Abtak Media Google News

આવતીકાલે સાંજે અમદાવાદ એરપોર્ટ પર આગમન: રિવરફ્રન્ટ ખાતે ખાદી ઉત્સવમાં ઉપસ્થિત રહેશે: રવિવારે ભુજમાં સ્મૃતિવન મેમોરિયલનું લોકાર્પણ સહિતના કાર્યક્રમોમાં આપશે હાજરી

ગુજરાત વિધાનસભાની ચુંટણી જેમ જેમ નજીક આવી રહી છે કે તેમ તેમ ભાજપ કોંગ્રેસ અને આપના રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં આંટા ફેર સતત વધી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતીકાલથી ફરી બે દિવસ માટે માદરે વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ અમદાવાદ અને ભુજમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.

આવતીકાલે સાંજે પ કલાકે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનુ અમદાવાદ એરપોર્ટ પર આગમન થશ તેઓ 7.30 કલાકે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનારા ખાદી ઉત્સવ સહિતના કાર્યક્રમોમાં હાજરી આપશે. રિવરફ્રન્ટ ખાતે બનાવવામાં આવેલા બ્રિજનું વડાપ્રધાનના હસ્તે ઇ-લોકાપર્ણ કરવામાં આવશે. આ બ્રિજને અટલ બ્રિજ નામ આપવામાં આવ્યું છે. આ બ્રિજ વિશેષ ડિઝાઇન સાથે બનાવવામાં આવ્યો છે. વડાપ્રધાન રાત્રી રોકાણ ગાંધીનગર સ્થિત  રાજ ભવન ખાતે કરશે.

ર8મીને રવિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કચ્છના ભુજની મુલાકાત લેશે સવારે 10 કલાકે તેઓ ભુજમાં નિર્માણ પામેલા સ્મૃતિ ભવનની મુલાકાત લેશે અને તેનું લોકાપર્ણ કરશે. ગુજરાતમાં વર્ષ 2001માં આવેલા વિનાશક  ભૂકંપમાં એક રેલીમા જતા 185 બાળકો અને ર0 શિક્ષકો ભૂકંપના કારણે ધરાશાયી થયેલી એક ઇમારતના કાટમાળ નીચે દટાઇ જવાના કારણે તમામના મોત નિપજયા હતા આ કરૂણતાની સમગ્ર વિશ્ર્વમાં નોંધ લેવાય હતી.

ગુજરાતના મુખ્યમંત્રી પદે હતા ત્યારે નરેન્દ્રભાઇ મોદીએ સ્મૃતિ સ્મારક બનાવવાની જાહેરાત કરી હતી. જે તૈયાર થઇ ગયું હોય વડાપ્રધાન દ્વારા રવિવારે તેનું લોકાર્પણ કરવામાં આવશે. આ લોકાર્પણ કર્યા બાદ ભુજમાં સવારે 11.30 કલાકે ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણવર્મા કેએસકેવી યુનિવર્સિટી ગ્રાઉન્ડ ભુજ ખાતે યોજનારા કાર્યક્રમમાં હાજરી આપી એક સભાને સંબોધશે બપોરે 1ર કલાકે તેઓના હસ્તે ભુજમાં વિવિધ પ્રોજેકટનું ખાતમુહુર્ત કરવામાં આવશે અને અલગ અલગ પ્રોજેકટ રાષ્ટ્રને સમર્પીત કરશે.

વડાપ્રધાન દ્વારા રવિવારે ભુજ ખાતે 90 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા રિજિયોનલ સાયન્સ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવશે.

ત્યારબાદ તેઓ ગાંધીનગર ખાતે પરત ફરશે અને સાંજે પ કલાકે વડાપ્રધાન મહાત્મા ગાંધી મંદિર ખાતે યોજાનારા ભારતમાં સુઝુકીના 40 વર્ષના સ્મૃતિ કાર્યક્રમમાં હાજરી આપશે. વડાપ્રધાન ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી  અમિત શાહ પણ આવતીકાલે રાત્રે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ રવિવારે પોતાના સંસદીય મત વિસ્તારમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

