Abtak Media Google News

ભારતને ‘વૈશ્ર્વિક પ્રોડકશન હબ’ બનાવી આત્મનિર્ભર બનાવવા તરફ કૂચ

સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહિત કરવા ઉપરાંત વિદેશી કંપનીઓને ભારતમાં ઉત્પાદન અર્થે આકર્ષવા PLI  સ્કિમ  મોટી મદદરૂપ થશે

આગામી પાંચ વર્ષમાં બે લાખ કરોડના પ્રોત્સાહનો આપી ‘વેપલો’ વધારાશે

PLI સ્કિમથી પાંચ ટ્રીલીયન ડોલરના અર્થતંત્રનું સ્વપ્ન ઝડપથી સાકાર થશે: મોદી

નવા સ્ટાર્ટઅપ અને સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહિત કરી ભારતને તમામ ક્ષેત્રે સ્વાવલંબી બનાવવા મોદી સરકારે ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનની શરૂઆત કરાવી છે. ભારતનાં સ્થાનિક ઉત્પાદકો તો પ્રોત્સાહિત થાય અને સાથે સાથે વિદેશી કંપનીઓ ભારતમાં આવી રોકાણ અને ઉત્પાદક કરે તે માટે સરકારે પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ પીએલઆઈ સ્કિમ લાગુ કરી છે. આ સ્કિમથી આવતા પાંચ વર્ષમાં ભારતનો વેપાર 4 લાખ કરોડ વધી જશે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે.

ઉત્પાદન આધારિત પ્રોત્સાહન યોજનાથી વેપલો વધશે તેમાં કોઈ બે મત નથી. એટલું જ નહીં આનો સીધો ફાયદો અર્થતંત્રની વૃધ્ધી (જીડીપી વધારો)માં થશે અને મોદી સરકારના પાંચ ટ્રીલીયન ડોલરનાં સ્વયનને સાકાર કરવામાં મોદી મદદ મળશે. તો ભારતને વૈશ્ર્વિક પ્રોડકશન હબ બનાવવા તરફ પણ મોટો ફાયદો થશે.

નીતિઆયોગ તેમજ ઉદ્યોગ અને આંતરરાષ્ટ્રીય વેપાર વિભાગના બજેટના એક વેબીનારમાં સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, પીએલઆઈ સ્કિમથી ઉત્પાદનને વેગ મળશે. ઈલેકટ્રોનિકસ, ફાર્માસિયુટીકલ્સ, ઓટોમોબાઈલ અને તેના પાર્ટસ સહિતના ક્ષેત્રોને મોટો લાભ મળશે. આત્મનિર્ભર ભારત અને મેક ઈન્ડિયા પ્રોજેકટ ઝડપી ગતિએ આગળ ધપશે. પીએલઆઈ સ્કિમ હેઠળ આગામી પાંચ વર્ષમાં બે લાખ કરોડ રૂપીયાના પ્રોત્સાહનો અપાશે જે 520 બીલીયન ડોલરનો વધુ વેપલો કરાવશે.

જણાવી દઈએ કે, પીએલઆઈ સ્કિમ હેઠળ ઉત્પાદકોને ઉત્પાદનની સરખામણીએ અમૂક ઈન્સેન્ટીવ એટલે કે નાણાંકીય વળતર ચૂકવવામાં આવે છે. જેમ જેમ વધુ ઉત્પાદન તેમ તેમ વધુ વળતર સરકાર ચૂકવે છે. આ વર્ષનાં બજેટમાં આ માટે રૂ. બે લાખ કરોડ ફાળવાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.