Abtak Media Google News

ચૌધરી હાઈસ્કુલ મેદાન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા ગોઠવાશે: તડામાર તૈયારીઓ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી ૩૦મી સપ્ટેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.તેઓ રાજકોટની મુલાકાતે પણ આવવાના છે. વડાપ્રધાન આલ્ફ્રેડ હાઈસ્કુલ ખાતે નિર્માણ પામેલા ગાંધી અનુભૂતિ કેન્દ્રના લોકાર્પણ ઉપરાંત મહાપાલિકાના અન્ય બે પ્રોજેકટ રાજકોટ આઈવે પ્રોજેકટ ફ્રેઝ-૨ અને રૈયાધાર પીપીપી આવાસ યોજનાનું લોકાર્પણ કરશે. ન્યુ કોપોરેશનના વિશ્ર્વસનીય સુત્રોએ જણાવ્યું હતું.

રાજકોટ આઈવે પ્રોજેકટ અંતર્ગત કોર્પોરેશન દ્વારા પ્રથમ તબકકામાં શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં ૫૦૦થી વધુ સીસીટીવી કેમેરા ફીટ કરવામાં આવ્યા છે. આઈવે પ્રોજેકટના બીજા ફ્રેઝમાં હાલ શહેરમાં વધુ ૫૦૦ જેટલા સીસીટીવી કેમેરા મુકવાની કામગીરી પુર જોશમાં કરવામાં આવી રહી છે અને પૂર્ણતાના આર છે. મહાપાલિકા દ્વારા ગરીબોને ઘરનું ઘર મળી રહે તે માટે શહેરમાં સૌપ્રથમ રૈયાધાર ખાતે આવેલી ઝુંપડપટ્ટી ખાતે પીપીપી આવાસ યોજના અમલમાં મુકવામાં આવી હતી. જેમાં ૨૫૨ જેટલા કર્વાટરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે પ્રોજેકટ પણ હાલ પૂર્ણતાના આરે છે. આગામી ૩૦મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે તયારે પીએમ ગાંધી અનૂભિત કેન્દ્ર ઉપરાંત કોર્પોરેશનના રાજકોટ આઈવે પ્રોજેકટ તથા રૈયાધાર પીપીપી આવાસ યોજનાનું લોકાર્પણ કરશે.

શહેરના ચૌધરી હાઈસ્કુલ મેદાન ખાતે વડાપ્રધાનની જાહેરસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. બપોર બાદ વડાપ્રધાન રાજકોટની મુલાકાતે આવશે અને અલગ-અલગ પ્રોજેકટનું લોકાર્પણ કરશે તેવું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.