Abtak Media Google News

ગાંધી જયંતિ નિમિત્તે રિવર ફ્રન્ટ ખાતે ૨૦,૦૦૦થી વધુ સરપંચોને સંબોધીને દેશને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત જાહેર કરશે: સાબરમતી આશ્રમની પણ મુલાકાત લેશે

 

મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિની નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે પધારી રહ્યાં છે. તેઓ રિવર ફ્રન્ટ ખાતે ગુજરાત સહિત વિવિધ રાજ્યોના ૨૦,૦૦૦થી વધુ સરપંચોને સંબોધીત પણ કરવાના છે. આ સાથે તેઓ દેશને ખુલ્લામાં શૌચક્રિયાથી મુકત જાહેર પણ કરવાના છે. વધુમાં વડાપ્રધાન મોદી સાબરમતી આશ્રમની પણ મુલાકાત લેવાના છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધી જયંતી નિમિત્તે ગુજરાતની મુલાકાતે આવતીકાલે આવવાના છે. તેઓ સાંજે ૬ કલાકે અમદાવાદ એરપોર્ટ પર પહોંચવાના છે. જ્યાં તેમનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા અને અમદાવાદના મેયર બિજલ પટેલ તેમનું સ્વાગત કરશે. ત્યારબાદ તેઓ ૬:૪૫ કલાકે સાબરમતી આશ્રમની મુલાકાતે જવાના છે. તેઓ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરશે. વડાપ્રધાન અહીં કોઈ સભાને સંબોધવાના નથી અહીં તેઓ માત્ર મુલાકાતે જ પધારવાના છે. ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી મગન નિવાસમાં ચરખા ગેલેરીની પણ મુલાકાત લેશે. જે બાળકો આ પ્રવૃતિ સાથે જોડાયેલા છે તેમાંથી પાંચ બાળકો સાથે વાતચીત પણ કરવાના છે. ત્યારબાદ મહાત્મા ગાંધીજીના નિવાસ સ્થાન હૃદયકુંજમાં જઈ વડાપ્રધાન મોદી મહાત્મા ગાંધીની તસવીરને સુતરની આંટી પહેરાવશે.

બાદમાં અમદાવાદના રિવર ફ્રન્ટ ખાતે ૨૦,૦૦૦થી વધુ સરપંચોનું સંમેલન યોજાવાનું છે. જેમાં ૧૦,૦૦૦ જેટલા ગુજરાતના સરપંચો અને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસન, બિહાર, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, પંજાબ, હરીયાણા તેમજ કેન્દ્ર શાસીત પ્રદેશોના ૧૦,૦૦૦ જેટલા સરપંચો મળી કુલ ૨૦,૦૦૦થી વધુ સરપંચો ઉપસ્તિ રહેવાના છે. આ સરપંચોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધીત પણ કરવાના છે. આ વેળાએ વડાપ્રધાન દેશને ખુલ્લામાં શૌચમુક્ત જાહેર કરશે તેવું નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે અગાઉ જણાવ્યું હતું. ગુજરાતની મુલાકાતે આવનાર અન્ય રાજ્યના તમામ સરપંચોને મહેસાણા, સુરત અને વડોદરા ઝોનમાં વહેંચી દેવામાં આવ્યા છે. આ સરપંચોએ શૌચમુક્ત મોડેલ ગામોની તેમજ ગાંધી હેરીટેજ સાઈટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિઝીટ પણ કરી છે. આમ ગાંધી જયંતિ નિમિત્તે વડાપ્રધાન ખાસ સાબરમતી આશ્રમની મુલાકાતે અર્થે તેમજ સરપંચોને સંબોધીત કરવા અર્થે ગુજરાતની મુલાકાત લેવાના છે.

મહાત્મા ગાંધી મંદિરથી ગાંધી આશ્રમ સુધી કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાની સાયકલ યાત્રા

ઇન્ડિયાઝ બ્લાઇન્ડ ફોલ્ડેડ વન્ડર બોય તરીકે ઓળખાતો જીત ત્રિવેદીએ ૨૬ કિલોમીટર સુધીની સમગ્ર સાયકલ યાત્રા દરમિયાન આંખે પાટા બાંધીને-બંધ આંખે સાયકલ ચલાવી એક નવો વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ ફિટ ઇન્ડિયા કેમ્પેઇન, સ્વચ્છ ભારત અભિયાન તેમજ મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આજરોજ સાઇકલ યાત્રા યોજાશે. સવારે ૭.૩૦ કલાકે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર થી અમદાવાદ સ્થિત સાબરમતી આશ્રમ (ગાંધી આશ્રમ) ખાતે ૧૦.૩૦ કલાકે પહોંચી હતી. કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઇ રૂપાલાની આગેવાની હેઠળની આશરે ૨૬ કિલોમીટર લાંબી સાયકલ યાત્રામા સ્વચ્છતા અભિયાન તથા સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ભારતના સંદેશ સાથે મોટી સંખ્યામાં કાર્યકરો તથા નગરજનો ભાગ લેશે. ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી આ સાઇકલ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ સાઇકલ યાત્રામાં કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઇ રૂપાલા સાથે આંખે પાટા બાંધીને વિવિધ રંગો ઓળખી બતાવનાર, સ્કુટર ચલાવનાર, સાયકલ ચલાવવામાં નિપૂર્ણ અને ૬ વર્લ્ડ રેકોર્ડ ધરાવનાર જીત ત્રિવેદી પણ ૨૬ કિલોમીટર લાંબી આ સાયકલ યાત્રામાં આંખે પાટા બાંધીને ભાગ લીધો હતો. ઇન્ડિયાઝ બ્લાઇન્ડ ફોલ્ડેડ વન્ડર બોય તરીકે ઓળખાતો જીત ત્રિવેદી આ ૨૬ કિલોમીટર સુધીની સમગ્ર સાયકલ યાત્રા દરમ્યાન આંખે પાટા બાંધીને-બંધ આંખે સાયકલ ચલાવી એક નવો વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો હતો. તેમ ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજભાઈ પટેલે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.