રાત્રી કરફ્યુનો સમય લંબાતા ઠંડાપીણા-ગોલાવાળાને મુશ્કેલી, ધંધો બંધ કરવો પડે તેવી સ્થિતિ

રાત્રી કરફયુના સમય અંગે ફેર વિચારણા કરવા માંગ

ઉનાળો હોવાથી લોકો મોડેથી બહાર નીકળતા હોય સરકારે કરફયુના સમય અંગે વિચારવું જોઇએ

રાત્રી કરફયુનો સમય લંબાવવાના ઠંડા પીણા તથા ગોલાના ધંધાર્થીઓ મુશ્કેલી પડી રહી છે. આ ધંધાર્થીઓ અને ધંધાર્થીઓએ પણ રાત્રી કરફર્યુના સમય બાબતે પુન: વિચારણા કરવા માગણી કરી છે.

હાલ ઉનાળો એટલે દિવસે અસહ્ય ગરમીના લીધે લોકો ઓછા બહાર નીકળે છે અને રાત્રી સમયે વાતાવરણ ઠંડુ બનતા ઘર બહાર નીકળે છે. ઠંડક મેળવવા ઠંડાપીણા કે ગોલાનો આશરો લે છે.

કરફયુનો સમય બદલવો જોઈએ,લોકડાઉન બાદ માંડ સેટ થતા’તા ત્યાં કરફયુએ ધંધો બગાડયો: સમીરભાઈ સોઢા

રામ ઔર શ્યામ ગોલાવાલાના માલીક સમીરભાઈ સોઢાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓ 55 વર્ષથી ગોલાના બિઝનેશમાં છે. આ ત્રીજી પેઢી છે જે ગોલા સાથે જોડાયેલી છે. લોકડાઉનમાં તેમણે ધંધામાં બહુ માર પડયો હતો સરકાર દ્વારા પહેલા 10 વાગ્યાનો સમય રાખવામા આવ્યો હતો જે હવેથી 9 વાગ્યાનો થઈ ગયો છે એના કારણે અમને ખૂબ નુકશાની ભોગવવી પડે છે. લોકો પરિવાર સાથે રાત્રે 9 વાગ્યા બાદ જ ફરવા અને ગોલાખાવા નીકળે છે. હવે રાત્રે લોકો ગોલા ખાઈ નથી કતા અને અમે બનાવી નથી શકતા.લોકડાઉન બાદ માંડ ધંધો સેટ થયો હતો ત્યાં રાત્રી કરફયુના કારણે ઘણું નુકશાન થયું છે. ગ્રાહકો અને ગોલાના વેપારી બંનેને મુશ્કેલી સહન કરવી પડે છે. રાત્રે કરફયુના સમય પ્રમાણે ગ્રાહકોને પાછા મોકલવા પડે છે.વધુમાં તેમણે સરકારને અપીલ કરી હતી કે સરકાર દ્વારા રાત્રી કરફયુનો સમય વધારી દેવામાં આવ્યો છે.પરંતુ તેનાથી કોઈ ફર્ક પડતો નથી કેસો વધ્યા જ રાખે છે.માટે ઠંડા પીણા અને ગોલાવાળાને ધ્યાનમાં લઈને રાત્રી કરફયુના સમયમાં ફેરફાર કરવો જોઈએ.

રાત્રી કરફયુના કારણે ધંધો બંધ કરવો પડે તેવી સ્થિતિ: યુનુસભાઇ મલિક

યુનુસભાઇ માલિક ગોાલાવાલાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે રાત્રી કરફયુના કારણે ધંધામાં બહુ તકલીફ પડી રહી છે. સૌ પહેલા 10 વાગ્યાનું હતુ અને હવે વાગ્યાનું થઇ ગયું છે. આના કારણે 10 લોકોને રજા આપી દીધી છે. કોરોનામાં વ્યવસાયને ખૂબક અસર પડી છે. ગત વર્ષ કોરોનાના કારણે સીઝન નિષ્ફળ ગઇ હતી. ત્યારે આ વર્ષે આશા અને ઉત્સાહ હતો પરંતુ આ વર્ષે પણ રાત્રી કરફર્યુએ મજા બગાડી નાખી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે કોરોના પહેલા સ્થિતિ ખૂબ સારી હતી. પરંતુ કોરોના બાદ બહુ ભયંકર પરિસ્થિતિ થઇ ગઇ છે. વહેલા-મોડું દુકાન બંધ કરવી પડે એવી સ્થિતિમાં મુકાઇ ગયા છીએ. ચાર મહિનાની સિઝન સારી જાશે એવી આશા હતી

પરંતુ પરિસ્થિતિ હવે ખૂબ ખરાબ થઇ ગઇ છે. કોરોના પહેલા ઘરાગી 100 ટકા હતી પરંતુ લોકડાઉન પુરુ થયા બાદ 20 ટકા થઇ ગઇ હતી અને હવે માત્ર 10 ટકા છે. રાત્રી કરફયુના કારણે 8.30 વાગ્યે દુકાન બંધ કરવી પડશે. રાત્રી કરફયુના કારણે ગ્રાહકોને ના પાડવી પડે છે અને ડરી ડરીને ધંધો કરવો પડે છે.સાથે જ તેમણે અપીલ કરતા જણાવ્યું કે બધાને સમાનતાથી જોવા જોઇએ નાના વ્યવસાયવાળાની સ્થિતિને પણ સમજવી જોઇએ.