Abtak Media Google News

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સાયકલોનીક સર્ક્યુલેશન: કાંઠાળા વિસ્તારોમાં અમુક સ્થળોએ ભારે વરસાદ વરસી શકે: રવિવાર સુધી મેઘાવી માહોલ રહેશે

રાજ્યના 147 તાલુકાઓમાં મેઘમહેર: સૌથી વધુ વેરાવરમાં સાડા છ ઈંચ ખાબક્યો, કલ્યાણપુર, દ્વારકા, પોરબંદર, સુત્રાપાડા, માંગરોળ અને કેશોદમાં 2 થી 3 ઈંચ સુધી વરસાદ: રાજકોટમાં અળધો ઈંચ

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં મેઘો હવે જામ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે પણ સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સાયકલોનીક સર્ક્યુલેશનની અસરતળે કાંઠાળા વિસ્તારોમાં અમુક સ્થળોએ ભારે વરસાદ વરસી શકે બાકી તમામ વિસ્તારમાં હળવો થી મધ્યમ વરસાદ વરસશે એટલે રવિવાર સુધી મેઘાવી માહોલ રહેશે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 147તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વેરાવળમાં સાડા છ ઈંચ વરસાદ ખાબક્યો હતો.

સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લોપ્રેશર અને સાઈક્લોનિક સરક્યુલેશનને સિસ્ટમને પગલે આગામી બે દિવસ અમદાવાદ સહિત સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ સહિત આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, નર્મદા અને દમણ તેમજ સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, અમરેલી, દ્વારકા સહિત અન્ય વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. જો કે ત્રીજા દિવસ બાદ વરસાદમાં ઘટાડો થવાની સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં ચાલુ રહેવાની વકી છે.

Screenshot 1 33

મેઘાવી માહોલ વચ્ચે સૌરાષ્ટ્રમાં હળવા ભારે ઝાપટાં વચ્ચે છ ઈંચ વરસાદ પડ્યો હતો. સોમનાથમાં ધોધમાર 6 ઈંચ વરસાદ પડ્યો હતો. પોરબંદરમાં કોલેજ બિલ્ડિંગ પર વીજળી પડતાં બે વ્યક્તિને ઈજા થઈ હતી. સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ થતાં ખેડૂતોને રાહત થઈ હતી.મોરબીમાં 12 મીમી, વાંકાનેરમાં 10 મીમી, ટંકારામાં 6 મીમી વરસાદ પડ્યાનું નોંધાયું હતું. મોરબી અને વાંકાનેરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. બીજી તરફ રાજકોટ જિલ્લાના ગોંડલ અને ધોરાજીમાં પણ ઝાપટાંએ ધરા ભીંજવી હતી.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાએ મહેર જારી રાખી હતી. સોમનાથ-વેરાવળમાં 6 ઇંચ, સુત્રાપાડામાં અઢી ઇંચ, કોડીનારમાં દોઢ ઇંચ, ગિરગઢડામાં દોઢ ઇંચ, તાલાલામાં પોણો ઇંચ વરસાદ થયો હતો. પોરબંદર પંથકમાં 2 ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. જૂનાગઢ જિલ્લામાં પણ સાર્વત્રિક મહે મહેર થઈ હતી. અમરેલી જિલ્લાના ખાંભા અને લાઠીમાં 2 ઇંચ પાણી પડ્યું હતું.

જયારે ઊનામાં અડધો ઇંચ, કોડીનારમાં દોઢ ઇંચ, ગિરગઢડામાં દોઢ ઇંચ, તાલાલામાં પોણો ઇંચ, વેરાવળમાં 6 ઇંચ અને સુત્રાપાડામાં અઢી ઇંચ જયારે જૂનાગઢમાં 1 ઇંચ, કેશોદમાં સવા બે ઇંચ, ભેંસાણમાં અડધો ઇંચ, મેંદરડામાં પોણો ઇંચ, માંગરોળમાં 3 ઇંચ, માણાવદરમાં પા ઇંચ, માળિયા હાટીનામાં દોઢ ઇંચ, વંથલીમાં 1 ઇંચ અને વિસાવદરમાં પોણો ઇંચ અને ખાંભામાં 2 ઇંચ, લાઠીમાં 2 ઇંચ, અમરેલી 1 ઇંચ, સાવરકુંડલામાં સવા ઇંચ, બાબરામાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો.

લો-પ્રેશરથી દરિયો ગાંડોતુર બનતા 3 નંબરનું સિગ્નલ લગાવાયું

દરિયામાં ભારે પવનની શકયતા સેવાઈ રહી છે, જેથી સૌરાષ્ટ્રના અલગ અલગ પોર્ટમાં 3 નમ્બરનું ભયસૂચક સિગ્નલ મુકવામાં આવ્યું છે, ત્યારે મોરબીના એક માત્ર નવલખી પોર્ટમાં પણ 3 નમ્બરનું સિગ્નલ લગાયું છે. આ ઉપરાંત વેરાવર, જાફરાબાદ અને કચ્છના કંડલા બંદર પર પણ 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ઝડપી પવન અને ભારે વરસાદના પગલે માછીમારોને પણ દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.