આમરણ નજીક ખાનગી બસનો અક્સ્માત
- બસ પલટી મારી જતા 16 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા
- મહેસાણાથી દ્વારકા દર્શને જતા સમયે સર્જાયો અક્સ્માત
- ઈજાગ્રસ્તોને સરકારી હોસ્પીટલ ખાતે ખસેડાયા
- અક્સ્માત સર્જાયા બાદ બસનો ડ્રાઈવર નાસી છૂટ્યો
ગુજરાતમાં અકસ્માતનો સિલસિલો યથાવત્ રહ્યો હતો. મોરબીના આમરણ નજીક ખાનગી બસનો અક્સ્માત સર્જાયો હતો. બસ પલટી મારી જતાં 16 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. બસમાં 40થી વધુ મુસાફરો સવાર હતા. જેઓ મહેસાણાથી દ્વારકા પૂનમ દર્શને જતા હતા તે સમયે અકસ્માત સર્જાયો હતો. તમામ ઈજાગ્રસ્તોને હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ બસનો ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. અન્ય મુસાફરોને બીજા વાહન મારફતે રવાના કરવામાં આવ્યા હતા.
શ્રદ્ધાળુઓ 11 ફેબ્રુઆરીના રોજ સાંજે સાડા પાંચ વાગ્યે મહેસાણા મોઢેરા ચોકડી પાસેથી દ્વારકા પૂનમ દર્શન માટે નીકળ્યા હતા. મોરબી તાલુકાનાં આમરણ ગામ પાસે હાઈવે રોડ ઉપર હતા ત્યારે તા.12/2 ના રાત્રિના બે વાગ્યે રોડ ઉપર બસના ચાલકે ટ્રાવેલ્સ પુર ઝડપે અને બેફીકરાઈથી ચલાવતાં પલટી મારી ગઈ હતી. જેમાં 16 શ્રદ્ધાળુઓ લોકો ઘાયલ થયા હતા. અકસ્માત બાદ ચાલક બસ મુકીને ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્તોને 108 મારફતે વિવિધ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક ઇજાગ્રસ્તને વધુ ઇજા પહોંચી હોવાથી તેને રાજકોટ સારવાર અર્થે લઈ જવાયા હતા. પોલીસે ગુનો નોંધી ફરાર ચાલકને પકડવા કાર્યવાહી શરૂ કરી હતી
મોરબી તાલુકાના આમરણ ગામ પાસે હાઈવે પર રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મહેસાણાથી દ્વારકા પૂનમ દર્શન માટે જતી સરદાર ટ્રાવેલ્સની ખાનગી બસ ચાલકની બેદરકારી અને પૂરઝડપના કારણે પલટી મારી ગઈ હતી. બસમાં સવાર 35 યાત્રિકોમાંથી 17 લોકોને નાની-મોટી ઈજાઓ થતાં તેમને સારવાર માટે મોરબી અને રાજકોટની વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ બસ ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. મહેસાણા હાઈવે રોડ પર પસાભાઈ પેટ્રોલપંપ પાછળ રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા પરેશભાઈ નારણભાઈ આલ (36)એ બસ ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમના જણાવ્યા મુજબ, 11 ફેબ્રુઆરીના રોજ સાંજે સાડા પાંચ વાગ્યે મહેસાણા મોઢેરા ચોકડી પાસેથી યાત્રિકો દ્વારકા પૂનમ દર્શન માટે નીકળ્યા હતા. મોરબી તાલુકાનાં આમરણ ગામ પાસે હાઈવે રોડ ઉપર હતા ત્યારે તા.12/2 ના રાત્રિના બે વાગ્યે રોડ ઉપર બસના ચાલક જેનુ નામ આવડતું નથી તેને આમરણ નજીક પોતાના હવાલા વાળી ટ્રાવેલ્સ પુર ઝડપે અને બેફીકરાઈથી ચલાવી હતી અને ટ્રાવેલ્સ બસને પલટી ખવડાવી દીધી હતી.
આ ઘટનામાં સેન્જરોને નાની મોટી ઈજાઓ થઈ હતી અને તે બસ ચાલક અકસ્માત બાદ બસ મુકીને ત્યાંથી ભાગી ગયો છે. આ ઘટના ઇજા પામેલા લોકોને 108 મારફતે અલગ અલગ જગ્યાએ મોરબી સરકારી હોસ્પીટલ, મોરબીની શીવમ હોસ્પીટલ તેમજ રાજકોટની ખાનગી હોસ્પીટલમા સારવાર માટે લઈ ગયા હતા. આ ઘટનામાં ઇજા પામેલ પ્રેમીલાબેન મુકેશભાઈ પટેલને વધુ ઇજા થયેલ હોવાથી તેને રાજકોટ સારવારમાં લઈ જવામાં આવેલ છે અને હાલમાં ઇજા પામેલા પરેશભાઈએ નોંદાહવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રાવેલ્સ બસના ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કારેલ છે.
ભીખીબેન દેસાઈ, ઉર્વશીબેન દેસાઈ, તળીબેન દેસાઈ, અમીશાબેન દેસાઈ, જીવતબેન દેસાઈ, પ્રેમિલાબેન પટેલ, ગંગાબેન રબારી, મમતાબેન પટેલ, પ્રતિક્ષાબેન પટેલ, સુનીતાબેન પટેલ, ગીતાબેન રબારી, શંભુભાઈ રબારી, ક્રિષ્ણાબેન રબારી, ચંપાબેન રબારી અને પૂજાબેન રબારી સહિતના લોકોનો સમાવેશ થાય છે. પોલીસે ગુનો નોંધી ફરાર ચાલકને પકડવા કાર્યવાહી શરૂ કરી છે.