રાજકોટ જી.એસ.ટી.ના સંયુકત કમિશનર તરીકે મુકેશકુમારીને અપાયું પ્રમોશન

 

અબતક,રાજકોટ: GST રાજકોટ સંયુક્ત આયુક્ત ના પદ પર કાર્યરત મુકેશ કુમારી ને અતિરિક્ત આયુક્ત સ્વરૂપે પ્રમોશન આપવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ સિવિલ સર્વિસ સેવા 2009ની બેચના આઈઆરએસ અધિકારી છે તેમના પતિ  રમેશચંદ મીના પણ રાજકોટમાં વરિષ્ઠ મંડળ પરિચાલન પ્રબંધક ના પદ પર છે. તેઓ 2009ના સિવિલ સર્વિસ સેવાના આઈ આર ટી એસ અધિકારી છે.  મુકેશ કુમારી જયપુરથી છે તેમ જ તેમના પતિ રમેશચંદ મીના રાજસ્થાન રાજ્ય નાં અલવર થી છે. બંને અધિકારી વર્ષોથી ગુજરાત રાજ્યમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે.