Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

આંતરરાષ્ટ્રીય મીલેટ્રસ વર્ષ અંતર્ગત 1 નવેમ્બરથી શરૂ થશે ધાન્ય પાકોની ટેકાના ભાવે ખરીદી

હવેથી સરકારી ‘કામચોર’ કર્મીઓને ઘરભેગા કરી દેવાશે

કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડિંગ: 41 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    લોકો માંગે તે પહેલા જ સરકારે કામ કરવાની નવી પરંપરા ઊભી કરી: અમિત શાહ

    30/09/2023

    હવે તામિલનાડુમાં ભાજપે એકલા હાથે લડવું પડશે !

    26/09/2023

    કોંગ્રેસના આઠ સિનિયર નેતાઓને લોકસભાની 26 બેઠકોેની જવાબદારી

    25/09/2023

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»National»વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે કરાવશે મુખ્યમંત્રી માતૃશકિત યોજનાનો આરંભ
National

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે કરાવશે મુખ્યમંત્રી માતૃશકિત યોજનાનો આરંભ

By ABTAK MEDIA15/06/20223 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

વડોદરામાં પીએમના હસ્તે 21 હજાર કરોડના વિવિધ વિકાસ કામોનું કરાશે લોકાર્પણ ખાતમૂહૂર્ત

આગામી   વડાપ્રધાન   નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં વડોદરામાં ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમ આયોજિત થશે, જેમાં વડાપ્રધાનના હસ્તે રૂ.21,000 કરોડથી વધુના વિવિધ વિભાગોના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.

આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યભરમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો શુભારંભ કરશે. મહિલાની સગર્ભાવસ્થાથી માંડીને 1000 દિવસ સુધી માતા અને બાળકોને પોષણયુક્ત આહાર પૂરો પાડવા અને તેમના પોષણની સ્થિતિમાં સુધાર લાવવાના ઉદ્દેશથી ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના જાહેર કરવામાં આવી છે. આ સાથે જ, રાજ્યના તમામ આદિજાતિ તાલુકાઓમાં પોષણ સુધા યોજના લોન્ચ કરવામાં આવશે અને આ યોજનાના લાભ હેઠળ આદિજાતિ વિસ્તારની મહિલાઓને  આવરી લેવામાં આવશે.

માતાનું નબળું પોષણ સ્તર ગર્ભમાં રહેલા બાળકના વિકાસને અવરોધે છે, જે આગળ જતા બાળકના નબળા આરોગ્યમાં પરિણમે છે. સગર્ભા માતાઓમાં કુપોષણ અને પાંડુરોગ બાળકના વૃદ્ધિ અને વિકાસ પર ગંભીર અસર કરે છે. મહિલા ગર્ભ ધારણ કરે તે 270 દિવસ અને બાળકના જન્મથી 2 વર્ષ સુધીના 730 દિવસ, એટલે કે કુલ 1000 દિવસના સમયગાળાને ફર્સ્ટ વિન્ડો ઓફ ઓપોર્ચ્યુનિટી કહેવામાં આવે છે, જે સમય દરમિયાન માતા અને બાળકનું પોષણ સ્તર સુદૃઢ બનાવવું જરૂરી છે. આ બાબતના મહત્વને સમજીને ભારત સરકારના પોષણ અભિયાન અંતર્ગત માતા અને બાળકના આ 1000 દિવસ ઉપર ફોકસ  કરવાનું જણાવવામાં આવ્યું છે. આ તબક્કા દરમિયાન માતાના આહારમાં અન્ન અને પ્રોટીન, ફેટ તેમજ અન્ય સૂક્ષ્મ પોષકતત્વો ઉપલબ્ધ થાય તે ખૂબ અગત્યનું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા આ 1000 દિવસ દરમિયાન સગર્ભા અને પ્રસૂતા માતાઓને પોષણયુક્ત આહાર પૂરો પાડવાના ઉદ્દેશથી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના મંજૂર કરવામાં આવી.

વર્ષ 2022-23માં તમામ પ્રથમ સગર્ભા અને પ્રથમ પ્રસૂતા માતા તથા આરોગ્ય વિભાગના સોફ્ટવેરમાં સગર્ભા તરીકે અથવા જન્મથી બે વર્ષના બાળકની માતા તરીકે નોંધાયેલ લાભાર્થીઓ આ યોજનાનો લાભ લઇ શકે છે. આ યોજના અંતર્ગત દરેક લાભાર્થીને દર મહિને આંગણવાડી કેન્દ્ર પરથી રાશન તરીકે 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ અને 1 લિટર સીંગતેલ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ યોજના માટે રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષના બજેટમાં રૂ.811 કરોડની માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે અને આગામી પાંચ વર્ષ માટે રૂ.4000 કરોડથી વધુ રકમની જોગવાઈ કરવામાં આવશે.

