કિંમતોની અસ્પષ્ટતા અને ભરોસાનો અભાવ: ૩૬% લોકો રસી ઈચ્છતા જ નથી

એક તરફ કોરોના વાયરસને લઈ નવા નવા વેરિએન્ટસ અને સ્ટ્રેન સામે આવી રહ્યા છે. કોરોના પોતે તેની એક અલગ હરિફાઈમાં ઉતર્યો છે તો બીજી બાજુ તેની રસીને લઈને ‘રસ્સા ખેંચ’ જામી છે. કોરોનાને જળમૂળથીનાબુદ કરવામાં રસી સફળ નીવડશે કે કેમ?? તેનું ચિત્ર હજુ અસ્પષ્ટ છે. તો કોરોના રસીની કિંમતો, સંગ્રહ ક્ષમતા, કોલ્ડ ચેઈન, આડઅસરની આશંકા વગેરેને લઈ ‘રસ્સા ખેંચ’ ઉભી થઈ છે.આ રસીની રેસને લઈ તાજેતરમાં ગ્રામ્ય વિસ્તારો પર એક સર્વે હાથ ધરાયો હતો. જેમાંથી ઘટસ્ફોટ થયો છે કે, ૩૬% જેટલા ગ્રામ્ય વિસ્તારના લોકો રસી લેવા ઈચ્છતા જ નથી તો ૪૪ ટકા લોકોએ મત વ્યકત કર્યો છે કે તેઓ રસી આવી જાય, તો પૈસા ચૂકવવા તૈયાર છે.

ભારતનાં ગ્રામ્ય વિસ્તારનાં ૬૦૪૦ લોકો પર સર્વે કરવામાં આવ્યો હતો. જેમાંથી ૦.૫ટકા જ લોકો એવા નોંધાયા છેકે જેઓ રસી માટે રૂપીયા બે હજારથી પણ વધુ પૈસા ચૂકવવા તૈયાર છે. જયારે ૮ટકા લોકો એવા છેકે, જેઓ ૧૦૦૦થી ૨૦૦૦ની વચ્ચેની કિંમત હશે તો જ રસી લેશે. જયારેઆ સર્વેનાં ત્રીજા ભાગનાં એટલે કે ૬૫.૯ ટકા લોકો એવા છે કે જેઓ રૂા.૫૦૦ સુધી જ પૈસાની ચૂકવણી કરવા તૈયાર છે.