Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 15 સપ્ટેમ્બરથી ‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ની શરૂઆત કરી છે. પીએમ મોદીએ સમાજના વિવિધ વર્ગોના લગભગ 2000 લોકોને પત્ર લખીને આ સ્વચ્છતા અભિયાનનો હિસ્સો બનવા માટે આમંત્રિત કર્યા છે, જેથી તેને સફળ બનાવી શકાય.

આધિકારિક સૂત્રોએ જણાવ્યું કે જે લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે તેમાં પૂર્વ ન્યાયાધીશ, અવકાશ પ્રાપ્ત અધિકારી, વીરતા પુરસ્કારના વિજેતા તથા રાષ્ટ્રમંડળ અને એશિયન રમતોના મેડલ વિજેતાઓ સામેલ છે. તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ, ઉપમુખ્યમંત્રીઓ, રાજ્યપાલ અને ઉપરાજ્યપાલને પણ વ્યક્તિગત રીતે આ પત્ર મળ્યો છે.

કેટલાક મુખ્ય ધાર્મિક નેતાઓ, ફિલ્મી હસ્તીઓ, ખેલાડીઓ, લેખકો અને પત્રકારોને પણ વડાપ્રધાનનો આ પત્ર મળ્યો છે. મોદી વીડિયો કોન્ફરન્સિંગમાં વાત કરી રહ્યા છે તે દરમિયાન અમિતાભ બચ્ચન, રતન ટાટા સહિત ઘણા લોકો ઉપસ્થિત રહ્યા.

પીએમ મોદીએ કહ્યું કે, “સ્વચ્છતા હી સેવા મિશનનો ઉદ્દેશ બાપુનું સ્વચ્છ ભારતનું સ્વપ્ન પૂરું કરવાનો છે. આજથી લઈને ગાંધી જયંતી સુધી બાપુના આ સ્વપ્નને પૂરું કરવાનો આપણે સંકલ્પ કરીએ. 4 વર્ષ પહેલા શરૂ થયેલું આ અભિયાન આજે બહુ મહત્વના તબક્કામાં પહોંચી ચૂક્યું છે. આપણે ગર્વથી કહી શકીએ છીએ કે દેશના તમામ વર્ગના લોકો આ મિશનમાં જોડાઈ ચૂક્યા છે.”

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.