વડાપ્રધાન મોદી 30મીએ વંદે ભારતને ગાંધીનગરથી લીલી ઝંડી આપશે !!!

ચાલુ વર્ષના અંત સુધીમાં તમામ મોટા શહેરોને જોડી 75 વંદે ભારત એક્સપ્રેસ દોડાવવામાં આવશે : રેલ મંત્રી

હાલ ભારત દેશ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત પરિવહન ક્ષેત્રે પણ ખૂબ જ મોટી ક્રાંતિ સર્જી રહ્યું છે ત્યારે અમદાવાદથી મુંબઈ વચ્ચે જે વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવશે તેનાથી પરિવહન ક્ષેત્રે ખૂબ જ મોટો ફાયદો અને ક્રાંતિ સર્જાશે. આ વાતને ધ્યાને લઈ વડાપ્રધાન મોદી દ્વારા 30 સપ્ટેમ્બર ના રોજ ગાંધીનગર થી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઠંડી આપવામાં આવશે અને લોકોની સેવામાં મુકાશે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે અમદાવાદ મુંબઈ વચ્ચે જે બુલેટ ટ્રેનની કામગીરી શરૂ છે તે જાન્યુઆરી થી ફેબ્રુઆરી માસ દરમિયાન પૂર્ણ કરી દેવામાં આવશે. અને એટલું જ નહીં અન્ય ચારથી પાંચ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને પણ દોડાવવામાં આવશે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા મુજબ એ વાત સ્પષ્ટ છે કે, વર્ષના અંત સુધીમાં દેશના 75 જેટલા શહેરોમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને દોડાવવામાં આવશે જેના માટેની સંપૂર્ણ તૈયારીઓને આખરી ઓપ અપાવી દેવામાં આવ્યો છે. બીજી તરફ તેઓએ જણાવ્યું હતું કે અંડરશી ટનલ બનાવવામાં જે કંપની રસ ધરાવતી હોય તેમના માટે ટેન્ડર પ્રક્રિયા પણ ખુલી મૂકવામાં આવશે.

આ તમામ બુલેટ ટ્રેન અને વંદે ભારત માટે જે જરૂરી રિપોર્ટ્સ મળવા જોઈએ તે તમામ મળી ચૂક્યા છે. અને આગળ કામગીરી પણ હાથ ધરાઈ છે.  દેશની ત્રીજી અને ગુજરાતની પહેલી વંદે ભારત એક્સપ્રેસનું 30 સપ્ટેમ્બરથી ગાંધીનગરથી મુંબઈ વચ્ચે સંચાલન શરૂ કરાશે. આ ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઝંડી આપ્યા બાદ  પ્રસ્થાન કરાવશે તેમ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું. અતિ આધુનિક રેલવે ટ્રેનો બનાવવા માટે રેલ મંત્રીએ જણાવ્યું હતું કે બુલેટ સ્ટેશન માટે જેટલા જરૂરી સ્ટેશન છે તેની કામગીરી પણ પૂર ઝડપે શરૂ કરી દેવામાં આવી છે અને આવનારા જૂથ સમયમાં જ આ તમામ સ્ટેશનો યથાવત રીતે શરૂ થઈ જશે. રેલવે મંત્રીએ જણાવ્યું કે, વર્ષના અંત સુધીમાં દેશના તમામ મોટા શહેરોને જોડતી 75 વંદેભારત એક્સપ્રેસ દોડાવાશે.સાબરમતી ઈન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ હબ ફેબ્રુઆરી સુધીમાં શરૂ થશે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે સાબરમતી ખાતે ઈન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ હબ તૈયાર કરાઈ રહ્યું છે.

3.54 હેક્ટરમાં 332 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા આ હબમાં બ્લોક એ 9 માળની તેમજ બ્લોક બી 7 માળની એમ બે બિલ્ડિંગ સાથે બની રહ્યું છે.બુલેટ સ્ટેશન જે બનાવવામાં આવશે તેમાં  વિવિધ ઓફિસો તેમજ બિલ્ડિંગ બીમાં હોટલ, મોલ સહિત અન્ય સ્ટોર શરૂ કરાશે. આ હબના ત્રીજા માળ સાથે 10 મીટર પહોળા ફૂટઓવર બ્રિજથી બુલેટ ટ્રેનનો સાબરમતી સ્ટેશન જોડાશે. જ્યારે હબના બીજા માળથી 8 મીટર પહોળા ફૂટ ઓવરબ્રિજથી મેટ્રો સ્ટેશન અને બીઆરટીએસ સ્ટેશન તેમજ સાબરમતી રેલવે સ્ટેશન જોડાશે.