Abtak Media Google News
  • યુનિવર્સિટીમાં ઓલિમ્પિક કક્ષાના 1300 સ્કવેર મીટરના સ્વિમિંગ પુલની સુવિધાથી સજજ હશે: વિદ્યાર્થીઓને ફીઝીકલ એજયુકેશનના પ્રોફેસર, ડાયરેકટર કે ઈન્સ્ટ્રકટર તરીકેની કારકીર્દી બનાવી શકશે
  • લોકાર્પણમાં વડાપ્રધાનની સાથોસાથ રાજયપાલ દેવવ્રત આચાર્ય, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુર, પ્રદેશ પ્રમુખી સી.આર.પાટીલ, સ્વીર્ણમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના કુલપતિ પ્રો.ડો.અર્જુનસિંંહ રાણાની વિશેષ ઉપસ્થિતિ
  • રાજયની વિવિધ યુનિવર્સિટી સાથે સંકલન કરી સ્વર્ણીમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીની ગુજરાતમાં સૌની યુનિવર્સિટી તરીકેની ઓળખ ઉભી થશે: રમતના મેદાનમાં  ખેલાડીઓની જીત અને  દમદાર પ્રદર્શન  જીવનના  અન્ય ક્ષેત્રોમાં પણ  જીતનો માર્ગ કંડારે છે: વડાપ્રધાન

ગઈકાલે  36મી  નેશનલ  ગેમ્સનો વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના હસ્તે  શાનદાર શુભારંમ થયો હતો. સાથોસાથ ડેસરમાં   નવનિર્મિત   સ્વર્ણીમ ગુજરાત  સ્પોર્ટસ  યુનિવર્સિટીનું  ઈ-લોકાર્પણ   વડાપ્રધાન  નરેન્દ્રમોદીના હસ્તે કરવાામં આવ્યું હતુ.

આ તકે સ્પોર્ટસ  યુનિવર્સિટીનું  ઈ-લોકાર્પણ કર્યા બાદ  વડાપ્રધાન નરેન્દ્રમોદીએ જણાવ્યું હતુ કે  દેશની પ્રગતિ અને  વૈશ્ર્વીક  ફલક પર સન્માનનો  રમત-રમત સાથે  સીધો સંબંધ છે. યુવાનો રાષ્ટ્રઘડતરમાં મહત્વનું યોગદાન આપે છે. જયારે સ્પોર્ટસ યુવાનોમાં ઉર્જા અને ઉત્તમ જીવન નિર્માણનો પ્રમુખ  સ્ત્રોત બની રહે છે. વૈશ્ર્વીક સ્તરે  વિકાસમાં  ઉચ્ચસ્થાને રહેલા  દેશો  રમત ગમત અને  આંતરરાષ્ટ્રીય  રમતોમાં   મેડલ વિજેતામાં  પણ અગ્રેસર રહે છે. ખેલના મેદાનમાં ખેલાડીઓની જીત અને  દમદાર  અને  અન્ય ક્ષેત્રોમાં પણ  જીતનો રસ્તો બનાવે છે.  સ્પોર્ટસ  પાવર  દેશની ઓળખ ઉભી કરવામાં મહત્વની ભૂમિકા  ભજવે છે.

Photo 2022 09 30 10 10 03

આઝાદીના  અમૃત કાળનો ઉલ્લેખ કરતા તેઓએ જણાવ્યું હતુ કે  કોઈપણ કાર્યની  શરૂઆત કરીને  તે પથ પર  શ્રેષ્ઠ પ્રદર્શન કરવા  સતત  ચાલતા રહેવાના  જુસ્સા સાથે જ  નવા ભારતની  શરૂઆત કરી છે. દેશ અને  દુનિયામાં  રમાતી  વિભીન્ન રમતો વર્ષો સુધી  ભારતીય  માટે  ફકત  સામાન્ય જ્ઞાન સુધી  સીમીત રહી હતી. પરંતુ  છેલ્લા આઠ વર્ષમાં  રમત ગમત ક્ષેત્રે  દેશ અને  યુવાનોનો  મીજાજ બદલાયો છે. આઠ વર્ષ અગાઉ  દેશના   રમતવીરો  100 જેટલી જ  આંતરરાષ્ટ્રીય  સ્પોર્ટસ   ઈવેન્ટમાં જ  ભાગ લઈને  જુજ રમતોમાં  સહભાગી  બનતા હતા. જયારે આજે  દેશના યુવા રમતવીરો  300થી વધુ  આંતરરાષ્ટ્રીય સ્તરની  ઈવેન્ટમાં  ભાગ લઈને  40 થી વધુ  રમતો રમતા થયા છે.  જેના પરિણામે ભારતમાં મેડલની સંખ્યા અને  દેશની ચમક પણ વધી છે.

