- મુસ્લિમ લોકો શિક્ષણ બાબતે જાગૃતિ લાવે તે અંગે કાર્યક્રમનું આયોજન
- મુસ્લિમ એકતા મંચના ઈમ્તિયાઝ પઠાણ સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત
ધ્રાંગધ્રા ટાઉનહોલ ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા શિક્ષણ બાબતને લઈને સ્કૂલ બનાવવા માટે તથા મુસ્લિમ લોકો શિક્ષણ બાબતે જાગૃતિ લાવે તેને લઈને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે મુસ્લિમ એકતા મંચના ઈમ્તિયાઝ પઠાણ, જહાંગીર બાપુ દસાડા સ્ટેજ, શહેરની તમામ મસ્જિદોના આલીમ, મુસ્લિમ સમાજના અગ્રણીઓ સહિત યુવાનો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ઈમ્તિયાઝ પઠાણ દ્વારા મુસ્લિમ સમાજને ઉજાગર કરવા તેમજ આર્થિક સામાજિક અને રીતે સધ્ધર બનવા જણાવ્યું હતું.
ધ્રાંગધ્રા ટાઉનહોલ ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા શિક્ષણ બાબતને લઈને સ્કૂલ બનાવવા માટે તથા મુસ્લિમ લોકો શિક્ષણ બાબતે જાગૃતિ લાવે તેને લઈને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે મુસ્લિમ એકતા મંચના ઈમ્તિયાઝ પઠાણ, જહાંગીર બાપુ દસાડા સ્ટેજ, શહેરની તમામ મસ્જિદોના આલીમ, મુસ્લિમ સમાજના અગ્રણીઓ સહિત યુવાનો વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મુસ્લિમોએ પોતાની પ્રાથમિકતાઓ બદલવાની જરૂર છે શિક્ષણ જ મુક્તિ અપાવી શકે છે શિક્ષણ જ આઝાદ કરી શકે છે ત્યારે ધ્રાંગધ્રા ટાઉનહોલ ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા શિક્ષણ બાબતને લઈને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે મુસ્લિમ એકતા મંચના કિલવીનર ઈમ્તિયાઝ પઠાણ, જહાંગીર બાપુ દસાડા સ્ટેજ, શહેરની તમામ મસ્જિદોના આલીમ, મુસ્લિમ સમાજના અગ્રણીઓ સહિત યુવાનો વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં મુસ્લિમ એકતા મંચના ઈમ્તિયાઝ પઠાણ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મુસ્લિમ સમાજમાં માતા-પિતા તેમના સંતાનોના શિક્ષણ પ્રત્યે કેટલા અસંવેદનશીલ છે જેમાં મુસ્લિમ વિદ્યાર્થીઓને એવું માનીને બ્રેઈનવોશ કરવામાં આવે છે કે ‘સરકારી નોકરીઓ મળતી નથી, અન્યાય થાય છે.’ આ માન્યતા તેમને અભ્યાસ કરતા અટકાવે છે મુસ્લિમો તેમની ભવ્ય મસ્જિદો અને દરગાહની બડાઈ હાંકે છે, જ્યારે તેમની શાળાઓ અને રહેણાંક વિસ્તાઓ વસવાટ માટે બિલકુલ અસુરક્ષિત છે, ગંદકીથી ખદબદતા હોય છે.
મુસ્લિમ યુવાનો અને ઘણી મહિલાઓ પણ બહારના ભાગે બેસીને ગુટખા મસાલા થૂંકતા હોય છે ત્યારે ઈમ્તિયાઝ પઠાણ આહવાન કરીને કહેલ સાથે મળીને વ્યસન મુક્તિ કરીને શિક્ષણ તરફ આગળ વધીએ તેઓ આહવાન કરવામાં આવ્યો હતો. મુસ્લિમ એકતા મંચના કન્વીનર ઇમ્તિયાઝ પઠાણ પઠાણ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે હું ઈચ્છું છું કે મુસ્લિમ બૌદ્ધિકો તેમજ ધાર્મિક ગુરુઓ હવે ગાઢ નિંદ્રામાંથી જાગે મુસ્લિમોએ પોતાની પ્રાથમિકતાઓ બદલવાની જરૂર છે. નહીં તો આવનારા દિવસોમાં તેઓ પોતાને હાલ કરતા પણ વધુ ખરાબ અવસ્થામાં જોવા મળશે
અહેવાલ: સલીમ ઘાંચી