Abtak Media Google News

કોયા જનજાતી વિદ્રોહ તથા વિવિધ આંદોલન ઉપર વિસ્તૃત ચર્ચા કરાઈ

સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરવા માટે આપણા અનેક વિર સપૂતોએ પોતાનું બલિદાન આપ્યું છે. ઈતિહાસના આવા કેટલાય વિર સપૂતો કાળક્રમે વિસરાઈ ગયા છે. તેઓને યાદ કરતાં રાષ્ટ્રીય અનુસૂચીત જનજાતી આયોગ, દિલ્હી અને ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના (જીટીયુ) સંયુક્ત ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત   સાલ ઓડિટોરીયમ ખાતે  સ્વતંત્રતા સંગ્રામમાં જનજાતી નાયકોના યોગદાન વિષય પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Img 20221013 Wa0024

આ પ્રસંગે અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય અનુસૂચીત જનજાતી આયોગ દિલ્હીના અધ્યક્ષ હર્ષ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમને સંબોધતાં તેમણે જણાવ્યું કે , જનજાતી સમાજ ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. આઝાદીની અનેક ચળવળોમાં તેઓએ પોતાના શોર્ય અને બલિદાન થકી  અંગ્રેજોને હંફાવ્યા છે. 2 શતકમાં જ તેમનો આ ભવ્ય ઈતિહાસ વિસરાઈ ગયેલ છે તે દુ:ખદ બાબત છે. કાર્યક્રમના અતિથિ વિશેષ સ્થાને રાજ્ય શિક્ષણમંત્રી  ડો. કુબેરભાઈ ડિંડોર ઉપસ્થિત રહ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે , 1857 થી લઈને 1947 સુધીના સમયગાળામાં જનજાતી સમાજના વિર સપૂતો અને વિરાંગનાઓએ છેલ્લા શ્વાસ સુધી અંગ્રેજોનો સામનો કરીને આઝાદી મેળવવામાં બહુમૂલ્ય યોગદાન આપ્યું છે.  જીટીયુના કુલપતિ પ્રો. ડો. નવીન શેઠે સંબોધતાં કહ્યું હતું કે, ટેક્નિકલ જ્ઞાનની સાથે-સાથે યુવાપેઢીને ઈતિહાસના દરેક પ્રકરણો વિશે અવગત થવું જરૂરી છે.  જીટીયુના કુલસચિવ ડો. કે. એન. ખેરે કાર્યક્રમના સફળ સંચાલન બદલ જીટીયુ આસીસ્ટન્ટ રજીસ્ટ્રાર શ્રી સુમિત એન. પટેલને અભિનંદન પાઠવ્યા હતાં.

કાર્યક્રમ દરમિયાન અનુસૂચિત જનજાતીઓના વિવિધ આંદોલનો , વિદ્રોહો , સંઘર્ષ અને સશસ્ત્ર સંગ્રામોની વિસ્તૃત ચર્ચા કરવમાં આવી હતી. ઈતિહાસના પાનાઓમાં આવા હજારો જનજાતી નાયકોના દેશપ્રેમ , માતૃભાવના અને વિરરસથી ભરપૂર કથાઓ તેમના લોકગીતો અને સંસ્કૃતિમાં પણ જોવા મળે છે. આ ઈતિહાસને આજની યુવા પેઢીએ પણ જાણવો જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.