Photo 2022 09 30 10 08 18

5759 સ્કવેર ફૂટ ઈન્ડોર સ્ટેડીયમ  ઓલીમ્પીક કક્ષાનો  1300 સ્કવેર મીટરનો  સ્વીમીંગ પૂલ સાથે  સાવલી ડેસર ખાતે  130  એકરમાં રાજયની પ્રથમ સ્પોર્ટસ  યુનિવર્સિટીની  ગુજરાતની જનતાને ભેટ મળી છે. આ યુનિવર્સિટીમાં   વિદ્યાર્થી ફીઝીકલ  એજયુકેશનના   પ્રોફેસર, ડાયરેકટર કે  ઈન્સ્ટ્રકટર તરીકેની  કારકીર્દી બનાવી શકશે આ ઉપરાંત સરકારી, અર્ધ સરકારી,  બીન સરકારી કે  પ્રાઈવેટ સંસ્થા ખાતે રમતના કોચ,  હેડ કોચ કે ડ્રીસ્ટ્રીકટ કોચ તરીકે પણ  કાર્યકરી શકશે.

યુનિવર્સિટીની ઈન્ડોર સ્ટેડિયમમાં  350થી વધુ લોકોની બેઠક વ્યવસ્થા

Photo 2022 09 30 10 07 47

ડેસર ખાતે  સ્પોર્ટસ યુનિવર્સિટીમાં ઈન્ડોર સ્ટેડીયમમાં 350 લોકોની  બેસવાનીવ્યવસ્થા છે.જેમાં  45 ખેલાડીઓનો  સીટીંગ એરીયા,  કોચ રૂમ,  સેમીનાર રૂમ, જીમ, ફૂડ સ્ટોલ, કેમેરા રૂમ તૈયાર કરવાનું આયોજન કરાયું છે. આ ઉપરાંત  ઓલ્મ્પીક કક્ષાનો  1300 સ્કવેર મીટરનો  સ્વીમીંગ પુલ બનાવવામા આવશે.  16280 સ્કવેર ફૂટમાં એડમીન ઓફીસ બનાવાશે. જેમાં કેન્ટીન  525ની ક્ષમતા  સાથેનું ઓડેટોરીયમ, પરીક્ષા વિભાગ,  એકેડીવીટી રૂમ તૈયાર કરાશે. બોઈઝ હોસ્ટેલના બે  ફલોર ઉપર 32 રૂમ બનાવવાનું આયોજન કરાયું છે.

122 કરોડના ખર્ચે સ્પોર્ટસ યુનિવર્સિટી તૈયાર થશે

સાવલીના  ડેસર ખાતે  130 એકરમાં બનનારી સ્પોર્ટસ યુનિવર્સિટીમાં  3000 વિદ્યાર્થી અભ્યાસ કરશે. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના રહેવા ઈનહાઉસ હોેસ્ટેલની સુવિધા પણ આપવામાં   આવી છે. ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના  કુલપતિ  અર્જુનસિંહ રાણા હાલ  યુનિવર્સિટી પોતાના ગાંધીનગર  કેમ્સ ખાતે  કાર્યરત છે. વડોદરા  ડેસર ખાતેના  નવા કેમ્સમાં  એડમીનીસ્ટ્રીટવ બિલ્ડીંગ,  બોઈઝ અને ગર્લસ હોસ્ટેલ, ઓલમ્પીક  સાઈઝ સ્વીમીંગ પુલ, મલ્ટીપપર્ઝ, એથ્લેટીકસ ટ્રેક,  સ્ટાફ કવાર્ટર  જેવી અતી આધુનિક ફેસેલીટી હશે.

ગર્લ્સ અને બોઈઝ હોસ્ટેલની વિશેષ સુવિધા

Photo 2022 09 30 10 11 54

સ્પોર્ટસ યુનિવર્સિટીના માધ્યમથી રમત ગમતના  પ્રશિક્ષણ અને  શિક્ષણ ક્ષેત્રે તજજ્ઞ તૈયાર કરી શકાશે. રાજયની વિવિધ યુનિવર્સિટી સાથે  સંકલન કરી  સ્વર્ણીમ  સ્પોર્ટસ યુનિવર્સિટીની ગુજરાતમાં  સૌની યુનિવર્સિટી તરીકે ઓળખ ઉભી થશે. સ્પોર્ટસ યુનિવર્સિટીમાં   3000  જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસતો કરશે સાથોસાથ તેમ  બોઈઝ અને ગર્લ્સ હોસ્ટેલની વિશેેષ સુવિધા ઉપલબ્ધ હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.