Abtak Media Google News

વડાપ્રધાનની એક ઝલક જોવા રાણીપ વિસ્તારમાં લોકો ઉમટ્યા: મુખ્યમંત્રીએ મતદાન કર્યા બાદ ચાની કિટલીએ વિસામો લઈ ચાની ચૂસકી લગાવી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટેનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે તેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બન્ને દિગજજોએ હોંશભેર મતદાન કરી લોકોને પણ વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન હાલ શરૂ થઇ ચૂક્યું છે, ત્યારે હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના રાણીપ વિસ્તારની નિશાન સ્કૂલમાં મતદાન કર્યું છે. પીએમ મોદીએ મતદાન મથકમાં એક સામાન્ય નાગરિકની જેમ મતદાન કર્યું હતું. સાબરમતી મતવિસ્તાર પીએમ મોદીને જોવા માટે લોકોની ભીડ ઉમટી હતી.પીએમ મોદી સાબરમતી વિધાનસભા બેઠકના મતદાર છે. ત્યાં ભાજપ ના ઉમેદવાર તરીકે  હર્ષદભાઈ પટેલ ચૂંટણી લડી રહ્યા છે. તેમના વિપક્ષ તરીકે કોંગ્રેસમાંથી દિનેશ મહીડા અને આપમાંથી જશવંત ઠાકોર ચૂંટણી લડી રહ્યા છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શીલજ બુથ પર મતદાન કર્યુ હતું.  સીએમ ભૂપેન્દ્ર પટેલ ઢોલ-નગારા સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. સાથે સમર્થકો માથે કેસરિયા સાફા ધારણ કરી પહોંચ્યા હતા. જોકે, આ બાદ ભૂપેન્દ્ર પટેલે મત આપીને ચાની કિટલી પર ચાની ચૂસ્કી લગાવતા જોવા મળ્યા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલે શીલજ ખાતે મતદાન કર્યુ હતું. પત્ની સાથે મતદાન કર્યા બાદ લોકોને પણ વોટ આપવા માટે અપીલ કરતા જોવા મળ્યા હતા. મતદાન બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યુ હતું કે, ગુજરાતમાં લોકશાહીના પર્વનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. શાંતિપૂર્ણ રીતે પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થયુ હતુ. ત્યારે લોકશાહીના ઉત્સાહમાં સૌ ભાગીદાર થઈને બીજા તબક્કાના મતદાનમાં પણ મતદાન કરે તેવી મારી અપીલ છે. મતદારોમાં ખુબ જ ઉત્સાહ છે. સૌએ લોકશાહીના પર્વ માટે મતદાન કરવું જોઈએ. ગુજરાતની શાંતિ અને સલામતી માટે મહત્તમ મતદાન કરો એવી અપીલ છે

વડાપ્રધાન મોદીએ માતા હીરાબાના આશીર્વાદ લીધા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં બીજા તબક્કાના મતદાન પહેલાં અમદાવાદ આવી પહોંચ્યા હતા. તેઓ એરપોર્ટથી સીધા ગાંધીનગર રાયસણ ખાતે માતા હીરાબાને મળવા માટે પહોંચ્યા હતા. જ્યાં માતા હીરાબાના આશીર્વાદ લઇ તેઓ સાથે આશરે 30 મિનિટનો સમય વિતાવ્યો હતો. પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કમલમ્ પહોંચ્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાછલા એક મહિનામાં વારંવાર ગુજરાતના મહેમાન બન્યા છે આ દરમિયાન તેમણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં સભાઓ અને રેલીઓ કરી હતી. હવે તેઓ અમદાવાદ મતદાન કરવા માટે આવ્યા છે.

પાટણના રાધનપુરના ઉમેદવાર લવિંગજી ઠાકોરે પરસુંદ ગામે મતદાન કર્યું

Img 20221205 Wa0017

ગોધરાના ભાજપના ઉમેદવાર સી.કે. રાઉલજીએ પરિવાર સાથે કર્યું મતદાન

Img 20221205 Wa0016

બાલાસિનોર આપના ઉમેદવાર ઉદેસિંહ ચૌહાણે કર્યું મતદાન

Img 20221205 Wa0020

યુપીના ગવર્નર આનંદીબેન પટેલે શીલજ ખાતે કર્યો મતાધિકારનો ઉપયોગ

20221205 103544

પૂર્વ અગ્રસચિવ અને નિવૃત્ત આઈએએસ  અધિકારી- લોકપાલના નોન-જ્યુડિશિયલ સભ્ય ડો. આઈ.પી. ગૌતમે કર્યું મતદાન

Img 20221205 Wa0027

વિસનગર ખાતે ભાજપના નેતા ઋષિકેશ પટેલે પરિવાર સાથે મતદાન કર્યું

Img 20221205 Wa0022

ગાંધીનગરમાં મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ કર્યું મતદાન

Img 20221205 Wa0028

પૂર્વ મંત્રી અને બાલાસિનોરના ભાજપના ઉમેદવાર માનસિંહ ચૌહાણે કર્યું મતદાન

Purva Mantri Matdan

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.