Abtak Media Google News

વડાપ્રધાન એન્થની એલ્બાનીઝ મુખ્યમંત્રી અને રાજ્યપાલ સાથે ધુળેટી રમ્યા: ગાંધી આશ્રમની મુલાકાત પણ લીધી

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની એલ્બાનીઝે ગુજરાતમાં અનેરા ઉત્સાહ સાથે રંગોના ઉત્સવ ધુળેટીને મનાવ્યો હતો. હાલ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની એલ્બાનીઝ ભારતની ચાર દિવસના પ્રવાસે આવ્યા છે. આ દરમિયાન ભારતમાં તહેવારની મોસમ પણ ચાલી રહી છે, ત્યારે ઓસ્ટ્રેલિયાના પીએમ પણ ભારતમાં તહેવારની મજા માણી રહ્યા છે.

20230309 134506  ઓસ્ટ્રેલિયા વડાપ્રધાન આજે અમદાવાદ આવી પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે હોળીના રંગોમાં રંગાઈ ભારતીય તહેવારમાં અનેરો ઉત્સાહ દાખવ્યો હતો. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની એલ્બાનીઝને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે હોળીના રંગમાં રંગ્યા હતા.

20230309 134353

અમદાવાદની મુલાકાતે આવેલા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે વિઝિટર બુકમાં પોતાનો સંદેશ પણ લખ્યો હતો. તેઓ ગાંધી આશ્રમમાં આશરે 20 મિનિટ જેટલો સમય રોકાયા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ તેમની સાથે ગાંધી આશ્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ઓસ્ટ્રેલિયાના પીએમ ગાંધી આશ્રમની મુલાકાત કરી હતી. તેઓએ ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં વિઝિટર બુકમાં નોંધ લખી હતી કે, ’ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવી તે મારા માટે ગર્વની વાત છે.20230309 134412

આજે પણ તેમનું જીવન દર્શન અને જીવનના મૂલ્યો વિશ્વને પ્રેરણા આપે છે. તેમના જીવનમાંથી ઘણું બધું શીખવાનું છે.’ ગાંધી આશ્રમ દ્વારા વડાપ્રધાન એન્થનીને ઓસ્ટ્રેલિયાના સંશોધનક થોમસ વેબર દ્વારા લિખિત ’ધ સોલ્ટ માર્ચ’ પુસ્તક ભેટમાં આપવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.