શંકરસિંહને મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરવા કોંગ્રેસ હાઇકમાન્ડ પર ‘બાપુભક્તો’નું દબાણ!

SHANKARSINH VAGHELA | political | government
SHANKARSINH VAGHELA | political | government

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન અને વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાને ૨૦૧૭ની ચૂંટણીમાં કોંગ્રેસના મુખ્યપ્રધાનપદના ઉમેદવાર તરીકે જાહેર કરવા અને ચૂંટણીની સમગ્ર જવાબદારી સોંપવાની માગ સો બાપુ સર્મતિ ૩૬ ધારાસભ્યોએ કોંગ્રેસ પ્રભારી ગુરુદાસ કામતને રજૂઆત કરતા કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. વાઘેલાના ગાંધીનગર સ્તિ નિવાસસન-વસંત વગડા ખાતે સોમવારે સાંજે ૭ી ૧૦ સુધીની મેરેોન બેઠકમાં આ ધારાસભ્યોએ વાઘેલાના નામજોગ રજૂઆત કરતા પ્રભારી ગુરુદાસ કામતે ધારાસભ્યોને હાઈકમાન્ડ સમક્ષ તેમની લાગણી પહોંચાડવાની ખાતરી આપી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી વિદેશમાં છે ત્યારે બાપુના બંગલે પ્રભારી સમક્ષ કરવામાં આવેલી આ માગણીના કોંગ્રેસમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આગામી દિવસોમાં આ મુદ્દે નવાજૂની વાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

ગુજરાત વિધાનસભાની ૨૦૧૭ની ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ તો કોંગ્રેસ માટે અસ્તિત્વના સવાલ સમાન છે ત્યારે કોંગ્રેસમાં ચૂંટણી પહેલાં જ મુખ્યપ્રધાનપદ

મેળવવા માટે પ્રદેશના નેતાઓ વચ્ચે ખેંચતાણ શરૂ ઈ ગઈ છે. અલબત્ત, ગત મહિને અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ આયોજિત ચૂંટણી લડવા માગતા દાવેદારોના કાર્યક્રમમાં શંકરસિંહ વાઘેલાએ પોતે મુખ્યપ્રધાનપદની રેસમાં ની તેવું જાહેર નિવેદન કર્યું હતું પરંતુ કહેવાય છે કે, બાપુએ કાર્યકરો-જનતામાં સંદેશો આપવા માટે આ નિવેદન કર્યું હતું. બાકી તેઓ મુખ્યપ્રધાનપદના પ્રબળ દાવેદાર છે જ. સોમવારે બાપુના ગાંધીનગર સ્િિત નિવાસસને પ્રદેશના ટોચના નેતાઓની ગેરહાજરીમાં મળેલી બેઠકમાં કોંગ્રેસ પ્રભારી ગુરુદાસ કામત સમક્ષ કરવામાં આવેલી રજૂઆતોમાં અનેક ધારાસભ્યોએ સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કરતા બાપુની તરફેણ કરી હોવાનું જણાવતા કોંગ્રેસના વિશ્વસનિય સૂત્રોએ જણાવ્યું કે, કેટલાક ધારાસભ્યોએ તો જણાવ્યું કે, ગુજરાતમાં કોંગ્રેસ બાવીસ વર્ષી સત્તામાં ની, હવે અમે ભાજપ સામે લડતા લડતા ર્આકિ, શારિરીક અને માનસિક રીતે ાકી ગયા છીએ. ૨૦૧૭ની ચૂંટણી કોંગ્રેસ માટે આખરી તક હોવાનું કોંગ્રેસના ટોચના નેતાઓ સ્વીકારે છે તો પછી શંકરસિંહ વાઘેલાને ગુજરાતમાં કોંગ્રેસના ચહેરા તરીકે આગળ કરવામાં પાછીપાની કેમ કરવામાં આવે છે? કેટલાક ધારાસભ્યોએ તો ત્યાં સુધી કહ્યું કે, જો કોંગ્રેસ સક્ષમ અને લોકસર્મન ધરાવતા નેતાને ઉમેદવાર તરીકે જાહેર ન કરવાના હોય તો અમે ચૂંટણી લડવા માગતા ની!

સૂત્રોએ જણાવ્યું કે, કોંગ્રેસ પ્રભારીએ પણ ધારાસભ્યોના સૂરમાં સૂર પુરાવતાં હૈયાધારણ આપી હતી કે, કોઈપણ એક વ્યક્તિના નેતૃત્વમાં ચૂંટણી લડાવી જોઈએ એ બાબત સો હું સંમત છું પરંતુ આખરી નિર્ણય હાઈકમાન્ડે કરવાનો છે.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી ગત સપ્તાહે અમેરિકાના અંગત પ્રવાસે ગયા હતા. ચાર દિવસની મુલાકાત બાદ તેઓ સોમવારે મોડી સાંજે અમદાવાદ આવી પહોંચ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાના સર્મક ધારાસભ્યોએ ગત સપ્તાહે કોંગ્રેસ પ્રભારી ગુરુદાસ કામતને મુંબઈમાં મળવા માટે સંપર્ક કર્યો હતો પરંતુ પ્રભારીએ તેમને અંબાજી દર્શન કરવા આવવાના છે ત્યારે રૂબરૂ મળશે તેવું જણાવ્યું હતું. પ્રભારી સોમવારે બપોરે અંબાજી દર્શન કર્યા બાદ ગાંધીનગરમા બાપુના નિવાસસને પહોંચ્યા હતા જ્યાં અગાઉી હાજર બાપુના સર્મક ધારાસભ્યોએ એકીઅવાજે રજૂઆત કરી હતી. બીજીતરફ બાપુના બંગલે યોજાયેલી બેઠકી અજાણ કોંગ્રેસના કેટલાક આગેવાનો ટેન્શનમાં આવી ગયા હતા અને બેઠકમાં શું રંધાઈ રહ્યું છે તે જાણવા જુદા જુદા ધારાસભ્યોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મોટાભાગના ધારાસભ્યોના ફોન બંધ આવતા કંઈક અજુગતું બની રહ્યાના અણસારી ઘેરી ચિંતામાં મૂકાઈ ગયા હતા.