Abtak Media Google News

નવેસરથી બાંધવા માટે માળખાને એકવાર તો પાયામાંથી તોડવું જ પડે છૈ. છેલ્લા દોઢ વર્ષથી આપણી ઇકોનોમી, આપણી જ નહીં વિશ્વનાં ઘણા દેશોની ઇકોનોમી કાંઇક નવેસરથી બાંધવાનાં પ્રયત્નો કરી રહી છે. હાલમાં જ રિઝર્વ બેંકે ફાયનાન્શ્યલ સ્ટેબિલીટી રિપોર્ટ રજૂ કર્યો છે. જેમાં માર્ચ-21 નાં એન.પી.એનાં આંકડા ભલે 7.5 ટકા જેટલા ઉંચા આવ્યા હોય પરંતુ તે અગાઉની ધારણા જે 12 થી 15 ટકાની રેન્જમાં આવવાની હતી તેના કરતાં નીચા આવ્યા છે જે રાહતના સમાચાર છે. જો કે ભારતમાં 2022 સુધીમાં એન.પી.ઐ રેશિયો 9.8 સુધી જઇ શકે છે જે અગાઉની ધારણા મુજબ 10.4 થી 11.2 સુધી જવાનું અનુમાન હતું. અહીં પણ ક્વોલિટી ઓફ એસેટ ઘણી સારી દેખાતી હોવાથી રીકવરીનાં ચાન્સ ઘણા વધારે રહે છૈ.

ઇકોનોમિસ્ટો કહે છે ક્રેડિટ ગોઝ ટુ રિઝર્વ બેંક ફોર કીપીંગ ધ સિચ્યુએશન અંડર કંટ્રોલ..! જરૂર પડ્યે મોરેટોરિયમ અપાયું અને સમય સાથે તેને જે રીતે પાછું ખેંચાયું તેના કારણે ભારતની બેંકોની હાલત કાબુમાં રહી હતી. બેંકોએ પણ જાહેર કરાયેલી બધી યોજનાઓમાં નાણા ધિરવાને બદલે સાત ગળણે ગળીને પાણી પીધાં છે.  હાલમાં ક્ધસ્ટ્રક્શન, જેમ્સ-જ્વેલરી,એન્જીન્યરીંગ, તથા માઇનીંગ જેવા સેક્ટરમાં એન.પી.એ રેશિયો 15 ટકા જેટલો છે, ઇન્ફ્રા, પાવર, મેટલ જેવા સેક્ટરમાં રેશિયો 10 ટકાને આંબે છે , કેમિકલ તથા ઓટોમાં પાંચ થી સાત ટકા છે. ચિંતાનું કારણ રિટેલ છે જ્યાં રેશિયો 2.1 ટકા જેટલો નીચો હોવાછતાં રિપેમેન્ટનાં ચાન્સ ધુંધળા છે.

આમતો સરકારે કરેલી રાહતની જાહેરાતો છતાં બેંકોએ 2009 ની મંદીના અનુભવના આધારે પહેલેથી જ સાવચેતી રાખી હતી. તેમની બેલેન્શીટમાં કોવિડ-19 ની અસરની જોગવાઇ પણ કરી રાખી હતી. હવે જ્યારે દેશના મોટા ભાગના વિસ્તારોમાં લોકડાઉન દૂર થઇ રહ્યા છે ત્યારે બેંકોને પાયાના સ્તરેથી હાલત સુધરવાની અને તેના પગલે બેંકોની સ્થિતી સુદ્રઢ થવાની આશા છે વર્ષ-2021માં ભારતની ઇકોનોમી  7.3 રહી છે જે વર્ષ-2022 માં જોરદાર ઉછાળા સાથે +9.5 ટકાનાં દરે વિકસવાની આશા સેવાઇ રહી છે.

વૈશ્વિક આંકડાશાસ્ત્રીઓની ગણતરી એવી છે કે જે દેશોમાં કોવિડ-19ની અસર ઓછી છૈ અને તે દેશોનાં બેંકિંગ માળખાને ઓછો બોજ સહન કરવો પડ્યોછે એવા દેશોમાં પણ કોવિડ-19 પહેલાની સ્થિતી આવતા 2022 નો છેલ્લો તબક્કો તો આવી જ જશે. આવા દેશોમાં ચીન, કેનેડા, સિંગાપોર, હોંગકોંગ, દક્ષિણ કોરિયા તથા સાઉદી અરેબિયા જેવા દેશોનો સમાવેશ કરી શાય તેમ છે. જ્યારે  ભારત, મેક્સિકો તથા દક્ષિણ આફ્રિકા જેવા દેશોમાં બેંકિંગ માળખાની રિકવરી ધીમી ગતિએ થશે એસ.ઐન્ડ પી. ના અનુમાન પ્રમાણે આ દેશોમાં સ્થિતી સામાન્ય થતા 2023 નું વર્ષ પુરું થઇ શકે છે.

જાન્યુઆરી-21 માં જ્યારે વેક્સીનેશન શરૂ થયું અને જનજીવન સામાન્ય થયું ત્યારે દેશ જલ્દી પટે ચડી જશે એવી ધારણા હતી. પરંતુ માર્ચ-21 તથા એપ્રિલ-21 માં બીજી વેવથી જે ખાનાખરાબી થઇ તેનાથી ભારતનું બેંકિંગ માળખું ધ્વંશ થઇ જશે એવો ડર હતો પણ આજે  પરિસ્થીતી ઘણી સારી હોવાનો રિઝર્વ બેંકનાં ગવર્નરનો દાવો છે. અત્યાર સુધીમાં કુલ લોનના માત્ર 0.9 ટકા લોન જ સિસ્ટ્રક્ચર કરવી પડી છે. માઇક્રો, મિડીયમ તથા સ્મોલ એન્ટરપ્રાઇઝ સેક્ટર  માટે સૌથી વધારે એટલે કે 1.7 ટકા જેટલી લોનને ફરી સ્ટ્રક્ચર કરવી પડી છે. ત્યારબાદ કોર્પોરેટ લોન 0.9 ટકા જેટલી છે.જ્યારે રિટેલ લોન માંથી 0.9 જેટલી લોન રીસ્ટ્રક્ચર કરવી પડી છે. રિઝર્વ બેંકે ફેબ્રુઆરી-2019 થી અત્યાર રેપો રેટમામ 250 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. બજારમાં લિક્વીડી જળવાઇ રહે તે માટેનાં અથાગ પ્રયત્નો થયા છે. તેથી હાલાતને ફરી સામાન્ય કરતાં સમય તો લાગશે જ..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.