Abtak Media Google News

ધાગધ્રા સબ જેલ માં કેદીઓને તમામ પ્રકારની સુવિધા આપવામાં આવતી હોવાની ફરિયાદ બાદ પોલીસ તંત્ર જાગ્યું સધન ચેકીંગ

સુરેન્દ્રનગર જીલ્લાની સબ જેલો જેમાં સુરેન્દ્રનગર, લીંબડી, ધ્રાંગધ્રા ખાતેની સબ જેલોમાં અવાર નવાર સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરી પ્રતિબંધીત ચિજવસ્તુ મળી આવ્યે કાયદેસરની કાર્યવાહી કરવા  વી.વી.ત્રિવેદી પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી/એસ.ઓ.જી. સુરેન્દ્રનગર નાઓને જરૂરી સુચના આપેલ.

પોલીસ અધિક્ષક  હરેશ દુધાતની આગેવાનીમાં ધ્રાંગધ્રા તાલુકા પો.સ્ટે. ના એ.એસ.પી. શિવમ વર્મા  તથા પો.ઇન્સ.ટી.બી.હિરાણી તથા પો.સ.ઇ જે.બી.મીઠાપરા તથા  પો.સ.ઇ  જાડેજા તથા તેમના સ્ટાફની ટીમ તથા વી.વી.ત્રિવેદી પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી./એસ.ઓ.જી. તથા એલ.સી.બી અને એસ.ઓ.જી. શાખાની ટીમ, તથા ધ્રાંગધ્રા સીટી  ઇન્ચાર્જ પો.ઇન્સ.એસ.બી.સોલંકી તથા સ્ટાફ તથા બી.ડી.ડી.એસ. પો.સ.ઇ  જે.આર.રાણા તથા સ્ટાફ તથા ધ્રાંગધ્રા સબ જેલના જેલર એસ.ડી.રાવલ તથા જેલગાર્ડના માણસો સાથે ધ્રાંગધ્રા સબ જેલમાં સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામા આવેલ.

સબ જેલની તમામ બેરેકોમાં ઝીણવટભરી રીતે તપાસ કરવામાં આવેલ તેમજ જેલમાં રહેલ કુલ-89 કેદીઓની અંગઝડતી તપાસ કરતા કોઇપણ વાંધાજનક ચીજવસ્તુ મળી આવેલ નહી. તેમ છતા પોલીસ અધિક્ષક હરેશ દુધાત દ્વારા જેલર તથા જેલગાર્ડના કર્મચારીઓને જરૂરી તકેદારી રાખવા તથા જેલમાં કોઇપણ રીતે પ્રતિબંધિત ચીજવસ્તુઓ ન પ્રવેશે તે સારૂ ખાસ ચેકીંગ ઝુંબેશ શરૂ રાખવા તથા જેલમાં લગાવવામાં આવેલ સી.સી.ટી.વી. કેમેરાથી સર્વેલન્સ રાખવા સુચના કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.