સ્ત્રીના જીવનમાં સગર્ભા અને ધાત્રી અવસ્થા ખુબ જ મહત્વપૂર્ણ છે. માતાના ગર્ભમાં રહેલ શિશુ માટે તેમજ જન્મ બાદ તેને સ્તનપાન કરાવવા માટે માતાને વધુ પ્રમાણમાં પોષણની જરૂરિયાત રહે છે. આ જરૂરિયાતને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે પ્રાયોગિક ધોરણે પોષણ સુધા યોજના ગુજરાતના આદિજાતિ વિસ્તારના પાંચ જિલ્લા (દાહોદ, વલસાડ, મહીસાગર, છોટાઉદેપુર અને નર્મદા) ના 10 તાલુકાઓમાં અમલી બનાવી હતી. હવે તેનું વિસ્તરણ કરીને રાજ્યના તમામ 14 આદિજાતિ જિલ્લાઓના કુલ 106 તાલુકાઓમાં આ યોજના અમલી બનાવવામાં આવશે.

આ યોજના અંતર્ગત આંગણવાડી ઉપર નોંધાયેલ સગર્ભા અને ધાત્રી માતાઓને એક વખતનું સંપૂર્ણ પોષણક્ષમ ભોજન આપવામાં આવે છે. આ સાથે આયર્ન અને કેલ્શિયમની ગોળીઓ તેમજ આરોગ્ય અને પોષણ અંગે શિક્ષણ આપવામાં આવે છે. યોજનાના મોનીટરિંગ અને રિવ્યુ માટે વિશેષ મોબાઇલ એપ્લિકેશન પણ બનાવવામાં આવી છે.

ચાલુ વર્ષમાં આ યોજના માટે રૂ.118 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે હેઠળ દર મહિને અંદાજિત 1.36 લાખ લાભાર્થીઓને આવરી લેવામાં આવશે.

CM Matrushakit featured Guajart News guajrt initiation narendra modi PRIME MINISTER Saturday Scheme
Share. Facebook Twitter WhatsApp
Previous Articleકોરોનાના ઉપાડો: સૌરાષ્ટ્ર-કચ્છમાં 15 સહિત રાજયમાં નવા 165 કેસ
Next Article ખંભાલીડાની ગુફા, ઓસમડુંગર, ઘેલા સોમનાથ, સંગ્રામસિંહજી હાઇસ્કુલ, ગાંધી મ્યુઝિયમમાં યોગ દિવસ ઉજવાશે
ABTAK MEDIA
  • Website

Related Posts

  બેંગકોક મોલમાં હત્યા કર્યા બાદ 14 વર્ષીય શંકાસ્પદ બંદૂકધારીની ધરપકડ

03/10/2023

અદાણીએ ખારઘર-વિક્રોલી ટ્રાન્સમિશન લાઈન શરૂ કરી

03/10/2023

સાબરકાંઠા :ઝારખંડથી નીકળેલી આદિવાસી સુરક્ષા યાત્રાનું કરાયું સમાપન

03/10/2023
Add A Comment

Comments are closed.

Top Posts

આંતરરાષ્ટ્રીય મીલેટ્રસ વર્ષ અંતર્ગત 1 નવેમ્બરથી શરૂ થશે ધાન્ય પાકોની ટેકાના ભાવે ખરીદી

03/10/2023

હવેથી સરકારી ‘કામચોર’ કર્મીઓને ઘરભેગા કરી દેવાશે

03/10/2023

કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડિંગ: 41 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

03/10/2023

એ.એસ.આઇ.ના પુત્ર સહિત બે શખ્સોને રૂ.13 લાખનું એમ.ડી ડ્રગ્સ સપ્લાય કરનાર મુંબઈથી પકડાયો

03/10/2023

પ્રદ્યુમનપાર્ક ઝૂમાં પ્રકૃત્તિ સમિપતાનો લાખેણો લ્હાવો

03/10/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

આંતરરાષ્ટ્રીય મીલેટ્રસ વર્ષ અંતર્ગત 1 નવેમ્બરથી શરૂ થશે ધાન્ય પાકોની ટેકાના ભાવે ખરીદી

હવેથી સરકારી ‘કામચોર’ કર્મીઓને ઘરભેગા કરી દેવાશે

કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડિંગ: 41 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.