Abtak Media Google News

રાજકોટ ઉપરાંત બહુચરાજીમાં કરોડોના વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થશે : તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જીત અપાવવા વડાપ્રધાન મોદી જાતે મોરચો સંભાળી રહ્યા છે. તેઓ ઓક્ટોબર મહિનાના બીજા અઠવાડિયામાં ફરી ગુજરાતની મૂલાકાત લેવાના છે. તેઓ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો પ્રવાસ ખેડવાના હોય, તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત આવવાના છે. ઓક્ટોબરમાં પીએમ મોદીનો મહેસાણામાં મોટો કાર્યક્રમ થઈ શકે છે. ઓક્ટોબરના બીજા અઠવાડિયામાં બહુચરાજી આસપાસ વિશાળ સભા માટે જગ્યા શોધવાનું તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે. પીએમ મોદીના હસ્તે બહુચરાજી મંદિરનો 200 કરોડનો વિકાસ પ્લાન  લોકાર્પણ થઈ શકે છે. દૂધસાગર ડેરી પાવડર પ્લાન્ટ,બહુચરાજી નવીન રેલવે સ્ટેશનનું પણ લોકાર્પણનો કાર્યક્રમ યોજાઇ શકે છે. મોઢેરા સોલર પ્લાન્ટના પણ ઉદ્ધાટનનું આયોજન છે. સમગ્ર કાર્યક્રમને લઈ પીએમ નરેન્દ્ર મોદીની વિશાળ જાહેરસભા માટે જગ્યા શોધવા તંત્ર કામે લાગી ગયું છે.

તો બીજી તરફ ગુજરાતના અન્ય એક પ્રવાસમાં પ્રધાનમંત્રી રાજકોટમાં 19 ઓક્ટોબરે જાહેરસભાને સંબોધન કરી સૌરાષ્ટ્રમાં ભાજપની પકડને મજબૂત કરશે. તેની સાથે જ 5 હજાર કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ પણ કરશે. પીએમના કાર્યક્રમની આધાકારીક જાહેરાત તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. આ અંગે પીએમના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત પણ કરી દેવાઇ છે. પીએમના રાજકોટ પ્રવાસ અંગે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ દ્વારા માહિતી આપવામાં આવી છે.તેમણે જણાવ્યું કે પીએમ મોદી આગામી 19 ઓક્ટોબરે રાજકોટની મુલાકાતે આવશે. રાજકોટ ખાતે 5 હજાર કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ તેમજ ખાતમુહર્ત કરશે. કોર્પોરેશન, જિલ્લા વહીવટી તંત્ર, રેલવે સહિતના વિભાગો દ્વારા સયુંકત રીતે કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં ઓવરબ્રિજ, લાઈટ હાઉસ પ્રોજેક્ટ, સાયન્સ મ્યુઝિયમ, ખીરસરા જીઆઇડીસી, રાજકોટ-કાનાલુસ રેલવેના ડબલ લાઈન સહિતના પ્રોજેક્ટનો સમાવેશ કરાયો છે.

વંદે ભારત ટ્રેનને વડાપ્રધાને આપી લીલીઝંડી

Screenshot 3 27

ગાંધીનગરના રેલ્વે સ્ટેશન પરથી  વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ વંદે ભારત ટ્રેન નો પ્રારંભ કરાવ્યો હતો.આ પ્રસંગે  મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલ , કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ,રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજી ,પ્રદેશ અધ્યક્ષ  સી.આર.પાટીલ  ,કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.