Abtak Media Google News

જન ઔષધિ દિવસ નિમિતે કાર્યક્રમ

કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના, દ્વારા રોગ નિદાન અંગેની સવલતો અને દવાઓ જનઔષધિ કેન્દ્રો પર સસ્તા દરે પ્રજાજનોને મળી રહી છે. અને દેશના ૭૦૦ થી વધુ જીલ્લાઓમાં ૬૨૦૪ જેટલા જનઔષધિ કેન્દ્રો કાર્યરત છે. ૯૦૦ કરતાં વધુ દવાઓ અને ૧૫૪ કરતાં વધુ સર્જીકલ સાધનો આ જનઔષધિ  કેન્દ્રો પર રાહતદરે મળે છે. આ જનઔષધિ કેન્દ્રો પ્રધાનમંત્રીજી કી દુકાન, તરીકે ઓળખાઇ રહ્યા છે. ત્યારે આવતીકાલે તા.૭ માર્ચના જન ઔષધિ દિવસ હોય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા  આ પરિયોજના ના લાભાર્થીઓ તેમજ જનઔષધિ કેન્દ્રોના દુકાનદારો સાથે વિડીયો કોન્ફરન્સના માઘ્યમથી સંવાદ કાર્યક્રમ યોજાયેલ આ કાર્યક્રમમાં શહેરના કીસાનપરા ચોક, મહીલા કોલેજ રોડ પર આવેલ જન ઔષધિ મેડીકલ સ્ટોર ત્રિવેણી સંગમ એપાર્ટમેન્ટ ખાતે સાંસદ મોહનભાઇ કુંડારીયા, નીતીનભાઇ ભારદ્વાજ, કમલેશ મિરાણી, બીનાબેન આચાર્ય, દેવાંગ માંકડ, વિક્રમ પુજારા, રઘુભાઇ ધોળકીયા, મહેશ  રાઠોડ વોર્ડ તેમજ નં. ૧,૨,૮,૯,૧૦ ના કાર્યકર્તાઓ તેમજ મંગળા મેઇન રોડ, મનહર પ્લોટ શેરી નં.૭, રામમંદીર સામે જન ઔષધિ કેન્દ્ર તેમજ મનહર પ્લોટ-૧૩, ક્ધયા છાત્રાલય સામે, વિદ્યાનગર મેઇન રોડ, જનઔષધિ કેન્દ્ર ખાતે જીતુભાઇ કોઠારી, ગોવિંદભાઇ પટેલ, વીરેન્દ્રસિંહ ઝાલા, મનીશ ભટ્ટ, અનીલભાઇ પારેખ, અજય પરમાર, ડો. જૈમનભાઇ ઉપાઘ્યાય તેમજ વોર્ડ નં. ૭,૧૪,૧૭ ના કાર્યકર્તાઓ તેમજ સનલાઇટ પ્લાઝા કોમ્પલેક્ષ, બાલક હનુમાન મંદીર ચોક, પેડક રોડ સ્થિત જનઔષધિ કેન્દ્ર ખાતે કિશોરભાઇ રાઠોડ, અરવિંદભાઇ રૈયાણી, કંચનબેન સિઘ્ધપુરા, દલસુખભાઇ જાગાણી તેમજ વોર્ડ નઁ. ૩, ૪, ૫, ૬, ૧૫, ૧૬ ના કાર્યકર્તાઓ તેમજ  રાજકોટવાલા કોમ્પલેક્ષ, મવડી ચોકડી જનઔષધિ કેન્દ્ર ખાતે રાજુભાઇ બોરીચા, લાખાભાઇ સાગઠીયા,  દીવ્યરાજસિંહ ગોહીલ તેમજ વોર્ડ નં. ૧૧, ૧૨,૧૩  અને ૧૮ ના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉ૫સ્થિત રહેલ.

6 Banna For Site

આ તકે કશ્યપભાઇ શુકલ, નરેન્દ્રસિંહ ઠાકુર, માધવ દવે, દીનેશ કારીયા, જીણાભાઇ ચાવડા, પરેશ પીપળીયા, રમેશ અકબરી, સુરેન્દ્રસિંહ વાળા, નિલેશ જલુ, પ્રદિપ ડવ, આસીફ સલોત, ડી.બી. ખીમસુરીયા, ગૌતમ ગોસ્વામી, હા‚ન શાહમદાર, સહીતના કાર્યકર્તાઓની સાથે જન ઔષધિ કેન્દ્રના અનિલભાઇ પાંચાણી, ચેતનભાઇ દુસરા, બસઁલભાઇ, સચિનગીરી ગોસ્વામી, મહેશભાઇ પટેલ, તેજશ ત્રિવેદી, વીરલભાઇ જોશી સહીતના ઉ૫સ્થિત રહ્યા હતા.

3 5

કમલેશભાઇ મિરાણીએ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતું કે સાતમી માર્ચ જન ઔષધિ દિવસ નીમીતે નરેન્દ્રભાઇ મોદી આરોગ્ય માટે નવો વિચાર આવ્યો છે કે લોકોને પરવડે તેવા પ્રકારની એલોપેથીક દવા મળતી હતી.  ત્યારે લોકોને સસ્તી કિંમતે જેનેરીક દવાઓ મળે અને તેનો લાભ લોકોને મળે તે માટે ગુજરાત અને દેશભરમાં જન ઔષધિ કેન્દ્રો શરુ કરવામાં આવ્યા હતા. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જન ઔષધિ કેન્દ્ર સાથેના માલીક તેમજ પબ્લીક સાથે સંવાદ કરવાના છે. ત્યારે રાજકોટ ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના પાંચ જગ્યાએ સભાનું આયોજન કર્યુ છે.

મોહનભાઇ કુંડરીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ભારતમાં ૭૦૦ થી વધુ જીલ્લાઓમાં ૬૦૦૦ થી વધુ કેન્દ્રો ખોલવાની સરકારે નિર્ણય કર્યો છે. લોકોને સસ્તી દવા મળે પ્રધાનમંત્રી  દુકાન ખાસ કરીને ભારતમાં જાગૃતા લાવવા માટે આવા કેન્દ્રોમાં આવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

4 2

અનિલભાઇએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જન ઔષધિ દિન નિમિતે ફ્રી કેમ્પનું આયોજન કરેલું છે. જન ઔષધિ દવા એટલે જેનરીક દવા જે દવા કવોલીટીમાં ખુબ સારી હોય છે પરંતુ તેની કિંમત નજીવી હોય છે. તે કોઇ બ્રાન્ડની હોતી નથી. અહીં દવા માર્કેટ કરતા ૯૦ ટકા સસ્તી મળે છે. લોકોના માનસીકતા બહારની દવા લેવાની હોય છે ત્યારે અહિં જન ઔષધિની દવા લેવા માટે સમજાવવું ખુબ અધરું પડે છે. આજથી સાડા ત્રણ વર્ષ પહેલા અમે આ સ્ટોર શરુ કરેલ હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.