Abtak Media Google News

વીજ કર્મચારીઓને કોરોના વોરીયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર જાહેર કરવા, રેમડેસીવીર ઈંજેકશન અને ઓક્સિજન આપવામાં પણ પ્રાધાન્ય આપવું, હોસ્પિટલમાં દાખલ કરવાની પ્રક્રિયામાં અગ્રીમતા આપવી સહિતની માંગ 

કોરોના જેટ ગતિએ આગળ વધી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં દિવસને દિવસે કોરોનાના કેસો રેકોર્ડબ્રેક નોંધાઈ રહ્યાં છે. છેલ્લા 15 દિવસમાં ઉર્જા ક્ષેત્રની સાતેય કંપનીના વીજ કર્મચારીઓ અને અધિકારીઓ મળીને 71 મૃત્યુને ભેટયા છે તેમજ કોરોનાથી સંક્રમીત થઈ કુલ 2810 વીજ કર્મચારીઓ હોમ ક્વોરન્ટાઈન છે અને જે કર્મચારી, અધિકારી સારવારની સગવડ મળતા હોસ્પિટલાઈઝ સારવાર હેઠળ હોય તેવા કુલ 270થી વધુ હોસ્પિટલમાં એડમીટ છે. ઉપરાંત કેટલાંકને ઓક્સિજન ઓછો મળતા હોવાથી તેમજ શ્ર્વાસ લેવામાં તકલીફ હોવાથી હોસ્પિટલમાં દાખલ થવા અથાગ પ્રયત્નો કરવા છતાં ક્યાંક જગ્યાના અભાવે તો ક્યાંક ઓક્સિજનના અભાવે તો ક્યાંક રેમડેસીવીર ઈંજેકશનના અભાવે કુદરતના ભરોષ હોમ કલ્પાંત કરી રહ્યાં છે. આવી પરિસ્થિતિમાં વીજ કર્મીઓને મેડિકલ સહાય આપવા જીબીયા દ્વારા જીયુવીએનએલ અને પીજીવીસીએલના એમડીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.

આ પ્રકારની વિકટ અને વિપરીત ગંભીર, ભયંકર પરિસ્થિતિમાં પીજીવીસીએલ કંપનીના સક્ષમ અધિકારી દ્વારા વીજ કર્મચારીઓની અવદશાની કોઈ ચિંતા ન હોય તેમ વર્તી રહ્યાં છે. પીજીવીસીએલ કંપનીના મેનેજમેન્ટ દ્વારા હરહંમેશ જે તે ટાર્ગેટ પુરા કરવા કર્મચારીઅને અધિકારી પર દબાણ કરવામાં આવે છે.

જ્યારે તેમની સારવાર સંભાળ અને આરોગ્યલક્ષી બાબતો પર ધ્યાન આપવામાં આવતું નથી તેમજ કંપનીમાં ખાલી જગ્યાઓ 25 ટકાથી વધુ છે. છેલ્લા 2 વર્ષથી સંકલન સમીતી દ્વારા અનેક નોટિસોરૂપે રજૂઆત બદલી પ્રમોશન તથા અન્ય પડકાર પ્રશ્ર્નો માટે જેમ તેમ વહીવટ ચલાવી રહ્યાં છે તે બાબત પણ ગંભીર છે.

આથી સંકલન સમીતી વતી વીજ કર્મીના જીવનના રક્ષણ માટે, રાજ્યની પ્રજા અને આરોગ્ય સાથે સંકળાયેલ સંસ્થા તેમજ હોસ્પિટલોને વીજ વીક્ષેપ ઉભો ન થાય તે માટે પરિપત્રથી કરેલ ગાઈડ લાઈન મુજબ પીજવીસીએલની તમામ કચેરીઓમાં સુચના પણ અપાય છે. આ ઉપરાંત સંકલન સમીતી દ્વારા વિવિધ રજૂઆત પણ કરવામાં આવી છે જેમાં પોલીસ વિભાગના કર્મીઓ, આરોગ્ય વિભાગના કર્મીઓ તેમજ નગરપાલિકાના કર્મી, સફાઈ કર્મીની સાથે સાથે ઉર્જા ક્ષેત્રના કર્મીને પણ આવશ્યક સેવાની અંતર્ગત આવતા હોય તો તેઓને પણ તમામ લાભ આપવા જીબીયા દ્વારા માંગ કરવામાં આવી છે.

આ માંગ અંતર્ગત કોરોના વોરીયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર જાહેર કરવા, રેમડેસીવીર ઈંજેકશન અને ઓક્સિજન પણ ન મળતો હોય તે આપવા પ્રથમ પ્રાધાન્ય આપવું, હોસ્પિટલમાં દાખલ કરવાની પ્રક્રિયામાં અગ્રીમતા આપવી અને કંપનીમાં ચાલુ ડિસ્પેન્સરીજ ખાતે કર્મીને દાખલ કરવા તથા મેડિકલ સારવારને સંલગ્ન સામગ્રીનો અમુક ટકા કવોટો સરકાર પાસે લઈ રાખવો જેથી કર્મચારી-્રઅધિકારીને સમયસર આપી શકાય. આ ઉપરાંત વિદ્યુત સહાયક તમામ કેડરના વીજ કર્મીને મેડિકલ ખર્ચ મળી રહે તે હેતુસર વ્યવસ્થા ગોઠવવી અને તેમના કુટુંબીજનો કોરોનાથી સંક્રમીત થાય તો સારવાર ખર્ચ માટે મેડિકલ એડવાન્સ પણ તાત્કાલીક ચૂકવવા માંગ કરાઈ છે.

સરકારના આવશ્યક સેવામાં આવતા વિવિધ વિભાગના કર્મચારીને રસીના બે-બે ડોઝ ફરજિયાત આપી દેવામાં આવ્યા છે જેમાં કોઈ કર્મચારીને બાકાત રાખવામાં આવ્યા નથી તો વીજ કર્મચારીઓને પણ તાત્કાલીક ફરજિયાત રસીકરણ કાર્યક્રમ ઝુંબેશ શરૂ કરવા પણ જીબીયા દ્વારા માંગ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.