Abtak Media Google News

ભારતીય ગતિ શકિત વિશ્ર્વ વિધાલય, રેલવેના વિવિધ પ્રોજેકટનું ભૂમિપુજન: વડોદરામાં જાહેર સભા સંબોધી

વડોદરામાં આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ર1 હજાર કરોડના વિકાસ કામોનું ખાતમુહુર્ત લોકર્પણ કર્યુ હતું.વડોદરામાં  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ગુજરાતમાં રેલવેના વિવિધ રૂ.16,369 કરોડના 18 પ્રોજેક્ટનું લોકાર્પણ ખાતમુહુર્ત કરવામાં  આવ્યું હતું. વડાપ્રધાન હસ્તે રેલવેના વિવિધ રૂ.10749 કરોડના ખર્ચે નિર્માણ થયેલ પાંચ પ્રોજેક્ટનું લોકાર્પણ તથા રૂ.5620 કરોડના ખર્ચે નિર્માણ થનાર વિવિધ 13 પ્રોજેક્ટનું ખાતમુહુર્ત કરવાયું હતું.

વડાપ્રધાન વડોદરામાં રૂ. 571 કરોડના ખર્ચે નિર્માણ થનાર ભારતીય ગતિ શક્તિ વિશ્વ વિદ્યાલયના નવા ભવનનો પણ શિલાન્યાસ  કર્યુ હતું.કેન્દ્ર સરકાર વડોદરા સ્થિત રાષ્ટ્રીય રેલ્વે પરિવહન સંસ્થાનું નામ બદલીને ભારતીય ગતિશક્તિ વિશ્વ વિદ્યાલય  કરવા જઈ રહી છે.આની સાથે આ વિશ્વવિદ્યાલયને કેન્દ્ર યુનિવર્સિટીનો દરજ્જો પણ આપવામાં આવનાર છે.વડોદરામાં વર્ષ 2018 માં રાષ્ટ્રીય રેલ્વે પરિવહન સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. જેનો મુખ્ય હેતુ રેલ રોડ પરિવહન સિસ્ટમ તથા સંશોધન કાર્યોનો વિસ્તાર  કરવાનો છે.

આ વર્ષે કેન્દ્રીય અંદાજપત્રમાં પીએમ ગતિ શક્તિ યોજના પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. પીએમ ગતિ શક્તિ યોજનાની મદદથી દેશના ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટનો ઝડપી વિકાસ થશે.વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી 7250 કરોડના ખર્ચે નિર્માણ થયેલ પાલનપુર – મદાર  ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરનું લોકાર્પણ તેમજ  ગેજ પરિવર્તન બાદ અમદાવાદ – બોટાદ રેલવે પેસેન્જર ટ્રેનનું ફ્લેગ ઓફ કરાવશે.આ ઉપરાંત લુનિધાર –  ઢસા, પાલનપુર – રાધનપુર પેસેન્જર ટ્રેનને પણ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. લોકોમોટીવ મરામત ડેપો, સુરત, ઉધના, સોમનાથ, સાબરમતી રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટના કામોના ખાતમુહૂર્ત

વિજાપુર – આંબલીયાસણ,નડિયાદ – પેટલાદ, કડી – કટોસણ, આદરજ મોટી – વિજાપુર, જંબુસર – સમની, પેટલાદ – ભાદરણ અને હિંમતનગર – ખેડબ્રહ્મા રેલવે લાઇનના ગેજ પરિવર્તનના કામોનું ખાતમુહૂર્ત પણ વડાપ્રધાનશ્રીના  હસ્તે કરવામાં આવ્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે વડોદરાને આપશે મોટી ભેટ, 100 એકર જમીનમાં નિર્માણ થનારી ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીના નવા કેમ્પસના ભૂમિપૂજન સાથે પાણી વિતરણના વિવિધ પ્રોજેક્ટનું પણ કરશે લોકાર્પણ.વડોદરાના કુંઢેલા ગામમાં 743 કરોડના ખર્ચે નવું કેમ્પસ બનાવવામાં આવશે.

રૂપિયા 660.26 કરોડના પાણી વિતરણ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન પણ કરશે વડાપ્રધાન.વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વડોદરાને કેન્દ્રીય યુનિવર્સિટીના રૂપમાં મોટી ભેટ આપી છે.  વડાપ્રધાન ગાંધીનગર ખાતે સેન્ટ્રલ યુનિવર્સિટીના નવા કેમ્પસનું ભૂમિપૂજન કર્યુ હતું. તેમની મુલાકાત દરમિયાન, પીએમ પાણી વિતરણ સંબંધિત અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન પણ  કર્યુ હતું.ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલી સેન્ટ્રલ યુનિવર્સિટીનું નવું કેમ્પસ વડોદરા નજીક ડભોઈ તાલુકાના કુંઢેલા ગામમાં રૂપિયા 743 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ માટે 100 એકર જમીન ફાળવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ગુજરાત મુલાકાત દરમિયાન વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન  અને ભૂમિપૂજન કર્યુુ હતું.. તેમાં રૂપિયા 660.26 કરોડના ખર્ચે પાણી વિતરણ સંબંધિત અનેક પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે. આ દિવસે, પીએમ રૂપિયા 395.51 કરોડથી વધુની પાણી વિતરણ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે અને આશરે રૂ. 264.75 કરોડના પાણી વિતરણ પ્રોજેક્ટનો ઇ-શિલાન્યાસ કરશે, જેનો લાભ આગામી સમયમાં રાજ્યના 16 લાખથી વધુ લોકોને મળશે.

આ જળ વિતરણ પ્રોજેક્ટ્સ માં 6 ના લોકાર્પણનો પણ સમાવેશ થાય છે. આ  ખેડા, મહેમદાવાદ, કંજરી, બોરસદ, ઉમરેઠ અને કરજણમાં સ્થાપવામાં આવ્યા છે. આ જઝઙનો રાજ્યના 2 લાખથી વધુ લોકોને લાભ થશે. ગુજરાત માટે જઝઙ એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે તે સ્વચ્છ પાણી પર રાજ્યની નિર્ભરતા ઘટાડવામાં મદદરૂપ છે. હાલ ગુજરાતમાં 796 ખકઉ પાણીનો ઉપયોગ જઝઙત દ્વારા ટ્રીટેડ વેસ્ટ વોટર તરીકે થાય છે.સાથે જ, 159 ખકઉની ક્ષમતાવાળા એસટીપી સ્થાપવાનું કામ હાલમાં ટેન્ડરીંગની પ્રક્રિયામાં છે અને ભવિષ્યમાં પણ વધારાના 860 ખકઉ પાણીને જઝઙત દ્વારા શુદ્ધ કરીને ફરીથી ઉપયોગમાં લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.