સેવાની ધૂણી ધખાવનાર યુવાનને વડાપ્રધાન મોદી કરે છે ફોલો

ઘણા બાળકો નાનપણમાં એવું વિચારતાં હોય છે કે હું પણ ભવિષ્યમાં સમાજસેવા કરીશ ,લોકોની મદદ કરીશ,પ્રાણીઓની બીમાર અવસ્થામાં મદદ કરીશ પરંતુ કાશી રહેનારો એક યુવાન આઠ વર્ષની ઉમરથી જ સમાજસેવાના કાર્યમાં જોડાયેલો છે તો જાણીએ એવા ઉત્સાહી યુવાન વિશે :

તે પ્રેરણાદાયી સમાજસેવકનું નામ હિમાંશુ ચતુર્વેદી છે તે કાશીના શિવપુર વિસ્તારમાં રહે છે . હિમાંશુ માત્ર ૮ વર્ષની ઉમરથી સમાજ સેવા, પશુચિકિત્સાઓ અને ગાયની સેવા કરવાના કાર્યમાં જોડાયેલો છે. હિમાંશુ એક સાધારણ કુટુંબમાંથી આવે છે. તે હંમેશા ગરીબ લોકોને મદદ કરવા, બીમાર અને લાચાર પ્રાણીઓની સારવાર કરાવવા માટે તૈયાર હોય છે.

વિશ્વના પસંદ કરેલા 2346 લોકોમાં જેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફોલો કરે છે તે બધા જ લોકોમાં હિમંશુનું પણ નામ છે.

સેંકડો પ્રાણીઓની સારવાર કરાવી

ઘાયલ અને બીમાર પ્રાણીઓ વિશે માહિતી મેળવ્યા બાદ વિલંબ કર્યા વિના હિમાંશુ ઘટના સ્થળે પહોંચે છે અને જો જરૂરી હોય તો તે પ્રાણીને ઘણા દિવસો સુધી પોતાના ઘરે પણ રાખે છે તેના સિવાય હિમાંશુ દરરોજ એક સાર્વજનિક સ્થળની સફાઈ કરવા પણ જાય છે.

હિમાંશુ તેના પરિવાર અને મિત્રોની મદદથી, ખાદ્ય ચીજો અને કપડાં ભેગા કરીને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોમાં વહેંચે છે. બાળકોને ચોકલેટ અને બિસ્કીટ આપે છે. હિમાંશુએ પોતાનો એક સંઘ બનાવ્યો છે. તેને કોરોનાકાળમાં ‘સેવા ભારતી’ દ્વારા, લોકો ગામડે જઈને ઘરે ઘરે ગરીબોને રાશન પૂરું પાડ્યું હતું. ગંભીર બીમારીથી પીડિત લોકોને હોસ્પિટલમાં દાખલ કરાવીને તેમની સંપૂર્ણ સારવાર પણ તેણે કરાવી હતી.