જામનગર જિલ્લામાં જાહેરનામા ભંગ અંગે 108 સામે કાર્યવાહી

હોટલે ટોળા કરનારા સંચાલકો સામે પગલા

જામનગર પંથકમાં કોરોના સેક્ધડ વેવ બિહામણુંરૂપ ધારણ કરી રોજ-રોજ દર્દીઓને હણી રહ્યો છે. આવા કપરા કાળમાં સાવચેતી જરૂરી હોવા છતા અમુક નઠારા તત્વો ગાઇડ લાઇનની ઐસીતૈસી કરી. માસ્ક સહિતના નિયમોનો ખુલ્લેઆમ કરી રહ્યા છે. આથી જિલ્લાભરમાં માસ્કના નિયમનો ઉલાળીયો કરતા 108 સામે દંડની કાર્યવાહી કરી હતી.

વધુમાં ઠાંસીઠાંસીને પેશેન્જર ભરતા ઇક્કો ચાલક સામે કાર્યવાહી હાથ કરાઇ હતી. માસ્કના નિયમનો ઉલાળીયો કરતા જામનગરના શબીર દોસાણી, જયેશભાઇ ચંદ્રાવાડીયા, જયદીપ અબોટી, દેવરાજ જાડેજા, નિલેશષ માવુ, દિનેશ મકવાણા, બિલાલ ઘોડીવાલા, મહેશ છૈયા, રમેશ ધ્રાંગીયા, ઇસુલ સમા સહિત 108 લોકો સામે જુદા-જુદા પોલીસ સ્ટેશનના સ્ટાફે કાર્યવાહી હાથ ધરી હતી.

વધુમાં ઇક્કોમાં ઠાસીઠાસીને પેશેન્જર ભરતા ચાલક રાજેન્દ્રભાઇ પટેલ, લાલભાઇ ભરવાડ, રાકેશભાઇ મુલચંદાણી સહિત અન્ય ઇકો ચાલક સામે કાર્યવાહી હાથ ધરાઇ હતી. વધુમાં હોટલે ટોળા ભેગા કરવા બદલ હોટલ સંચાલકો સામે પણ કાર્યવાહી હાથ ધરાઇ હતી. ઉલ્લેખનીય છે કે, એક બાજુ કોરોના કોહરમ મચાવી રહ્યો હોવા છતા અનેક શખ્સો સમાજના દુશ્મન બની કોરોના ગાઇડ લાઇનનો ખુલ્લેઆમ ભંગ કરતા આવા તત્વો સામે પોલીસ રીતસર મેદાને ઉતરી છે અને દંડનો દંડો ઉગામી શખ્સો સામે લાલ આંખ કરી કાર્યવાહી અવિરત ચાલુ રાખી છે.