Abtak Media Google News

રાજકોટ ખાતે આવેલી વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજનાં મીકેનીકલ એન્જીનીયરીંગ ડીપાર્ટમેન્ટ દવારા અંતિમ વર્ષના વિધાર્થીઓને ” આપવા માટે ગુજરાતની તમામ કોલેજનાં ઈતિહાસમાં કદાચ  સેોપ્રથમ એવો ઓનલાઈન ફેરવેલ *(વરચ્યુઅલ ફેરવેલ) ” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વરચ્યુઅલ ફેરવેલ ” માં મીકેનીકલ ડીપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતા તમામ વિધાર્થીઓ તથા પૂર્વ વિધાર્થીઓ (એલ્યુમની) તથા સ્ટાફ ગણ જોડાયા હતા તેમજ અમેરીકાથી જોડાયેલા પૂર્વ વિધાર્થી  તૃષાર પટેલે પણ  પોતાની કૃતિ રજૂ કરેલ હતી.

કાર્યક્રમની શરૂઆત ” ની પરંપરા મુજબ ત્રણ ઓમકાર થી શરૂ કરીને, ગણેશ વંદનાની રજૂઆત સંપૂર્ણ ભારતીય શૈલીના કથ્થક નૃત્ય થકી વિધાર્થીની ઝીલ રાવેલ રજૂ કરેલ હતી. આ પ્રસંગે કોલેજના આચાર્ય ડો જયેશ દેશકરે વિદ્યાર્થીઓ ને સંબોધન કરતા કોરોના અને ફ્રી વેક્સીન નું ઉદાહરણ આપીને જણાવેલ કે  કોઈપણ જંગ  જીતી શકાય છે, જો ઈરાદો સાચો હોય, નેક હોય, ટીમ સારી હોય, હેતુ સારા હોય અને જયારે સમાજ નો સહકાર સાથે હોય.

તેઓએ આ કપરા સમયમાં સહકાર બદલ તમામ વિધાર્થીઓ તથા વાલીઓ  પ્રત્યે  આભાર વ્યક્ત કર્યો હતો. તેઓએ જણાવેલ કે આ કોલેજ કોઈ પૈસા કમાવા માટે કામ નથી કરી રહી. આ કોલેજનાં ટ્રસ્ટીઓ સમાજ સાથે સીધા સંકળાયેલા છે  તથા કોરોનાનાં સમયમાં સમાજને ખૂબ મદદ કરી છે. બહુ આનંદની વાત છે કે આવા ટ્રસ્ટીઓ  છે કે જે કોલેજમાંથી એક પણ રૂપીયો કોઈપણ સ્વરૂપમાં કયારેય લેતા નથી. એમના માટે બીઝનસ  નથી. એમના માટે માત્ર સેવા છે. તેઓએ ” સ્વાહા ઈદમ ન મમ” આ મંત્રને જીવનમાં સાકાર કર્યો છે. તેઓએ વધુમાં જણાવેલ કે કોરોનાના સમયમાં ઈનોવેશનનાં ખૂબ ચાન્સીસ છે. નવુ કરવાની ખૂબ શકયતાઓ અને સંભાવનાઓ છે.

11

ગ્રેબ ધ ઓપરચ્યુનીટી આને એક તક તરીકે લેજો. આમાંથી કંઈક નવુ કરી શકાય નવુ વિચારી  શકાય એનો વિચાર કરજો. કયાંય માનસિક  રીતે હતાશ થશો નહીં. આવી પરિસ્થિતિમાંથી જ દેશ અને વિશ્વ હંમેશા આગળ આવ્યુ છે. આ એક ટર્નીગ પોઈન્ટ હંમેશા હોય છે. ભવિષ્ય માટે હંમેશા પોઝીટીવ રહેજો. તેઓએ વિદ્યાર્થીઓ ઓ ને ભવિષ્ય માં પણ કોલેજ તરફ થી તમામ પ્રકાર ના સહકાર ની ખાતરી આપી હતી. પોતાના 27 વર્ષો ના વિશાળ અનુભવ ને વર્ણવતા તેઓએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે બહુમૂલ્ય માર્ગદર્શન આપ્યું હતું.

એક પછી એક રંગારંગ કાર્યક્રમ રજૂ કરવામાં આવેલ. વિધાર્થીઓની ફરમાઈશ મુજબ મીકેનીકલના સ્ટાફ પ્રો. ડો. રામાણી કલ્પેશભાઈ આહયા તથા તેમની પુત્રી, પ્રો. પૂજા ઘોડાસરા તથા પ્રો. સાહિલ યાજ્ઞીક દવારા પણ પોતાની કૃતિ રજૂ કરવામાં આવેલ હતી. કાર્યક્રમની સફળતા માટે પ્રો. જે.પી.ભીમાણી, પ્રો. સંકેત પંડયા, પ્રો. વિજય મહેતા, પ્રો. ડો. જીતેન માંકડીયા તથા  તમામ કર્મચારીગણે ભારે જહેમત ઉઠાવી હતી.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો. પૂજાબેન ઘોડાસરા તથા પ્રો. સાહિલ યાજ્ઞીક દવારા તથા મીકેનીકલનાં છાત્ર  રાજ ખંભોલીયા દવારા કરવામાં આવેલ હતું.  કાર્યક્રમનાં અંતમાં મીકેનીકલ વિભાગનાં સીનીયર મોસ્ટ ફેકલ્ટી પ્રો. ડો. આર.વી.રામાણી સાહેબે પ્રસંગોચીત વિધાર્થીઓને ઉદબોધન કરેલ હતું અને મીકેનીકલ વિભાગનાં વડા  પ્રો. ડો. એન.પી. મણીયાર  દવારા દરેક વિધાર્થીઓનો તથા કાર્યક્રમને સફળ બનાવવા બદલ સમગ્ર ” મીકેનીકલ” ની ખૂબ જ પ્રસંશા કરેલ હતી તથા વિધાર્થીઓને  તેઓના ” જીવન” ની સફળતા માટે શુભકામના પાઠવેલ હતી.   વી. વી. પી. ના મેનેજિંગ ટ્રસ્ટી  લલિતભાઈ મહેતા તથા ટ્રસ્ટીઓ  કૌશિકભાઈ શુક્લ, ડો સંજીવભાઈ ઓઝા,  હર્ષલભાઈ મણીયાર, ડો નરેન્દ્રભાઈ દવે તથા આચાર્ય  ડો જયેશ દેશકર એ અંતિમ વર્ષ ના વિદ્યાર્થીઓ ને ઉજ્જવળ ભવિષ્ય ની શુભકામનાઓ પાઠવી છે તથા મિકેનિકલ ના આ નોખા – અનોખા નવીનતમ પ્રયાસ ને બિરદાવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.