Abtak Media Google News

દેશભરમાં 1,500 થી વધુ સેન્ટરો વહેલી તકે કાર્યરત થઇ જશે

કોરોનાની નવી લહેર આવે તે પહેલાં જ દેશભરમાં ઓક્સિજન વ્યવસ્થા સંલગ્ન, આંતર માળખાકીય સુવિધાઓ તાત્કાલીક ધોરણે સુદ્રઢ બનાવી દેશભરમાં વહેલી તકે 1,500 પ્રેસર સ્વીંગ એડોર્સન સેન્ટર પરથી ઓક્સિજનની સવલત ઉભી કરવા વડાપ્રધાને તાકીદ કરી છે. કોરોના કટોકટી શરૂ થઇ ત્યારથી દેશભરમાં ઉભી થયેલી ઓક્સિજન સંબંધી સમસ્યાઓને કાયમી ધોરણે ઉકેલવા માટે કેન્દ્ર સરકારે શરૂ કરેલી કાર્યવાહી અને પી.એસ.એ. ઓક્સિજન પ્લાન ઉભા કરવા માટે વડાપ્રધાન સુરક્ષા ફંડમાંથી ગયા વર્ષે માતબર રકમની ફાળવણી કરી હતી. દેશમાં 1,500થી વધુ પી.એસ.એે. ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરીને 4 લાખથી વધુ ઓક્સિજન સુવિધા સાથેની પથારીઓ તૈયાર કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી કોરોનાની સંભવિત નવી લહેર પહેલા સમગ્ર દેશમાં તાલીમબધ્ધ નર્સિંગ સ્ટાફને ખાસ ઓક્સિજન પ્લાન્ટના સંચાલન માટે તાલીમ આપવાના નિર્દેશો આપી દીધા છે. 1,500 ઓક્સિજનના સેન્ટરો માટે 8,000 લોકોને તાલીમબધ્ધ કરવામાં આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ ઓક્સિજન પ્લાન્ટની ક્ષમતા અને તેનો ઉપયોગ કરવાની હિમાયત કરી છે. વેપાર ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે રિવ્યૂ સમિતિમાં ઓક્સિજનની જરૂરીયાતો પૂરી કરવા માટે ઉત્પાદન સ્થળથી હોસ્પિટલ સુધી ઓક્સિજન પહોંચાડવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હી અને મુંબઇ જેવા મોટા શહેરોમાં ઓક્સિજનની ખેંચ ન પડે તે માટે સઘન વ્યવસ્થા ઉભી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.