Abtak Media Google News

ગઈકાલે આપણાં લોક લાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હતો. સમગ્ર ભારતમાં અલગ અલગ રીતે તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે દાદરા નગર હવેલી અને દમણ-દીવ સંઘપ્રદેશમાં પણ વડાપ્રધાનના બર્થડેની ઉજવણી કરવામાં આવી હતી.  આ ઉજવણી ખાનવેલ જિલ્લા પ્રમુખ સંજય ભાઈ રાઉતની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી.

આ નિમિત્તે પ્રદેશ એકમ પ્રમુખ દીપેશ ભાઈ ટંડેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ ભાજપના ખાનવેલ જિલ્લા પ્રમુખ અને આદિવાસી મોરચા પ્રદેશ પ્રમુખ રમેશભાઈ કડુ દ્વારા દાદરા નગર હવેલી અને દમણ – દીવમાં આદિવાસી મોરચા દ્વારા પણ આંબોલી ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

પ્રદેશ અધ્યક્ષ દીપેશ ભાઈ ટંડેલની ઉપસ્થિતમાં સુરંગી ખાતે અન્વિતરણ કરવાની કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સુરંગી ખાતે PM મોદીના જન્મદિવસ પર વેપારીઓ સાથે મળી કેક કાપવામાં આવી હતી. તથા અંબોલી નવિ વાસહત ખાતે ગરીબોને પહેલા આદિવાસીઓના પરિવાર સાથે મળી કેક કાપ્યા બાદ દરેકને ભોજન તથા તે વિસ્તારમાં દરેક ઘરે જઈ ધાબળા વિતરણ કરાયું હતું . ભારતના લોકપ્રિય PM મોદીના જન્મદિવસ નિમિત્તે દાદરા નગર હવેલી અને દમણ દીવમાં 17 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી “સેવા અને સમર્પણ અભિયાન” ઉજવણી કરી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71મા જન્મદિન પ્રસંગે પં. દીનદયાળના સપનાને સાકાર કરતા છેવાડાના વિસ્તારના લોકોને સરકારની અનેક જનકલ્યાણની યોજનાઓ સાથે જોડવાના આશયથી રક્તદાન કેમ્પ, આરોગ્ય શિબિર, રસીકરણ, દિવ્યાંગોને સહાય, રાશન વિતરણ, વૃક્ષારોપણ, નદી-તળાવ સફાઈ, પ્લાસ્ટિક હટાવો અભિયાન, બુથ લેવલ પોસકાર્ડ લખવાનું અભિયાન, નમો એપ ડાઉનલોડ, પોસ્ટકાર્ડ લખાણ જેવા બહુવિધ કાર્યક્રમો યોજાશે. આ દિવસો દરમ્યાન લોકો સાથે સરકારના સુશાસન બાબતે ચર્ચા, સંવાદ અને ભારત સરકાર અને પ્રદેશ પ્રશાસન ની વિવિધ યોજનાઓ વિશે જનતાને જાણકારી અપાશે.

Screenshot 3 20

આ કાર્યક્રમમાં પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રદેશ એકમ પ્રમુખ દીપેશ ભાઈ ટંડેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને પ્રદેશ મહામંત્રી જીતુભાઈ માઢા,બીજેપી આદિવાસી મોરચા પ્રદેશ પ્રમુખ રમેશભાઈ કડુ, ખાનવેલ જિલ્લા પ્રમુખ સંજયભાઈ રાઉત, સુરંગી જિલ્લા પંચાયત સભ્ય દામજી ભાઈ કાકવા, પૂર્વ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મહેશભાઈ ગાવીત, ખાનવેલ ઉપપ્રમુખ શાંન્તુભાઈ માહલા, જિલ્લા મહામંત્રી લાડકભાઈ, સેલવાસ જિલ્લા સચિવ રમેશભાઈ જી. પટેલ, કુડાચાના પૂર્વ પંચાયત સભ્ય ઘીરુભાઈ પટેલ, નજી ભાઈ, સાયરસ ભાઈ સહી અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં અને અભિયાનની શરૂઆત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.