  • અમિત શાહ 11મીએ અમરેલીમાં દેશના સૌથી મોટા હની- આઈસ્ક્રીમ પ્લાન્ટનું કરશે લોકાર્પણ
  • ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ આપી પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી

Amit Shah Age, Caste, Wife, Children, Family, Biography &Amp; More » Starsunfolded

કેન્દ્રીય ગૃહમંત્રી તથા સહકારી મંત્રી અમિત શાહ આગામી 11મી સપ્ટેમ્બરે  દેશના સૌથી મોટા હની પ્લાન્ટ તથા આઇસ્ક્રીમ પ્લાન્ટનું લોકાર્પણ કરવા અમરેલી આવશે. તેઓ જિલ્લાની સહકારી સંસ્થાઓને સંબોધન કરશે.

ઇફકોના ચેરમેન દિલીપભાઇ સંઘાણીએ આ અગે વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં સહકાર મંત્રાલય શરૂ થતાંની સાથે જ કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઇ શાહ દેશના છેવાડાના ગ્રામીય વિસ્તારોના માનવીઓને આર્થિક રોજગારી પ્રાપ્ત થાય અને તેમનું જીવન સુરક્ષિત અને સમૃધ્ધ બને તે માટે અનેકવિધ યોજનાઓના માધ્યમથી મથામણ કરી રહ્યાં છે. તાલુકા વેંચાણ સંઘ, જિલ્લા વેચાણ સંઘ, જિલ્લા બેંક સહિત અનેક દિશાઓમાંથી સહકાર ક્ષેત્રમાં કામો કરવામાં આવી રહ્યાં છે. આ કામ વધુ મજબૂત અને સક્ષમ બને અને રોજગારી આપીને સહકારી ક્ષેત્રમાં વધુ વિશ્વાસ પ્રાપ્ત થાય યુવાનો વધુમાં વધુ સહકારી પ્રવૃત્તિઓમાંથી પ્રેરણા લે તે માટે કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહની અમરેલી મુલાકાતથી સહકારક્ષેત્રને વધુ બળ મળશે. વધુમાં દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે, અમરેલી સહકાર ક્ષેત્ર એક નવિનત્તમ એક્તાનું દર્શન કરાવે છે.

તમામ સહકારી મુખ્ય સંસ્થાઓ એકમંચ પર ખુલ્લામાં સામાન્ય સભા મળીને હિસાબ – કિતાબ આપે છે. સહકારી એક્તાના માધ્યમથી સહકારમંત્રી આ જિલ્લાના લોકોને રોજગારી મળે તેના માટેના વિવિધ ક્ષેત્રમાં કામ કરે છે. આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, અમર ડેરી ખાતે સહકારી સંમેલન યોજાનાર છે જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી હાજરી આપશે. આ તકે તેમના હસ્તે દેશના સૌથી મોટા હની પ્લાન્ટ તથા આઇસ્ક્રીમ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવશે. સહકારી એક્તાના માધ્યમથી આ જિલ્લાના લોકોને રોજગારી મળે તેના માટેના વિવિધ ક્ષેત્રમાં કામ કરે છે.

આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, અમર ડેરી ખાતે સહકારી સંમેલન યોજાનાર છે જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી હાજરી આપશે. આ તકે તેમના હસ્તે દેશના સૌથી મોટા હની પ્લાન્ટ તથા આઇસ્ક્રીમ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિતભાઈ શાહ અમરેલી આવનાર હોય ત્યારે તેમના કાર્યક્રમની રૂપરેખા આપતી વખતે સાંસદ નારણભાઇ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીકભાઇ વેકરીયા, અશ્વિનભાઇ સાવલીયા, અરૂણભાઇ પટેલ, બી.એસ. કોઠીયા, બી.એસ. પટેલ, ભાવનાબેન ગોંડલીયા સહિત અમરડેરી અને જિલ્લા બેંકના ડિરેકટરો હાજર રહ્યાં હતાં. કેન્દ્રીય ગૃહ અને સહકાર  મંત્રી આગામી તા.11ના રોજ અમરેલી આવનાર હોવાથી વહીવટીતંત્રમાં સળવળાટ થયો છે. તંત્ર દ્વારા કેન્દ્રીય મંત્રીને આવકારવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.