Abtak Media Google News

સાંજે ગુજરાતમાં આગમન: કાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી હિરાબાની સૌજન્ય મુલાકાત લેશે

રાષ્ટ્રપતિ રામના કોવિંદ આજથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. આજે સાંજે તેઓનું ગુજરાત ખાતે આગમન થશે. તેઓ સાંજે રાજભવન ખાતે અલગ અલગ વિભાગના અધિકારીઓ અને રાજ્ય સરકારના મંત્રીઓ સાથે બેઠક યોજશે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી હિરાબાની સૌજન્ય મુલાકાતે જવાના પણ હોવાનું જાણવા મળ્યું છે. રાષ્ટ્રપતિના ગુજરાતના પ્રવાસને લઈ અમદાવાદ તથા ગાંધીનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

રાષ્ટ્રપતિ રામના કોવિંદ આજે સાંજે ગુજરાત ખાતે આવી પહોંચશે. તેઓ સાંજે રાજભવન ખાતે અલગ અલગ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજશે. રાત્રી રોકાણ રાજભવન ખાતે કરશે. આવતીકાલે સવારે તેઓ ગાંધીનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી હિરાબાની સૌજન્ય મુલાકાતે જવાના હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત કોબા જૈન આરાધના કેન્દ્રની પણ તેઓ મુલાકાત લેવાના છે. રાષ્ટ્રપતિ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લે તેવી પણ સંભાવના છે. જો કે આ કાર્યક્રમ હજુ સુધી નક્કી કરવામાં આવ્યો નથી. રાષ્ટ્રપતિની મુલાકાતને લઈ અમદાવાદ તથા ગાંધીનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સાંજે એરપોર્ટ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તા નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ સહિતના મંત્રી મંડળના સભ્યો રાષ્ટ્રપતિનું સ્વાગત કરશે. રાષ્ટ્રપતિ રાત્રિ રોકાણ રાજભવન ખાતે કરશે. કાલે રાત્રે તેઓ ફરી દિલ્હી જવા માટે પરત ફરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.