પ્રોડક્શન આધારીત પ્રોત્સાહનો ઈલેક્ટ્રોનિક માર્કેટમાં ધૂમ મચાવશે

પાંચ વર્ષમાં જ ૧૦૦ કરોડ મોબાઈલ અને પાંચ કરોડ લેપટોપ બજારમાં ઠલવાશે

૨૦૨૫ સુધીમાં ભારતના ઈલેક્ટ્રોનિક ઉત્પાદનનું ટર્નઓવર ૪૦૦ અબજ ડોલરે આંબી જશે

આયાતનું ભારણ ઘટાડવાની દિશામાં થઈ રહેલા પ્રયત્નો ભારતને નિશ્ર્ચિતપણે સધ્ધર બનાવશે

ઉત્પાદન આધારીત પ્રોત્સાહનોના કારણે વૈશ્ર્વિક કક્ષાએ ભારત ટોચની કંપનીઓ માટે માનીતું બનતું જાય છે. માત્ર સ્થાનિક જ નહીં આંતરરાષ્ટ્રીય કંપનીઓ પણ ભારતમાં પોતાના ઉત્પાદન એકમો સ્થાપવા માટે કતારમાં છે. વૈશ્ર્વિક કંપનીઓ માટે ભારત ખુબ મોટું માર્કેટ છે. હવે ઘર આંગણે જ ઉત્પાદન થવાથી સસ્તી કિંમતે વસ્તુઓ મળશે. આ ઉપરાંત ઉત્પાદન આધારીત પ્રોત્સાહનોના કારણે રોજગારીની અઢળક તકોનું નિર્માણ થશે. ઔદ્યોગીક એકમો સ્થપાશે તો રોજગારી વધશે. અત્યાર સુધી ઉદ્યોગોને અપાયેલા પ્રોત્સાહનો અસરકારક નિવડ્યા નથી. અધુરામાં પૂરું સ્થાનિક ઉદ્યોગને બચાવવા માટે માલ-સામાન ઉપર લાદવામાં આવતી એન્ટી ડમ્પીંગ ડયુટી પણ લાભદાયી નિવડી નથી.

ઉત્પાદન આધારીત પ્રોત્સાહન યોજના અન્ય પ્રોત્સાહન યોજનાઓથી અલગ છે. અગાઉની યોજનાઓના કારણે સ્થાનિક ઉદ્યોગો આંતરરાષ્ટ્રીય બજારમાં ટકવા અને સ્પર્ધા કરવા પુરતા સક્ષમ બનાવ્યા નથી. ત્યારે વૈશ્ર્વિક કંપનીઓને આકર્ષવા અને સ્થાનિ ક ઉદ્યોગોને રાહત આપવા ઉત્પાદન આધારીત પ્રોત્સાહન મહત્વની ભૂમિકા ભજવશે.

સંદેશા વ્યવહાર મંત્રી રવિશંકર પ્રસાદે મંગળવારે જાહેર કર્યુ હતું કે, આગામી પાંચ વર્ષ હતું કે આગામી પાંચ વર્ષમાં ભારતમાં ૧૦૦ કરોડ મોબાઇલ ફોન, પાંચ કરોડ ટી.વી. સેટ, લેપટોપ , ટેબલેટ જેવા પાંચ કરોડ આઇ.ટી. ઉપકરણો બનાવવાનું લક્ષ્ય  ધરાવે છે. દેશમાં ફોરજી તો કાર્યરત છે જ હવે ફાઇવજીની ટ્રાયલ ટુંક સમયમાં જ શરુ થશે. આવતા પાંચ વર્ષમાં ભારત એક અબજ મોબાઇલ ફોન, કરોડોની સંખ્યામાં ટીવી લેપટોપ, ટેબલેટ જેવા આઇ.ટી. હાર્ડવેર, ડિવાન્સનું ઉત્પાદન શરુ કરશે. અને પાંચ વરસમાં ઇલેકટ્રોનીક મેન્યુફેકચરીંગમાં ભારતનો દબદબો રહેશે તેમ સી.આઇ.આઇ. યુએલ ઇવેન્ટમાં તેમણે આશા વ્યકત કરી હતી. અને કહ્યું હતું કે દેશ  આગામી પાંચ વર્ષમાં ડીઝીટલ અર્થ વ્યવસ્થાને એક ટ્રીલીયન ડોલર સુધી વધારી દેશે.

