Abtak Media Google News

પ્રિયંકા ચોપરા નામ સાંભળતા જ ખ્યાલ આવી જાય છે એક્ટીંગમાં માહીર એવી બોલીવુડની હીરોઇન જેની હોલીવુડ સુધી પહોંચ છે. મેરી કોમની જબર જસી સફળતા બાદ પ્રિયંકા ચોપરા હવે પીટી ઉષાની બાયોપીકમાં કામ કરે તેવા સમાચાર આવ્યા છે.

પીટી ઉષાની બાયોપીકમાં પ્રિયંકા ચોપરાને પીટી ઉષાનો રોલ ભજવવા માટે ડાયરેક્ટર રેવતી એસ વર્માએ પ્રિયંકાને ઓફર કરી છે. ડીરેક્ટરે મ્યુઝિક કમ્પોઝ કરવા માટે એ.આર.રહેમાનનો પણ સંપર્ક કર્યો છે. ડીરેક્ટર રેવતીના જણાવ્યા અનુસાર અમુક વર્ષોથી આ બાયોપીક પર કામ કરી રહ્યા અને પીટી ઉષાને મનાવવા સરળ ન હોતા તે હંમેશા બાયો પીક માટે સહમત ન હોવાનું કહેતા. તે ઇચ્છતા હતા કે ઓલ્મપીકમાં કોઇ એથ્લીટ ગોલ્ડ જીતે અને પછી જ તે બાયોપીક તૈયાર થશે. મે તેમને કોઇ રીતે મનાવ્યા છે અને તેને એગ્રીમેન્ટ માટે સાઇન કર્યા છે. પીટી ઉષા રીટાયર્ડ એથ્લીટ છે જે ઇન્ડીયન એથ્લીટીક્સ સાથે ૧૯૭૯થી જોડાયેલા છે અને પ્રિયંકાની વાત કરીએ તો આ તેની પહેલી સ્પોર્ટ બાયોપીક નથી આ પહેલા પણ તે મેરીકોમમાં કામ કરી ચુકી છે. જેને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.