રાજકોટ જિલ્લાના 21 કલાર્ક અને તલાટીને પ્રમોશન: 29 નાયબ મામલતદારોની બદલી

જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ મોડી રાત્રે કર્યા હુકમો

રાજકોટ જિલ્લાના મહેસુલ વિભાગમાં જિલ્લા કલેકટર અરૂણ મહેશબાબુએ મોટા ફેરફારો કર્યા છે. તેઓએ ગતરાત્રીના 21 કલાર્ક અને તલાટીના નાયબ મામલતદાર તરીકે પ્રમોશન તેમજ 29 નાયમ મામલતદારોની બદલીના હુકમો જાહેર કર્યા છે.

21 તલાટી તથા કલાર્કને નાયબ મામલતદાર તરીકે બઢતીઆપવામાં આવી છે. જેમાં રાજકોટ દક્ષિણના એમ.ડી.રાજાને જિલ્લા પંચાયત, રાજકોટ તાલુકાના રીજવીને લોધીકા મામલતદાર, જેતપૂર મામલતદારના ઝાલાને ચૂંટણી શાખા, જેતપૂર મામલતદારના જાડેજાને જેતપૂર મતદાર યાદી, રાજકોટ પશ્ર્ચીમના સોલંકીને સીટી 2 પ્રાંત, રાજકોટ દક્ષિણના પરમારને સીટી-1 પ્રાંત, જસદણ મામલતદારના આચાર્યને જસદણ પ્રાંત, ખાંભલાને વિછીંયા મામલતદાર, રાજકોટ દશ્ર્ચીમના સૈરસીયાને ગોંડલ મામલતદાર, રાજકોટ તાલુકાના પટેલને રાજકોટ તાલુકા મતદાર યાદી, જસદણ મામલતદારના મૂળીયાને જસદણ મતદાર યાદી,

ગોંડલ મામલતદારના ઠાકોરને ગોંડલ પ્રાંત, રાજકોટ પૂર્વના ચૌહાણને રાજકોટ મતદાર યાદી, જામકંડોરણના મામલતદારના પરમારને ધોરાજી મામલતદાર, પડધરી મામલતદારના કાચાને પડધરી મતદાર યાદી, કોટડાસાંગાણી મામલતદારના આર.બી. પરમારને કોટડાસાંગાણી મતદાર યાદી, ઉપલેટા મામલતદારના મકવાણાને ઉપલેટા મતદારયાદી, રાજકોટ તાલુકાના ગોંહીલને ગ્રામ્ય મતદાર યાદી, ધોરાજી મામલતદારના પંચાસરાને ધોરાજી મતદાર યાદી, જામકંડોણા મામલતદારના મલેકને જામકંડોરણા મતદાર યાદી, રાજકોટ તાલુકાના પૂરોહીતને કલેકટર મતદાર યાદીમાં પ્રમોશન સાથે મૂકવામાં આવ્યા છે.

આ સાથે 29 નાયબ મામલતદારોની બદલીના હુકમો થયા છે. જેમાં રાજકોટ ગ્રામ્યના લશ્કરીને સીટી-2 પ્રાંત, વિંછીયાના બાજપાઈને જસદણ પ્રાંત, લોધીકાના ધાંમેલીયા કોટડાસાંગાણી, ધોરાજીના રાઠોડને ગોંડલ, રાજકોટ તાલુકાના જાડેજાને રાજકોટ દક્ષીણ, રાજકોટ પૂર્વના ભાગીયાને રાજકોટ મધ્યાન ભોજન, રાજકોટ દક્ષિણના કથરીયાને રાજકોટ તાલુકા, ઉપલેટાના વામરોટીયાને ગોંડલ ગ્રામ્ય, જિલ્લા પંચાયતના ગઢવીને રજીસ્ટ્રી શાખા, જસદણના પરમારને જસદણમાં જ સર્કલ ઓફીસર, જામકંડોરણાના ગોંડલીયાને ગોંડલ ગ્રામ્ય, ગોંડલના વઘાસીયાને ગોંડલ ઈ ધરા, પડધરીના ચુડાસમાને પડધરીમાંજ સર્કલ ઓફીસર, ચૂંટણી શાખાના પરમારને પૂરવઠા નિરીક્ષક, ધોરાજીના પીલોજપરાને રાજકોટ દક્ષીણ, ગોંડલના ઠુંમરને ગોંડલ પ્રાંત,

જેતપૂરના સોલંકીને રાજકોટ ખાસ જમીન સંપાદન અધિકારીની કચેરીમાં, રાજકોટ પશ્ર્ચીમના ઝાલાને રાજકોટ પશ્ર્ચીમમાં જ સર્કલ ઓફીસર, ચૂંટણી શાખાના જાડેજાને રેકર્ડ શાખામાં, રાજકોટ પશ્ર્ચીમના ઈનબડીયા બીનખેતીમાં, રાજકોટ દક્ષિણના સોનપાલને પૂરવઠા નિરીક્ષક, જસદણના ઝાલાને રાજકોટ દક્ષિણ, જસદણના રાજવાઠાને જસદણમાં જ મહેસુલ, ગોંડલ ગ્રામ્યના ભટ્ટને જેતપૂર સીટી, રાજકોટ તાલુકાના દેકાવાડીયાને રાજકોટ તાલુકામાં જ મહેસુલ, મધ્યાન ભોજન કચેરીના જાનીને પૂરવઠામાં, મધ્યાન ભોજન મહાપાલીકાના ટીલાળાને જમીન સંપાદનમાં, પ્રાદેશીક તાલીમ કેન્દ્રના જોષીને ઝોનલ-1, કોટડાસાંગાણીના બાણુગરીયાને કોટડાસાંગાણીમાં જ ઈ ધરામાં બદલી કરીને મૂકવામાં આવ્યા છે.