Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે પણ રૂ.૧૧૨.૩૧ કરોડના જુદા જુદા  પ્રોજેક્ટનું શુક્રવારે લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાશે

રાજકોટ મહાપાલિકા દ્વારા રૈયા સ્માર્ટ સિટી એરિયા ખાતે રૂ. ૧૧૮ કરોડના ખર્ચે નિર્માણ પામનાર લાઈટ હાઉસ પ્રોજેક્ટ આવાસ યોજનાનું ઈ-ખાતમુહૂર્ત  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે કરવામાં આવશે.આ તકે  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહેશે.

મહાપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ મંડળ સત્તામંડળ દ્વારા પરશુરામ મંદિરધામ પાસે, રૈયાગામ પાછળ, રૈયા રોડ રાજકોટ ખાતે યોજાનાર આ કાર્યક્રમ દરમ્યાન રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે રૂ. ૧૧૨.૩૧ કરોડના જુદા જુદા વિવિધ પ્રોજેક્ટનુ લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૫માં અમૃત યોજના અંતર્ગત આજી ડેમ વિસ્તારના હીલ ગાર્ડન પાસેની ખુલ્લી જગ્યામાં લેન્ડ સ્કેપીંગ તથા ગાર્ડન, વોર્ડ નં.૦૩ માં રેલનગર વિસ્તારોમાં પાણીની ડી.આઇ. પાઇપ લાઇન, જળકુંભી (ગાંડી વેલ) વનસ્પતી દુર કરવા માટેના મશીન અને વોર્ડ નં.૧૪ માં કોઠારીયા રોડ પર આવેલ વોર્ડ ઓફિસ  ૧૪ (અ) માં નવી વોર્ડ ઓફિસનું લોકાર્પણ થશે.

