મહુવા તાલુકાની પ્રાંત કચેરી ખાતે  ખાનગી શાળાના શિક્ષકો અને મહુવા જન અધિકાર મંચ દ્વારા યોગ્ય ન્યાય માટે આવેદનપત્ર અપાયું

મહુવા તાલુકાની પ્રાંત કચેરી ખાતે ખાનગી શાળાના શિક્ષકો ભેગા મળીને પોતાના યોગ્ય ન્યાય માટે પ્રાંત કલેકટર ને આવેદનપત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે. આચાર્ય ચાણક્યએ ખુબજ સરસ વાત કરી છે.”શિક્ષક કભી સાધારણ નહી હોતા પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મે પલતે હૈ” જે વાક્ય ની તાકાત આખું જગત જાણે છે. જ્યારે આજે ખાનગી શાળાના શિક્ષકને વ્યથા ભૂલીને દેશે વિકાસ પાછળ આંધળી દોટ મૂકી છે. અત્યારની આ પરિસ્થિતિમાં ખાનગી શાળાના શિક્ષકને પોતાના હક માટે પોતાની મહેનતનું ફળ મેળવવા માટે પણ વલખા મારવા પડે છે.

લોકડાઉન સમય બાદ બધું ધીરે ધીરે અનલોક થતું ગયું છે. પરંતુ શૈક્ષણિક મંદિરો જેવા કે શાળા-કોલેજો હજુ પણ બંધ છે. દેશનું ભાવિ ઘડનાર શિક્ષકો આજે આરક્ષણ હેઠળની સ્થિતિમાં છે. દેશનું ભાવિ કરનાર શિક્ષકો નું વર્તમાન સંકટમાં છે. ભવિષ્યમાં દેશમાં સાચા અને સક્ષમ શિક્ષકો મળવા ખૂબ જ મુશ્કેલ બનશે આ વાત છે ખાનગી શાળાના શિક્ષકોની આ આવેદનપત્ર કોઈ શાળા વિરુદ્ધ કે કોઈ ટ્રસ્ટી વિરોધ નથી. કે કોઈ ટીકા માટે નથી, આ છે ખાનગી શાળાના શિક્ષકોનાં હક માટે છે. મજૂરને મજુરી કરવાની છૂટ મળતી હોય તો શિક્ષકે આપેલ ઓનલાઇન શિક્ષણ નું વેતન કેમ પૂરું નથી મળતું ? આ આવેદનપત્ર આપવા માટે મહુવા જન અધિકાર મંચના વિવેકભાઈ જેઠવા, નરેશભાઈ, રમેશભાઈ ઝિંઝુવાડીયા, સાગરભાઇ, ગોપાલભાઈ જોળીયા, વગેરે જેવા વ્યક્તિઓએ ખાનગી શાળાના શિક્ષકોને સાથે મળીને સહકાર આપ્યો હતો.

ખાનગી શાળાના ઘણા બધા શિક્ષકો અને મહુવા જન અધિકાર મંચ ના હોદ્દેદારોએ સાથે મળીને પ્રાંત કલેકટર ને રજૂઆત કરી હતી. દેશને ઘડતર માટે શિક્ષકોનો ખૂબ મહત્વનો ફાળો છે. કારણકે ૯ મહિનાથી પોતાની શાળાના વિદ્યાર્થીઓને ઘગકઈંગઊ શિક્ષણ આપી રહેલો શિક્ષક આજે પોતાના ભરણ પોષણ માટે વલખા મારી રહ્યો છે. તો સરકારશ્રીને એટલી વિનંતી કરી છે કે, ખાનગી શાળાના શિક્ષકો તરફ યોગ્ય નિર્ણય આપે. અને એક ખાનગી શાળાના શિક્ષકનું કહેવું છે કે જો આમજ પરિસ્થિતિ ખાનગી શાળાના શિક્ષકો ની રહેશે તો આજનો શિક્ષક એમ પણ વિચારે છે કે, આ ભારત દેશમાં શિક્ષક નું મહત્વ કંઈ નથી.  અને આજે દેશના સાચા ઘડવૈયાઓ ને બચાવવા માટે સમય છે. દેશનું ભવિષ્ય બનાવનારો ન્યાય મેળવવા માટે લાચાર છે. આજે આવેદનપત્ર આપ્યા બાદ સરકારના કાર્ય પર સંપૂર્ણ વિશ્વાસ છે કે આપ આ બાબતે સાચું ધ્યાન આપી અને આ બાબતનો ઉકેલ તાત્કાલિક ધોરણે લાવશો. તમે ઉચ્ચ હોદ્દા સુધી પહોંચેલા છો તેમાં પણ શિક્ષક નો મહત્વનો ફાળો રહેલો છે.