Abtak Media Google News

ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટીની બેઠકમાં લેવાયા નિર્ણય

રાજકોટ મહાનગરપાલિકામાં તાજેતરમાં ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટીની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહાપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓ/અધિકારીઓને સરકારના ધારા-ધોરણ મુજબ બઢતી, ઉચ્ચતર પગારધોરણ તથા અવસાન પામેલ સફાઇ કામદારોના વારસદારોને સફાઇ સહાયક તરીકે નિમણૂંક કરવા બાબતે ચર્ચા-સમીક્ષા કરવામાં આવી હતી.

ડી.પી.સી. કમિટી માં બઢતી બાબતે મદદનીશ ઈજનેર (સિવિલ) સંવર્ગમાંથી નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ) સંવર્ગમાં ખાલી પડેલ 01 (એક) જગ્યા પર બઢતી આપવામાં આવેલ તથા સેનેટરી સબ ઇન્સ્પેક્ટર સંવર્ગમાંથી સેનેટરી ઇન્સ્પેક્ટર સંવર્ગમાં ખાલી પડેલ 02(બે) જગ્યા પર બઢતી આપવાનું મંજુર કરવામાં આવેલ.

જે-જે કર્મચારીઓએ રાજકોટ મહાનગરપાલિકામાં 12 વર્ષ અને 24 વર્ષ ફરજનો સમયગાળો પુર્ણ કરેલ હોય તેવા વર્ગ-03 ના કુલ-13 કર્મચારીઓનો ઉચ્ચતર પગારધોરણ મંજુર કરવામાં આવેલ તથા વર્ગ-04 ના કુલ-20 કર્મચારીઓના ઉચ્ચતર પગારધોરણ મંજુર કરવામાં આવ્યા હતાં.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં ફરજ બજાવતા સફાઇ કામદાર કર્મચારીઓના પણ 12 અને 24 વર્ષના ઉચ્ચતર પગારધોરણના કિસ્સાઓની સમીક્ષા કરવામાં આવેલ. જેમા કુલ-233 સફાઇ કામદારોના ઉચ્ચતર પગારધોરણ મંજુર કરવામાં આવેલ તથા જે સફાઇ કામદારોનું દુ:ખદ અવસાન થયેલ હોય તેવા કર્મચારીઓના વારસદારને સફાઇ સહાયક તરીકે નિમણૂંક આપવા બાબતે કમિટી દ્વારા સમીક્ષા કરતા કુલ-09 વારસદારોને સફાઇ સહાયક તરીકે નિમણૂંક આપવા અંગે ડી.પી.સી કમિટી દ્વારા મંજુરી આપવામાં આવી હતી.

મહાપાલિકામાં ફરજ બજાવતા કુલ-3 કર્મચારીઓને ઉપલા સંવર્ગમાં બઢતી, કુલ-266 કર્મચારીઓના ઉચ્ચતર પગારધોરણ અને કુલ-09 વારસદારોને સફાઇ સહાયક તરીકે નિમણૂંક આપવા બાબતે ડી.પી.સી. કમિટી દ્વારા મંજુર કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.