારિકા પંથકના ભાજપના પ્રભારી બન્યા ત્યારથી પિતા અને રામનાથજી વચ્ચેની મિત્રતા ગાઢ આત્મિયતામાં પલટાઇ ગઇ હતી . ભરતભાઇએ જણાવ્યું હતું કે , રામનાથજીએ બાદમાં રાજયપાલપદ પ્રાપ્ત કર્યુ ત્યારે પણ મિત્રતાના સંબંધો અને નિયમિત સંપર્ક જાળવી રાખ્યો હતો . પિતાના નિધનના  સમયે રામનાથજીએ રાષ્ટ્રપતિપદેથી લાગણીસભર શોક સંદેશ પાઠવ્યા હતો . સામાન્ય અનુભવો છે કે , રાજનીતિમાં પદ ઊંચું થતું જાય તેમ જૂની ઓળખાણો લૂપ્ત થતી જતી હોય છે . રાષ્ટ્રપતિ રામનાથજી અસામાન્ય વ્યકિતત્વ ધરાવે છે . જૂના સાથીદારો – મિત્રો સાથે લાઇવ સંબંધ જાળવી રાખે છે . બારાઇ પરિવારની તો બીજી અને ત્રીજી પેઢી સાથે આત્મિયતાનો નાતો જાળવ્યો છે . મનસુખભાઇના નિધન બાદ ભરતભાઇ અને આલાપભાઇ સાથે પણ રાષ્ટ્રપતિજી આત્મિયતા ધરાવે છે.

09 3

ભરતભાઇએ જણાવ્યું હતું કે , રામનાથજી જયારે ગુજરાત આવ્યા ત્યારે અમને યાદ કર્યા છે . દીવ – ગાંધીનગર અમને મળવા બોલાવ્યા હતાં . દ્વારિકા આવ્યા ત્યારે બારાઇ પરિવારના તમામ સ્વજનોને મળ્યા હતાં .

રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત દરમ્યાન આલાપ ભાઇ અને ભરતભાઇએ જલારામ બાપાની છબી અર્પણ કરી ત્યારે રાષ્ટ્રપતિએ તેઓનો આરંભા જલારામ મંદિરની મુલાકાતની યાદો પણ તાજી કરી હતી .

રાષ્ટ્રપતિ અને સ્વ. મનસુખભાઇ ભારાઇ સાથે આત્મીય સંબંધો તો હતા જ પણ હવે તેઓ ને તેમના પરિવારજનો સાથ પણ લાગણીના સંબંધો બંધાઇ ચુકયા છે . અને તેઓ એ ખુબ ટુંકાગાળામાં 4 વખત ભરાઇ પરિવારને મુલાકાત આપી.

તાજેતરમાં કોવીન્દની દ્વારકાની મુલાકાત પણ અવિસ્મરણીય બની રહેલ . દ્વારકા મુલાકાત સમયે અનુપમભાઇ બારાઇ , ભરતભાઇ , સુનીલભાઇ સંજયભાઇ , આલાપભાઇ , રઘુભાઇ સહીત સમગ્ર બારાઈ પરિવારજનોને લાભ મળેલ . ભરત ભાઈ અને આલાપ ભાઈ ને દર્શન અને આરતી સમયે મંદિર માં પણ તેઓની સાથે રાખેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.