- સૌરાષ્ટ્રના 32 બિનહથિયારી ફોજદારને થાણા અધિકારી તરીકે બઢતી: પોલીસ બેડામાં હરખનો માહોલ
રાજ્યના 159 પીએસઆઈને પીઆઈનું પ્રમોશન આપવામાં આવતા પોલીસ બેડામાં હરખનો માહોલ છવાયો છે. રાજકોટ શહેર જિલ્લાના કુલ છ સહીત સૌરાષ્ટ્રના 32 બિન હથિયારી પીએસઆઈને બઢતીની યાદીમાં સમાવી લેવામાં આવ્યા છે. ગઈકાલે મોડી રાતે જાહેર કરાયેલા પ્રમોશનના લીધે પોલીસ ખાતામાં હર્ષનો માહોલ છે.
ચાલુ સપ્તાહમાં જ રાજ્યના કુલ 576 પીએસઆઈની યાદી પ્રમોશન માટે તૈયાર કરવામાં આવી હતી. જે યાદીમાં સમાવિષ્ટ અધિકારીઓ વિરુદ્ધ ખાતાકીય તપાસ, કોર્ટ ઈન્કવાયરી, શિક્ષાત્મક પગલાં સહીતની બાબતોની ખરાઈ કર્યા બાદ 159 પીએસઆઈને બઢતી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ યાદીમાં સૌરાષ્ટ્રના 32 અધિકારીઓને સમાવી લેવામાં આવ્યા છે.
બઢતીની યાદી પર નજર કરવામાં આવે તો રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવતા એકમાત્ર અધિકારીને પ્રમોશન આપવામાં આવ્યું છે. શહેર એસઓજી પીએસઆઈ એન વી હરીયાણીને પીઆઈનું પ્રમોશન મળ્યું છે. જયારે રાજકોટ ગ્રામ્યમાં ફરજ બજાવતા આર એ જાડેજા, કે વી પરમાર, વી સી પરમાર, કે જે સથવારા અને વી એમ ડોડીયા એમ કુલ ગ્રામ્યના પાંચ પીએસઆઈને થાણા અધિકારી તરીકે બઢતી આપવામાં આવી છે.
હવે સૌરાષ્ટ્રના અન્ય 26 પીએસઆઈની યાદી અંગે વાત કરવામાં આવે તો જામનગરના આર કે ગોસાઈ, પી જી પનારા, આર એચ બાર, ગાંધીધામના વી આર પટેલ, કે ડી રાવલ, એમ એમ ઝાલા, જૂનાગઢના વાય બી રાણા, એસ આઈ સુમરા, એમ વી રાઠોડ, એ પી ડોડીયા, એમ જ પરમાર, એ ડી વાળા અને આર પી વણઝારા, ભાવનગર ડી વી ડાંગર, સી એચ મકવાણા, પી બી જેબલીયા, દ્વારકાના ટી ડી ચુડાસમા, એમ ડી મકવાણા, એ લ બારસીયા, અમરેલીના સી એન દવે અને બી કે ભટ્ટ, ભુજના જે ડી સરવૈયા, ગીર સોમનાથના એન બી ચૌહાણ, સુરેન્દ્રનગર એચ જી ગોહિલ, મોરબીના વી એન પરમાર અને પોરબંદરના પી ડી જાદવને બઢતી આપવામાં આવી છે.
રાજકોટ શહેર-ગ્રામ્યના ક્યા અધિકારીઓને મળ્યા સારા સમાચાર?
રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવતા એકમાત્ર અધિકારીને પ્રમોશન આપવામાં આવ્યું છે. શહેર એસઓજી પીએસઆઈ એન વી હરીયાણીને પીઆઈનું પ્રમોશન મળ્યું છે. જયારે રાજકોટ ગ્રામ્યમાં ફરજ બજાવતા આર એ જાડેજા, કે વી પરમાર, વી સી પરમાર, કે જે સથવારા અને વી એમ ડોડીયા એમ કુલ ગ્રામ્યના પાંચ પીએસઆઈને થાણા અધિકારી તરીકે બઢતી આપવામાં આવી છે.
મૂળ સ્થાન પર જ પોસ્ટિંગ
સામાન્ય રીતે બઢતી સાથે બદલી કરવામાં આવતી હોય છે પણ રાજ્યના 159 પીએસઆઈને જે બઢતી આપવામાં આવી છે તે તમામને મૂળ સ્થાને જ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. આ તમામ અધિકારીઓને તેમના ફરજના સ્થાને જ બઢતી આપવામાં આવી છે.