Abtak Media Google News

શહેરનાં વિકાસ કામો અંગે ચર્ચા વિચારણા

ભાજપ શાસીત કાલાવડ નગરપાલિકામાં વર્તમાન પ્રમુખ અને ઉપપ્રમુખની અઢી વર્ષની મુદત પુરી થતા નવા પ્રમુખ તરીકે અજમલભાઈ હરીભાઈ નાકરાણી તથા ઉપપ્રમુખ તરીકે ભૂપતભાઈ નાનજીભાઈ વિરાણીની વરણી કરવામાં આવી છે.તેમણે તાજેતરમાં જ જામનગર જિલ્લાનાં સાંસદ પૂનમબેન માડમની જામનગર સ્થિત ઓફીસે જઈ શુભેચ્છા મુલાકાત લીધી હતી તેમજ આગામી દિવસોમાં કાલાવડ શહેરના વિકાસ કરવા અને સ્વચ્છ શહેર બનાવવા તરફ આગળ વધારવા અંગેની વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી.

આ શુભેચ્છા મુલાકાત દરમિયાન કાલાવડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપના પીઢ અગ્રણી વલ્લભભાઈ સાંગાણી તથા ગુજરાત પ્રદેશ યુવા ભાજપના કારોબારી સદસ્ય ભૂમિતભાઈ ડોબરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.