Abtak Media Google News

લોકસભામાં ભારત છોડો આંદોલનના ૭૫ વર્ષ પૂર્ણ થતા શહીદોને શ્રધ્ધાંજલી પાઠવતા સૌને સાથે મળીને કામ કરવાનું આહવાન

ભારત છોડો આંદોલનને આજે ૭૫ વર્ષ પૂર્ણ થતા હોય પ્રધાનમંત્રી મોદીએ લોકસભામાં ખાસ સંબોધન કરીને લોકસભામાં શહીદોને શ્રધ્ધાંજલી પાઠવી હતી. તેમજ આ તકે તેમણે એક નિવેદનમાં ‘રણનીતિથી ઉપર રાષ્ટ્રીનીતિ છે’ તેમ જણાવ્યું હતુ.પ્રધાનમંત્રી એ તેમના ઉદબોધનમાં આજનો દિવસ આપણા માટે ગૌરવની વાત છે. તેમ જણાવ્યું હતુ. તેમજ ઈતિહાસની યાદ આપણને તાકાત આપે છે. તેમ પણ જણાવ્યું હતુ. વધુમાં પ્રધાનમંત્રી એ ઉમેર્યું હતુ કે ૧૮૫૭માં સૌ પ્રથમ સમગ્ર દેશમાં આઝાદીનું બ્યુગલ વાગ્યું હતુ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમણે યાદ કર્યા હતા. તેમજ ‘કરો યા મરો’નો નારો ગાંધીજીએ આપ્યો હતો.આપણા વીરોનું બલિદાન આપણા માટે પ્રેરણા રૂપ છે. તેમજ આ આંદોલન ૮ ઓગષ્ટ ૧૯૪૨ની રાત્રે મહાત્મા ગાંધીજીની આગેવાનીમાં શ‚ થયું હતુ તેમજ પ્રધાનમંત્રીએ દળથી મોટો દેશ હોય છે. અને રાજનીતિથી ઉપર રાષ્ટ્રનીતિ હોય છે. તેમ જણાવ્યું હતુ તથા આપણે બધા સાથે મળીને કામ કરીશું તો જ‚રથી સફળતા મળશે તેમ જણાવતા સૌને સાથે મળીને કામ કરવા માટે આહવાન કર્યું હતુ.ભ્રષ્ટાચાર માટે સાથે મળીને લડવું પડશે તેમ પણ તેમણે જણાવ્યું હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.