Abtak Media Google News

 રાજકોટ અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા સહિતના શહેરોમાં વિવિધ ગેમ્સ રમાશે: વોટર સ્પોર્ટ્સ, ફૂટબોલ, કબડ્ડી  સહિત અનેક રમતો અમદાવાદ ખાતે યોજાશે, 25 હજારથી વધુ એથ્લેટ્સ નેશનલ ગેમ્સમાં લેશે ભાગ

ખેલેગા ઇન્ડિયા, જીતેગા ઇન્ડિયા વાક્યને ચરિતાર્થ કરવા માટે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન મોદી સતત પ્રયત્નશીલ રહેતા હોય છે. ત્યારે દરેક રાજ્યોમાં ખેલ પ્રત્યે વધુ જાગૃતા આવે તે માટે વિવિધ યોજનાઓને પણ અમલી બનવવામાં આવી રહ્યું છે. આ વાતને ધ્યાને લઇ 29મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદી અમદાવાદ ખાતે  નેશનલ ગેમ્સ ઓફ ઇન્ડિયાની 32મી સિઝનને ખુલ્લી મુકશે અને ખેલ પ્રત્યે જાગૃતા ફેલાવસે. એટલુંજ નહીં આ રમત અમદાવાદની સાથો-સાથ રાજકોટ, વડોદરા, સુરત સહિતના અન્ય શહેરોમાં પણ ગેમ્સ રમાશે.

નેશનલ ગેમ્સ ઓફ ઇન્ડિયા 2022 , 27 સપ્ટેમ્બર થી શરૂ થઈ 10 ઓક્ટોબર સુધી રમાશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ રાષ્ટ્રીય રમતની ક્લોઝિંગ સેરેમની સુરત ખાતે યોજાશે. બીજી તરફ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મોટેરા ખાતે આ રાષ્ટ્રીય રમતની શરૂઆત થશે અને 35 વિવિધ રમતો કુલ છ જિલ્લાઓમાં રમાશે જ્યારે 10 જેટલી રમત અમદાવાદ ખાતે રમાય તેવું ચિત્ર સામે આવ્યું છે જેમાં વોટર સ્પોટ્સ, ફૂટબોલ અને કબડીનો સમાવેશ થાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા મુજબ ટેનસી અને સ્કેટિંગ જેવી રમત પણ વાત ખાતે રમાય તેવો તખતો તૈયાર કરવામાં આવ્યો હતો પરંતુ રિવરફ્રન્ટ સ્પોર્ટ કોમ્પ્લેક્સ માં પૂરતી બેઠક વ્યવસ્થા ન હોવાના કારણે આ રમતને અમદાવાદ ખાતે ન રમાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આવનારા દિવસોમાં કઈ રમત કયા સ્થળ ઉપર રમાશે તે અંગેનું લિસ્ટ અને યાદી જાહેર કરવામાં આવશે. કે રેતી રમતો ગાંધીનગર સુરત વડોદરા, રાજકોટ ભાવનગર ખાતે યોજ્યા છે જે અંગે અધિકારીઓ અને રમતગમત ક્ષેત્રના સરકારી કર્મચારીઓ સાથે વિગતવાર બેઠકો પણ બોલાવવામાં આવેલી છે. એટલુંજ નહીં ઓપનિંગ સેરેમનીમાં 25,000 થી વધુ લોકો કે જે રમતગમત ક્ષેત્રે ભાગ લેવાના છે તેમની સાથે અન્ય સ્પોર્ટ્સ સ્ટાફ પણ આવવાના હોવાથી કોર્પોરેશન તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે જેથી કોઈપણ ને અગવડતાનો સામનો ન કરવો પડે.

કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારનો સૌથી મોટો લક્ષ્ય એક છે કે ગુજરાતમાંથી ખેલ ક્ષેત્રે યુવાનોનું આગવું પ્રદર્શન આગળ આવે અને તેઓ રાષ્ટ્રીય કક્ષાના આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેકવિધ સિદ્ધિઓ ખેલ ક્ષેત્રે હાંસલ કરે જેના માટે સરકાર દ્વારા વિવિધ સુવિધાઓ પણ આપવામાં આવી રહી છે અને યોગ્ય વ્યવસ્થા પણ ગોઠવવામાં આવે છે. અનેકવિધ શહેરોમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ પણ બનાવવામાં આવ્યા છે જ્યાં ખેલકૂચ ક્ષેત્રે ઈચ્છા ધરાવતા લોકો તથા વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે પોતાના મનગમતા સ્પોર્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરી રાજ્ય અને દેશનું નામ રોશન કરી શકે. માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ રમતો માટેની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવતું હોય છે અને જેના ભાગરૂપે જ 29 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ સહિતના શહેરોમાં નેશનલ ગેમ્સ જેવી મોટી ટુર્નામેન્ટનું આયોજન થવા જઈ રહ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.