Abtak Media Google News

સાંસદ રમેશભાઇ ધડુકે આપેલી ખાતરી લોલીપોપ સાબિત થતાં લોકોમાં રોષ

અબતક, જય વિરાણી, કેશોદ

કેશોદ પંથકના મહત્વનાં કેન્દ્ર સરકારના પ્રશ્નો સમસ્યાઓ માં વર્ષોથી બંધ પડેલું એરપોર્ટ શરૂ કરવાની માંગ, ગાદોઈ ટોલ પ્લાઝા ની વીસ કિલોમીટર ત્રિજ્યા માં આવતાં વાહનચાલકો ને લોકલ ગણીને ટોલ ટેક્ષ માં રાહત મળે એવી માંગ સાથે આંદોલનનું રણશિંગુ ફુંકાયું હતું ત્યારે લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે રમેશભાઈ ધડુક તેમનાં ટેકેદાર આગેવાનો દ્વારા ખાત્રી આપવામાં આવી હતી કે પરિણામ જાહેર થયા બાદ નવી કેન્દ્ર સરકાર ની રચના થયાં બાદ સમસ્યાઓ ઉકેલી આપવામાં આવશે. લોકસભાની ચૂંટણી પુર્ણ થયા બાદ સાંસદ દ્વારા આપેલી ખાત્રી પોકળ પુરવાર થઈ છે અને કેશોદ પંથકના મતદારોને લોલીપોપ આપી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કેશોદ રેલ્વે સ્ટેશન પર બાંદ્રા વેરાવળ ટ્રેન ને સ્ટોપ અપાવવામાં નિષ્ફળ નીવડેલ છે ત્યારે કેશોદ વિસ્તારમાં જ્યારે જ્યારે ચુંટણી નજીક આવે છે ત્યારે ચાર ચોક રેલ્વે ફાટક પ્રશ્ર્ને નવી નવી યોજના હેઠળ અંડરબ્રીજ બનાવવાની મંજૂરી મળી છે ત્યારે નક્કર કાર્યવાહી હાથ ધરવામાં ન આવતાં મતદારો આવી જાહેરાતો પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. કેશોદના કેન્દ્ર સરકારનાં મહત્વ નાં પ્રશ્નો ઉકેલવા માં નિષ્ફળ નીવડેલાં પ્રજાનાં ચૂંટાયેલા પ્રતિનિધિ ને કારણે આવનારાં દિવસોમાં ધારાસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે કેશોદ ધારાસભા નાં ઉમેદવાર ને મતદારો નાં રોષનો ભોગ બનવું પડે તો નવાઈ નહીં રહે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.