ઓઘોગિક સંસ્થાન ઇન્ડિયા સેલ્યુલર ઇલેકટ્રોનીક એસો. ના જણાવ્યા મુજબ ભારતની ઓઘોગિક પ્રોત્સાહન નીતીના ના કારણે ભારત ૨૦૨૫ સુધીમાં લેપટોપ, ટેબલેટ ઉત્પાદન ક્ષમતા ૧૦૦ અબજ ડોલર સુધી લઇ જઇ ભારતના હાલના વૈશ્ર્વિક બજારના ૧૦ ટકાના હિસ્સાને ૨૬ ટકા સુધી લઇ જશે. ૨૦૨૫ સુધીમાં પ લાખ નવી રોજગારી ૭૫ અબજ ડોલરનો વિદેશી વિનિમય એ અબજ ડોલરનું રોકાણ કરનારું ક્ષેત્ર બનશે. ૨૦૨૫ સુધીમાં ૪૦૦ અબજ ડોલરનું ઇલેકટ્રોનિક ઉત્પાદન ટર્ન ઓવરમાં ૧૯૦ અબજ ડોલરે મોબાઇલ ફોટ સેગમેટમાંથી પ્રાપ્ત થશે.

૨૦૨૫ સુધીમાં સંસ્થાનીક બજાર ૧૭૦ અબજ ડોલરનું હશે. અને ઔઘોગિક ઉત્પાદન પ્રોત્સાહન યોજાને આધારે ૨૩૦ અબજ ડોલરની નિકાસ ક્ષેત્રને ઘ્યાનમાં રખાશે. વૈશ્ર્વિક સપ્લાય શૃંખલામાં ભારત ઉત્તમ ઉત્પાદન કેન્દ્ર બનવું જોઇએ, તેમ રવિશંકરે જણાવ્યું હતું.

ભારતની સ્થાનીક વરિષ્ઠ ઇલેકટ્રીક કંપનીઓ વૈશ્ર્વિકસ્તરે હરીફ ચાયનીઝ કંપનીઓ સામે ભારતમાં ચીજ વસ્તુઓનું નિમાણ કરી ઉત્પાદન દર વધારવા માટે કાર્યરત થઇ જતાં ચીન જેવા દેશોમાંથી થતી આયાતનું ભારણ અને જરુરીયાત ઘટતાં ભારતની ભુમિકા બદલાઇ રહી છે.

પેનાસોનીક ઇન્ડિયાએ પોતાના રેફ્રીજરેટર વોશિંગ મશીનના સ્પેર પાર્ટસ માટે લોઇડ મોટોરોલામાં કર્યુ  બ્રાન્ડનું ઉત્પાદન ભારતમાં શરુ કર્યુ છે. આજે રીતે  માઇક્રોમેકસ કંપનીની માલીકીના સહ ઉત્પાદક ટીસીએલ જેવી બ્રાન્ડ ટેલીવિઝનની એસેમબલ ક્ષેત્રે આત્મ નિભર બનવા જઇ રહ્યું છે.

કેન્દ્ર સરકારની ઓઘોગિક પ્રોત્સાહનની પહેલથી ધરેલું ધોરણે બનવા લાગેલા ટીવી, એરકંડિશનનના આયાતી સ્પેર પાર્ટસની અવેજી ભારતમાં જ ઉભી થતાં આત્મ નિર્ભર ભારતના સરકારના પ્રયત્નોથી ધરેલું ઇલેકટ્રોનીક ઉત્પાદન કરતી કંપનીઓ માટે હરિફો સાથેના કરાર  હવે ઉત્પાદન વધતા ઉત્૫ાદરોની ભુમિકામાં તબદીલ થઇ રહ્યા છે. ભારતની ઇલેકટ્રોનીક કંપનીઓને ચીનમાંથી આયાત કરવામાં આવતા સ્પેરપાર્ટસ ઉત્પર નિરભર રહેવાની હવે કોઇ જરુર નથી.