Abtak Media Google News

પ્રવાસ પૂર્વે વોશિંગ્ટન સુંદર, અવેશ ખાન જેવા ખેલાડીઓને ઈજાના કારણે છેલ્લી ઘડીએ પ્રવાસ પડતો મૂકવો પડયો

ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ પ્રવાસ પૂર્વે ઇજા અને અન્ય કારણોસર ટીમના દિગ્ગજ ખેલાડીઓને છેલ્લી ઘડીએ પ્રવાસ રદ્ કરવાની નોબત આવતાં પોતાના માનીતા સ્ટાર ખેલાડીઓની છેલ્લી ઘડીએ પ્રવાસ રદ્ કરવાની સ્થિતિએ ચાહકોમાં ભારે નિરાશા ફેલાઇ જવા પામી છે. ઇંગ્લેન્ડની 2021ની ક્રિકેટ સીઝન માટે ટીમ ઇન્ડિયા તૈયાર ચુકી છે જેમાં રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્ર્વર પૂજારા, કેપ્ટન વિરાટ કોહલી, વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રિષભ પંત  વિકેટ કિપર, આર. અશ્ર્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, ઇશાંત શર્મા, મહંમદ શમી, મહંમદ શિરાજ, શાર્દૂલ ઠાકુર, ઉમેશ યાદવ, કે.એલ. રાહુલ, રિદ્વીમાન શાહ વિકેટ કિપર, અભિમન્યૂ ઇશ્ર્વરન, પૃથ્વી શો, સૂર્યકુમાર યાદવ અને બારમાં, તેરમા ખિલાડી તરીકે પ્રસિદ્વ કૃષ્ના અને અરજણ નાગવાસવાલાને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

જ્યારે છેલ્લી ઘડીએ ઓલ રાઉન્ડર વોશિંગટન સુંદરએ હમણાં બાવણે ઇજાને કારણે ઇન્જેક્શન લેતાં તેને લાંબા સમય સુધી આરામ કરવો પડશે અને તે બોલિંગ કરી શકે તેમ ન હોવાથી ટીમમાં લઇ જવામાં નહીં આવે. ફાસ્ટ બોલર અવેશ ખાનને વન-ડે માં જમણાં અગૂંઠા પર ઇજા થતાં એક્સ-રે માં ફેક્ચર આવતા ઇજા સાજો ન થાય ત્યાં સુધી આરામ કરવાની તબીબોની સલાહને પગલે તે ઇંગ્લેન્ડ નહી જઇ શકે.

ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલને ડાબા પગના સ્નાયુમાં ઇજા થતાં ટીમ ઇન્ડિયા સ્વદેશ પરત આવે ત્યાં સુધી આરામની સલાહ આપવામાં આવી છે. જ્યારે વિકેટ કિપર બેટ્સમેન રિષભ પંતને કોરોના બાદ આર.ટી.પી.સી.આર.ના બંને રિપોર્ટ નેગેટીવ આવતા તેને ઇંગ્લેન્ડ લઇ જવાશે. બોલિંગ બી. અરૂણ, રિદ્વીમાન શાહ, અભિમન્યુ, ઇશ્ર્વરનનું સેલ્ફ આઇસોનેશનનો સમય પૂરો થતાં તેમને પણ લંડન લઇ જવાશે. સિનીયર સિલેક્શન કમિટિએ પૃથ્વી શો અને સૂર્ય કુમાર યાદવને અવેજી તરીકે ટીમ ઇન્ડિયામાં સામેલ કરવાનો નિર્ણય કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.