જયારે વોર્ડ નં. ૪માં ભગવતીપરા વિસ્તારમાં નવી શાળા બનાવવાનું કામ, કોઠારિયા સર્વે નં. ૩પર પૈકીની જમીન ઉપર સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નવું સેમી ક્લોઝડ ટાઇપ રીફયુઝડ ટ્રાન્સફર સ્ટેશન જરૂરી આનુસંગિક સુવિધા સાથે બનાવવાનું સીવીલ કામ, શહેરમાં ભાવનગર રોડ અમુલ સર્કલ નજીક આવેલ આજી ડેપો ખાતે નવા ઈલેક્ટ્રીક બસ ડેપોનું નિર્માણ, વોર્ડ નં.- ૧૦ કાલાવડ રોડ, આત્મીય કોલેજની બાજુમાં, હૈયાત ઈ.એસ.આર.ની બાજુમાં, નવાં ૩૦ લાખ લિટર ક્ષમતાંનો, ૨૪ મીટર સ્ટેજીંગ હાઈટ ધરાવતો, ઈ.એસ.આર. તથા ન્યારી ફિલ્ટર પ્લાન્ટ થી ન્યારી ઈ.એસ.આર. સુધી, ૯૧૪ મી.મી. વ્યાસની ૬૫૦ મીટર લંબાઈ ની એમ.એસ. પાઈપ લાઈનનું સિવિલ એન્જીનીયરીંગ બાંધકામ પ્રોજેક્ટ કરવાનું કામ, વોર્ડ નં.૩ માં જંકશન પ્લોટ તેમજ કોલસાવાડી વિસ્તારને ડામર રીકાર્પેટ કરવાનું કામ, સોખડા ખાતે આવેલ સર્વે ન.-૧૦ અને ૧૧ની જમીન ફરતે કમ્પાઉન્ડ વોલ કરવાનું તથા ઓફીસ કામ, વોર્ડ નં૪ મા ટીપી ૩૧ મા ટીપી રોડ મેટલીંગ કરવાનું કામ, વોર્ડ નં.૩ માં મહર્ષિ દયાનંદ સરસ્વતી ટાઉનશીપ પાસેનો ટી.પી. રોડ તથા રેલનગરમાં અન્ય મેટલીંગ થયેલ ટી.પી. રોડને ડામર કરવાનું કામ, વોર્ડ.ન.૧૮ મા બોલબાલા રોડની બન્ને બાજુ ફૂટપાથ કરવા અને રસ્તાની બન્ને બાજુ સાઈડ સોલ્ડર અને મેટલીંગ કરવાનું કામ, વોર્ડ.ન.૧૮ મા સાઈબાબા સર્કલથી ૨૪.૦૦ મી. ટી.પી. રોડ પર ઉતર બાજુ આવેલ સોસાયટીઓમા મેટલીંગ કરવાનું કામ, વોર્ડ નં.-૯માં નાગરીક બેંક થી સાધુ વાસવાણી મેઇન રોડ સુધી ૯૦૦ એમ.એમ. ડાયા સ્ટ્રોમ વોટર પાઇપ લાઇન નાંખવાનું કામ, વોર્ડ નં.૧૪ માં આવેલ કેનાલ રોડ પર આવેલ લલુડી વોકળી તથા જીનપ્રેસ તરફ જવાના રસ્તા પર આવેલ જુનવાણી નાલુ પહોળુ/નવું કરવા અંગે, મોરબી રોડ પર વેલનાથ પરામાં મેટલીંગ કરવાનું કામ, વોર્ડ નં ૪ મા ટીપી સ્કીમ નં ૧૭મા આવેલ ગણેશ પાર્ક તથા લાગુ ૧૫ મીટર તથા ૧૨ મીટર ટીપી રોડ પર ૨૫૦,૧૫૦ તથા ૧૦૦ મીમી ડાયા  ડી.આઈ.પાઈપ લાઈન નાખી જરૂરી જોડાણ કરવાનું કામ, વોર્ડ નં.-૯માં રૈયા વોંકળામાં સવન એપાર્ટમેન્ટ થી રૈયા સ્મશાન સુધી રીટેઇનીંગ વોલ કરવાનું કામ, વોર્ડ નં ૪ મા ભગવતીપરા શેરી નં ૫મા છખઈ સ્કુલની પાસે આવેલ જુના આરોગ્ય કેન્દ્ર ડીસમેન્ટલ કરી નવુ આરોગ્ય કેન્દ્ર બનાવવાનું કામ, વોર્ડ નં ૪ મા ટીપી સ્કીમ નં ૧૫મા ક્રિષ્ના સોસા.બી તથા તેને લાગુ ૧૮મીટર ૧૨મીટર તથા ૯મીટર ટીપી રોડ પર ૩૦૦,૨૦૦,૧૫૦ તથા ૧૦૦ મીમી ડાયા ડી.આઈ પાઇપ લાઈન નાખી જરૂરી જોડાણ કરવાનું કામ, વોર્ડ નં.૨ માં રેસકોર્ષ ખાતે સાયન્સ ભવન, શ્રી અરવિંદભાઇ મણિયાર ઇન્સ્ટીટ્યુટ ઓફ કોમ્પ્યુટર અને પ્રમુખ સ્વામી પ્લેનેટોરીયમને ઇલેકટ્રીફીકેશન વર્ક સહિત રીનોવેશન કરવાનું કામ, વોર્ડ નં.-૧રમાં આવેલ ર૪.૦૦ મી. ટી.પી. રોડ પર શનૈશ્વર પાર્કની પાછળનાં ભાગે બોકસ કલવર્ટ કરવાનું કામ, વોર્ડ નં.૦૭ માં રામનાથપરા ઇન્દીરાબ્રીજ પાસે રા.મ્યુ.કો. નાં પ્લોટમાં ફુલ બજાર બનાવવાનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

રૂડા વિસ્તારના માધાપર ગામે ભુગર્ભ ગટર, ટી.પી.-૯, ટી.પી-૧૭ અવધ રોડ અને ગોકુલ-મથુરા સોસાયટીના રસ્તાનું ડામર કામ, રીંગરોડ-૨, ફેઝ-૨ ચે.૬૨૦૦ પર બ્રીજ, શિવાલય એપાર્ટમેન્ટ થી રીંગરોડ (મારૂતી સુઝુકી શોરૂમ) મોરબી બાયપાસને જોડતાં રસ્તાનું ડામર કામ, કાલાવડ રોડ થી હરીપર (પાળ) ગામને જોડતા રસ્તાનું ડામર કામ, ટી.પી.-૧૦ અને ટી.પી.-૧૭ નાં રીઝર્વેશન પ્લોટમાં કમ્પાઉન્ડ વોલ, રૂડા વિસ્તારનાં વિવિધ ગામોમાં સી.સી. રોડ(ફેઝ-૨)નું લોકાર્પણ થશે.

જયારે નારણકા અને વાજડીગઢ ગામના રસ્તાનું ડામર કામ, રૂડા ટ્રાન્સપોર્ટ નગર અને ગુંદા થી કુચીયાદડ (કુવાડવા સરધાર રોડ) સુધીના રસ્તાનું ડામર કામ,  આણંદપર બસ સ્ટેન્ડ થી અમદાવાદ નેશનલ હાઈવેને જોડતો સી.સી. રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.